Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટડોક્ટરો રોડ પર, હોસ્પિટલમાં રઝળતા દર્દીઓ..: રાજસ્થાનની કોંગ્રેસ સરકારના રાઇટ ટુ હેલ્થ...

    ડોક્ટરો રોડ પર, હોસ્પિટલમાં રઝળતા દર્દીઓ..: રાજસ્થાનની કોંગ્રેસ સરકારના રાઇટ ટુ હેલ્થ બિલનો ભારે વિરોધ

    રવિવારે મુખ્ય સચિવ ઉષા શર્મા સાથે ડોક્ટરોના પ્રતિનિધિમંડળની બેઠક યોજાઈ હતી, પરંતુ તેમાં કોઈ ઉકેલ આવ્યો ન હતો.

    - Advertisement -

    રાજસ્થાનમાં વિધાનસભા ચુંટણીને હવે થોડો સમય જ બાકી છે ત્યારે ત્યાં રોજ નવી નવી રાજનૈતિક હલનચલન જોવા મળી રહી છે. હાલમાં ત્યાં વિધાનસભામાં પાસ થયેલા એક બિલના કારણે હંગામો મચ્યો છે. રાજસ્થાનમાં ડોકટરો આંદોલન પર ઉતર્યા છે. તેની પાછળણ કારણ છે રાજસ્થાન સરકાર દ્વારા વિધાનસભામાં પાસ કરવામાં આવેલું રાઈટ ટુ હેલ્થ બિલ. ભાજપે આ બિલનો વિધાનસભામાં વિરોધ કર્યો હતો. 

    મળતી માહિતી અનુસાર, રાજસ્થાન સરકાર દ્વારા હાલમાં જ રાઈટ ટુ હેલ્થ બિલ પાસ કરવામાં આવ્યું છે. જેમાં એક પ્રાવધાન છે કે કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલ કોઈ પણ દર્દીના ઈલાજ કરવાનો ના પડી શકે નહીં. તેમજ તે બીલ ના ચૂકવી શકે તો પણ ઈલાજ કરવાનો રહેશે. જો બાબતે હોસ્પિટલ ના પાડે તો દંડની જોગવાઈ કરેલ છે. આવી જોગવાઈઓનો ડોકટરો વિરોધ કરી રહ્યા છે. 

    આ વિરોધને લઈને આજે જયપુરમાં સોમવારે જયપુરમાં ડોક્ટરોએ શક્તિ પ્રદર્શન કર્યું. જયપુરમાં એસએમએસ મેડિકલ કોલેજની બહારથી ડોક્ટરોએ પગપાળા યાત્રા કાઢી હતી. આ દરમિયાન ડોકટરોએ 4.5 કિમી ચાલી હતી. તેમની એક જ માંગ છે કે રાજસ્થાન સરકાર કોઈ પણ સંજોગોમાં આ બિલ પાછુ લે. તેમને કહ્યું છે કે આ બિલ ડોકટરોના વિરોધમાં તો છે જ સાથે સાથે પ્રજાના હિતમાં પણ નથી. આ પહેલા રવિવારે મુખ્ય સચિવ ઉષા શર્મા સાથે ડોક્ટરોના પ્રતિનિધિમંડળની બેઠક યોજાઈ હતી, પરંતુ તેમાં કોઈ ઉકેલ આવ્યો ન હતો.

    - Advertisement -

    હવે, રાજસ્થાનના પ્રાઇવેટ ડોકટરોના સમર્થનમાં IMA (Indian Medical Association) પણ ઉતર્યું છે. તેમને પણ રાષ્ટ્રવ્યાપી વિરોધ નોધાવ્યો છે. તેમને પણ આ બિલને પાછું લેવા માટે રાજથાનની સરકારને અપીલ કરી છે. આ બીલને લઈને IMAના સદસ્યો દ્વારા ગુજરાતમાં પણ વિરોધ નોંધવામાં આવ્યો છે. IMA રાષ્ટ્રીય સદસ્ય ડૉ. પારુલ વડગામાએ ડોકટરો સાથે મળીને આ બિલ ડોકટરોના હિતમાં નથી સાથે સાથે પ્રજાના હિતમાં પણ નથી તેવી વાત કરી હતી. 

    ડોક્ટર અને સરકારની લડાઈમાં પ્રજાની હાલત બગડી રહી છે. ડોકટરો હડતાલ પર હોવાના કારણે સમયસર ઈલાજ મળી રહ્યો નથી. ડોકટરો પણ આ મામલે કોઈ પણ રીતે સમાધાનના મૂડમાં નથી. તેઓની સીધી એક જ માંગ છે કે આ બિલ પાછું લેવામાં આવે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં