Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટRRRની વૈશ્વિક મંચ પર ધૂમ: ગીત Natu Natuને મળ્યો Oscar, ભારતીય શોર્ટ...

    RRRની વૈશ્વિક મંચ પર ધૂમ: ગીત Natu Natuને મળ્યો Oscar, ભારતીય શોર્ટ ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ’ને પણ ઓસ્કાર

    ફિલ્મ આર આર આરના ગીત નાટુ નાટુને ઓસ્કાર એવોર્ડ. આ પહેલા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પણ આ ગીતને મળ્યો હતો.

    - Advertisement -

    ઓસ્કાર એવોર્ડ પર આખા વિશ્વની નજર છે, કારણ કે ઓસ્કાર એવોર્ડએ ફિલ્મોની દુનિયાનો FIFA Cup જેવો છે. દુનિયાના તમામ ફિલ્મ જગત સાથે જોડાયેલા લોકોનું એક સપનું હોય છે કે તેમને એક વાર ઓસ્કારનું સન્માન પ્રાપ્ત થાય.  આજ રોજ શરુ થયેલા ઓસ્કાર એવોર્ડથી ભારત માટે પણ ખુશીની ખબર આવી છે. જેમાં બેસ્ટ શોર્ટ ડોક્યુમેન્ટ્રીનો એવોર્ડ ભારતની ફિલ્મ The Elephant Whisperersને અને RRRના ગીત Natu Natuને ઓરીજનલ ગીત માટે ઓસ્કાર મળ્યો છે.

    RRR ફિલ્મના ગીત Natu Natu ખુબ જ લોકપ્રિય થયું હતું. નાટુ નાટુ ગીત ઓરીજનલ સોંગની કેટેગરીમાં નોમીનેટ થયું હતું. એટલું જ નહીં તેને હમણાં સુધી વિશ્વ મંચ પર ધૂમ મચાવી છે. ઓસ્કાર કાર્યક્રમના સ્ટેજ પર આ ગીતનું પર્ફોમન્સ રાખવામાં આવ્યું ત્યારે આ ગીતને સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું. અને હવે આ ગીતને ઓસ્કાર મળ્યો છે.

    આ સિવાય ભારતની શોર્ટ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ’ને ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. આ જાહેરાત થતા જ ભારતીયોમાં ખુશીની લહેર દોડી ઉઠી હતી. આ ફિલ્મ શોર્ટ ફિલ્મ છે, જે થીયેટરોમાં નહીં, પરંતુ Neflix પર પ્રસારિત કરવામાં આવી હતી. આ ફિલ્મનું નિર્માણ ગુનીત મોંગાએ અને તેનું નિર્દેશન કાર્તિકી ગોન્સાલ્વિસે કર્યું છે. 

    - Advertisement -

    આ ફિલ્મમાં એક હાથીની વાર્તા કહેવામાં આવી છે. એક અનાથ છોડી દેવામાં આવેલા હાથીના બચ્ચાની એક દંપતી કેવી રીતે કાળજી રાખે છે અને તેને પોતાના પરિવારનો હિસ્સો બનાવીને તેને જીવન સમર્પિત કરી મુકે છે. આ ફિલ્મ લાગણીશીલતાથી તરબોળ છે. એક નિર્દોષ દંપતીના નિર્દોષ પ્રેમની કહાની છે. આજે આ વાર્તા વિશ્વક્ક્ષાએ પોતાની અવાજ પહોચાડી શકી છે. 

    ઓસ્કાર મળ્યા બાદ ફિલ્મના નિર્માતા ગુનીત મોંગાએ ટ્વીટ કરીને પોતાની ખુશી જાહેર કરીને કહ્યું હતું કે “અમે હમણાં જ ભારતીય પ્રોડક્શન માટે પ્રથમ ઓસ્કાર જીત્યા છીએ! બે મહિલાઓએ આ કરી બતાવ્યું! મારા હાથ ખુશીના માર્યા ધ્રુજી રહ્યા છે.” 

    ભારતીય સિનેમાને 100 વર્ષ પૂર્ણ થવાના આરે છે, છતાં આ પહેલા હમણાં સુધી ફક્ત પાંચ ભારતીયોને ઓસ્કાર મળ્યા છે. જેમાં ભાનુ આથૈયા, સત્યજીત રે, રિસુલ પુકુટ્ટી, ગુલઝાર અને એ આર રહેમાનનો સમાવેશ થાય છે, ધ્યાન રહે કે  ભાનુ આથૈયાને ગાંધી ફિલ્મમાં શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇનનો ઓસ્કાર મળ્યો હતો, પરંતુ આ ફિલ્મ ભારતીયએ બનાવી હતી નહીં. તેવી જ રીતે સત્યજીત રેજીને કોઈ ફિલ્મ માટે નહીં, પરંતુ તેમના ઓવરઓલ ફિલ્મ જગતમાં યોગદાન માટે આપવામાં આવ્યો હતો. બાકીના ત્રણ લોકોને સ્લમ ડોગ મીલીન્યર ફિલ્મ માટે મળ્યો હતો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં