Wednesday, November 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદક્ષિણની ફિલ્મ RRRના સોંગ 'નાટૂ..નાટૂ'ની ધમાલ, ઓસ્કરમાં એન્ટ્રી મળી: ભારતીય ફિલ્મ જગતનું...

    દક્ષિણની ફિલ્મ RRRના સોંગ ‘નાટૂ..નાટૂ’ની ધમાલ, ઓસ્કરમાં એન્ટ્રી મળી: ભારતીય ફિલ્મ જગતનું માન વધાર્યું

    વર્ષ 2008માં સ્લમડોગ મિલિયોનેર ફિલ્મના 'જય હો' ગીતને એવોર્ડ મળ્યો હતો. ગીત બેસ્ટ ઓરિજિનલ સ્કોર અને ઓરિજિનલ સોંગ કેટેગરીમાં ઓસ્કર એકેડેમી એવોર્ડ જીતનાર પ્રથમ હિન્દી ગીત હતું. તેનું સંગીત એ આર રહેમાને આપ્યું હતું અને ગુલઝારે લખ્યું હતું.

    - Advertisement -

    સાઉથના ફિલ્મ ડિરેક્ટર એસએસ રાજામૌલીની ફિલ્મ RRR આખા વિશ્વમાં ધમાલ મચાવી દીધી છે. થોડા દિવસ પૂર્વે જ ફિલ્મે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીત્યો હતો. વિશ્વભરના ફિલ્મ સમીક્ષકોએ પણ આ ફિલ્મ ખૂબ વખાણ કર્યા હતા. હવે ફિલ્મના ગીત ‘નાટૂ….નાટૂ’ને ઓસ્કર એકેડમીની બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યું છે.

    મંગળવારે 95મા એકેડમી એવોર્ડ્સના નોમિનેશનની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં બેસ્ટ ઓરિજિનલ સોન્ગ કેટેગરીમાં કુલ પાંચ સોન્ગ્સમાંથી એક સોન્ગ RRRનું ‘નાટૂ…નાટૂ’ પણ છે. ગીતને ઓરિજિનલ સોંગ માટે નોમિનેટ કરવામાં આવ્યું છે. એકેડમીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી.

    ફિલ્મ ‘RRR તરફથી ટ્વિટ કરીને કહેવામાં આવ્યું કે, અમે ઈતિહાસ રચ્યો છે. 95મા ઓસ્કર એકેડેમી એવોર્ડ્સમાં ‘નાટૂ..નાટૂ’ બેસ્ટ ઓરિજિનલ સોંગ માટે નોમિનેટ કરવામાં આવ્યું છે તે શૅર કરતા ગર્વની લાગણી અનુભવીએ છીએ.” રિઝ અહેમદ અને એલિસન વિલિયમ્સે તેમના એકેડેમી એવોર્ડના નોમિનેશનની જાહેરાત કરી હતી.

    - Advertisement -

    અહીં ઉલ્લેખનીય છે કે ફિલ્મ RRR આ પહેલાં પણ અનેક એવોર્ડ્સ જીતી ચૂકી છે. આ પહેલાં ફિલ્મના આ જ ગીત ‘નાટૂ..નાટૂ’ને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યો હતો. તેના થોડા જ દિવસો બાદ ફિલ્મને ‘બેસ્ટ ફોરેન લેન્ગવેજ ફિલ્મ’નો ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ મળ્યો હતો તેમજ ગીતને પણ બેસ્ટ ઓરિજિનલ સોન્ગનો વધુ એક એવોર્ડ મળ્યો હતો. આમ ટૂંકા સમયમાં ફિલ્મે અનેક પુરસ્કારો મેળવી લીધા છે અને વૈશ્વિક સ્તરે ભારતનું નામ ઊંચું કર્યું છે. 

    RRRનું ગીત ઓસ્કરમાં નોમિનેટ થવાથી હવે વધુ એક ભારતીય ગીતને ઓસ્કર મળવાની આશા જાગી છે. વર્ષ 2008માં સ્લમડોગ મિલિયોનેર ફિલ્મના ‘જય હો’ ગીતને એવોર્ડ મળ્યો હતો. ગીત બેસ્ટ ઓરિજિનલ સ્કોર અને ઓરિજિનલ સોંગ કેટેગરીમાં ઓસ્કર એકેડેમી એવોર્ડ જીતનાર પ્રથમ હિન્દી ગીત હતું. તેનું સંગીત એ આર રહેમાને આપ્યું હતું અને ગુલઝારે લખ્યું હતું.

    હવે ફિલ્મ RRRનું ગીત ઓસ્કર માટે નોમિનેટ થયા બાદ વધુ એક ઓસ્કર એવોર્ડ જીતવાની આશાઓ જાગી છે. 

    આ પહેલાં અમુક ફિલ્મો અને ગીતોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યાં હતાં. પછી તેની ઉપર વોટિંગ કરવામાં આવ્યું, જે 17 જાન્યુઆરી સુધી ચાલ્યું હતું. ત્યારબાદ આજે 24 જાન્યુઆરીએ નોમિનેશન જાહેર કરવામાં આવ્યાં છે. હવે આગામી 2 માર્ચ 2023ના રોજ ફાઇનલ વોટિંગ શરૂ થશે, જે 7 માર્ચ 2023 સુધી ચાલશે. આખરે 12 માર્ચ 2023ના રોજ 95મો ઓસ્કાર એવોર્ડ સમારંભ યોજાશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં