નાગપુરમાં (Nagpur) સોમવારે (17 માર્ચ, 2024) રાત્રે થયેલી હિંસાને (Violence) હવે ‘અફવા’નું પરિણામ ગણાવવામાં આવી રહ્યું છે. પરંતુ, જે રીતે તે હિંસાને અંજામ આપવામાં આવ્યો છે, તેનાથી લાગે છે કે, આ આખા કાવતરાનું પહેલાંથી પ્લાનિંગ (pre-planned Violence) કરવામાં આવ્યું હતું. વાતાવરણ ખૂબ ગંભીર હતું અને ઔરંગઝેબની કબર પર કોઈએ હોબાળો કરી દીધો કે, કુરાન સળગાવવામાં આવી છે. ત્યારબાદ મુસ્લિમ ટોળાં અચાનક એકઠા થઈ ગયા અને શહેરને સળગાવવા લાગ્યા. જોકે, આ નાગપુર હિંસાને સ્થાનિક ભાજપ MLAએ એક પૂર્વનિયોજિત કાવતરું ગણાવ્યું છે.
નાગપુર હિંસાને લઈને સ્થાનિક ભાજપ ધારાસભ્ય પ્રવીણ દટકેએ દાવો કર્યો છે કે, આ હિંસા પૂર્વનિયોજિત કાવતરાના ભાગરૂપે કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, આ આખી ઘટના પહેલાંથી નક્કી કરવામાં આવી હતી. તેમણે વધુમાં કહ્યું કે, સવારે આંદોલન થયું, ત્યારબાદ ગણેશપેઠ પોલીસ સ્ટેશનમાં જઈને તે આંદોલન શાંત પણ થઈ ગયું. તેમણે દાવો કર્યો કે, ત્યારબાદ સાંજે અચાનક હોબાળો થઈ ગયો અને તે પણ પૂર્વનિયોજિત હતો.
#WATCH | Maharashtra | Nagpur violence | BJP MLA (Nagpur Central) Pravin Datke says, "I have reached here this early morning. This entire thing was preplanned. After an agitation yesterday morning, an incident took place at Ganesh Peth police station, then everything was… pic.twitter.com/pnhEGomViZ
— ANI (@ANI) March 18, 2025
માત્ર હિંદુઓની દુકાનો કરાઈ ટાર્ગેટ
સ્થાનિક ધારાસભ્યએ કહ્યું કે, “હું સાંજે અહીં આવ્યો તો જોયું કે, બે દુકાનો હિંદુઓની હતી અને તેની વચ્ચે અન્ય બે દુકાન મુસ્લિમોની હતી. તો માત્ર હિંદુઓની દુકાનોને ટાર્ગેટ કરાઈ. ટોળાં તેમાં ઘૂસી ગયા અને તોડફોડ કરી. મુસ્લિમ દુકાનદારોને કશું નથી થયું. અહીં હૉસ્પિટલ પાસે તમને એક લારી દેખાઈ રહી છે, તે એક મુસ્લિમ વેપારીની છે. તે દુકાનને કશું નથી થયું. તેની બાજુમાં એક વૃદ્ધ હિંદુ માતાની લારી હતી, તે તૂટી ગઈ. આ લોકો ડૉક્ટરના ઘર સુધી અને અંદર મંદિર સુધી ઘૂસી ગયા હતા. ત્યાં એક બાળકી છે 5 વર્ષની.”
તેમણે હાથમાં સીસીટીવી કેમેરા બતાવતા કહ્યું કે, “પહેલાં બધા કેમેરાની તોડી પાડવામાં આવ્યા. ત્યારબાદ વીણી-વીણીને હિંદુઓને ટાર્ગેટ કરવામાં આવ્યા. હાથમાં તલવારો, હથિયારો પણ જોવા મળ્યા છે. આ આખી ઘટના પ્લાન સાથે બની હતી. મેં હમણાં સવારે CP સાહેબ સાથે પણ વાત કરી છે.”
‘અફસોસ કે પોલીસ હિંદુઓ સાથે ન ઊભી રહી..’- ધારાસભ્ય
તેમણે વધુમાં મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, “આપણે જ્યાં હાલ ઊભા છીએ તે ખૂબ સંવેદનશીલ વિસ્તાર છે. જો શહેરમાં કોઈપણ સ્થળે કઈ પણ થાય છે તો પોલીસવાળાઓ પહેલાં આ ચોક પર ઊભા રહે છે. કાલે સંજય સિંઘ નામના એક PIને અહીંના નાગરિકોએ બે-બે કલાક પહેલાં ફોન લગાવ્યા, 10 વાગ્યાથી ફોન લગાવ્યા હતા અને આ ઘટના 12-1 વાગ્યે બની હતી. તેમનો ફોન બંધ હતો. મેં પોતે પણ કોલ લગાવ્યા હતા. ત્યારબાદ મેં CP સાથે કૉન્ફરન્સમાં વાત કરાવી. જે બાદ અડધા કલાક પછી પોલીસ આવી અને ત્યારસુધીમાં બધુ ખતમ થઈ ગયું હતું.”
તેમણે વધુમાં કહ્યું કે, “મારી બાજુમાં એક બહેન છે, તે ફોન પર રડી રહ્યા હતા. બાદમાં તેમનો ફોન આવ્યો કે, હમણાં પોલીસ આવી છે. તેથી આ પૂર્વનિયોજિત ઘટના હતી. હું મુખ્યમંત્રી સાથે પણ આ વિષય પર વાત કરીશ. જેમણે આ ઘટના કરી છે, DVRમાં તેમના ફોટો અને વિડીયો પણ છે. આ બધા જ પુરાવા પોલીસને આપીશું.” આ સાથે જ તેમણે વિસ્તારમાં ચાલી રહેલા ગેરકાયદેસર ધંધાઓની પણ વાત કરી હતી.
नागपुर MLA-
— Baliyan (@Baliyan_x) March 18, 2025
-> जिस गली में हम अभी खड़े वहाँ हिंदू/मुस-लीम रहते है पर वहाँ सिर्फ़ हिंदुओं के वाहन जलाए गए।
-> एक कॉमन पार्किंग है, जहाँ दोनों समुदाय वाहन खड़ा करते थे, वहाँ कल उन्होंने अपने वाहन खड़े नहीं किए, और हिंदुओं के वाहनो में आग लगा दी गई।
-> चुन चुनकर हिंदुओं की… pic.twitter.com/z6fJt74IEl
તેમણે કહ્યું કે, “જો આ બધુ બંધ કરવું હશે તો પોલીસે કડક કાર્યવાહી કરવી પડશે. મારે અફસોસ સાથે તે કહેવું પડે છે કે, કાલે પોલીસ અહીંના હિંદુ નાગરિકો સાથે ઊભી નહોતી. તેનું કારણ મને નથી ખબર. સંજય સિંઘ જેવા PI પણ નાગરિકોની વાત નથી સાંભળી રહ્યા. હવે માત્ર કાર્યવાહીની વાત છે, જો કાર્યવાહી ના થઈ તો હવે પછીનું પગલું તમામ હિંદુઓએ પણ ઉઠાવવું પડશે. હિંદુઓ આ પગલું ભરવા માટે મજબૂર થશે, બસ આટલી વાત પહોંચાડવાની છે.”
વધુમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે, હિંસા વખતે સ્થાનિક ટોળાં સાથે બહારથી પણ ઘણા લોકો જોડાયા હતા અને સ્થાનિક ટોળાંમાંથી ઘણા લોકો અન્ય વિસ્તારમાં પણ ગયા હતા. તેમણે કહ્યું કે, “મુસ્લિમોની ગાડીઓ પણ અહીં મૂકવામાં આવે છે, કોમન પાર્કિંગ અહીં થાય છે, પણ ઘટનાના દિવસે તે લોકોના વાહન પાર્ક નહોતા. તેનો અર્થ શું છે? આ બધુ પ્લાનિંગ સાથે થયું છે, પ્રત્યક્ષદર્શીઓએ જોયું છે, હું પોતે ઘટનાસ્થળે છું.”