Wednesday, December 25, 2024
More
    હોમપેજદેશસંભલ-વારાણસી બાદ હવે અલીગઢના મુસ્લિમ બહુલ વિસ્તારમાંથી મળી આવ્યું હિંદુ મંદિર: વર્ષોથી...

    સંભલ-વારાણસી બાદ હવે અલીગઢના મુસ્લિમ બહુલ વિસ્તારમાંથી મળી આવ્યું હિંદુ મંદિર: વર્ષોથી બંધ પડ્યું હતું, હિંદુ સંગઠનોએ મુક્ત કરાવ્યું

    કરણી સેનાએ પ્રશાસનને એક આવેદન આપીને મંદિર ખોલવાની માંગ કરી છે. અખિલ ભારતીય કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ જ્ઞાનેન્દ્રસિંઘ ચૌહાણે કહ્યું કે, આ મંદિર પર વર્ષોથી કબજો જમાવવામાં આવ્યો છે, જેથી અહીં પૂજા-અર્ચના કરવામાં આવતી નથી.

    - Advertisement -

    સંભલ બાદ હવે ઉત્તર પ્રદેશના અલીગઢના (Aligarh) એક મુસ્લિમ બહુમતી વિસ્તારમાંથી હિંદુ મંદિર મળી આવ્યું છે. અહીં સરાય રહમાન વિસ્તારમાં 18 ડિસેમ્બરના રોજ 50 વર્ષથી વધુ જૂનું ભગવાન શિવનું મંદિર (Hindu Temple) મળી આવ્યું હતું. આ મંદિર વર્ષોથી બંધ હતું, પરંતુ વિસ્તાર મુસ્લિમ પ્રભુત્વવાળો હોવાથી કોઈએ તેના પર ધ્યાન આપ્યું ન હતું. પરંતુ જ્યારે કરણી સેના અને બજરંગ દળ જેવાં હિંદુ સંગઠનોને આ અંગેની માહિતી મળી ત્યારે તેઓ વિસ્તારમાં પહોંચ્યાં અને મંદિર ખોલવાની માંગ કરી હતી.

    આ મંદિર બન્નાદેવી પોલીસ સ્ટેશન વિસ્તારના સરાય રહમાન વિસ્તારમાં મળી આવ્યું હતું. જ્યારે સ્થાનિક પોલીસ સ્ટેશનને આ અંગેની માહિતી મળી ત્યારે પોલીસદળ ઘટનાસ્થળે પહોંચ્યું અને સ્થાનિક લોકોને શાંત કર્યા. કરણી સેનાએ પ્રશાસનને એક આવેદન આપીને મંદિર ખોલવાની માંગ કરી છે. અખિલ ભારતીય કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ જ્ઞાનેન્દ્રસિંઘ ચૌહાણે કહ્યું કે, આ મંદિર પર વર્ષોથી કબજો જમાવવામાં આવ્યો છે, જેથી અહીં પૂજા-અર્ચના કરવામાં આવતી નથી.

    પોલીસે આશ્વાસન આપ્યું હતું કે મંદિરને સુરક્ષા પૂરી પાડવામાં આવશે અને અહીં પૂજાપાઠ કરવા માટે પણ કોઈને અટકાવવામાં આવશે નહીં. કરણી સેનાનું કહેવું છે કે મંદિરની અંદરની મૂર્તિઓને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ઘણી મૂર્તિઓ ધ્વસ્ત કરવામાં આવી હતી. હિંદુ સંગઠનોએ આ મામલે તપાસ કરવાની અને મંદિરની સુરક્ષા કરવા માટેની માંગ કરી હતી. બન્નાદેવી પોલીસ સ્ટેશનના પ્રભારી પંકજ મિશ્રાએ જણાવ્યા અનુસાર મંદિરને ખોલીને તેની સાફસફાઈ કરાવવામાં આવી હતી.

    - Advertisement -

    હિંદુ સંગઠનોએ કર્યા છે 15 મંદિરોને ચિહ્નિત

    જ્ઞાનેન્દ્રસિંઘ ચૌહાણે વધુમાં કહ્યું કે, કરણી સેનાએ શહેરમાં આવાં 15 જેટલાં મંદિરોને ચિન્હિત કર્યાં છે, જેના પર મુસ્લિમ સમુદાય કબજો જમાવીને બેઠો છે. તેમણે કહ્યું કે આ મંદિરોને જલ્દી મુક્ત કરવામાં આવશે. દરમિયાન, અલીગઢના એસપી સિટી મૃગાંક પાઠકે જણાવ્યું હતું કે, મંદિર પર ગેરકાયદે કબજાની ફરિયાદ મળી છે. આ અંગે તપાસ હાથ ધરવામાં આવશે અને દોષિતો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

    બીજી તરફ મંદિર ખોલ્યું તે સમયે સ્થળ પર હાજર વિશ્વ હિંદુ પરિષદના અલીગઢના જિલ્લા પ્રચાર પ્રમુખ પ્રતીક રઘુવંશીએ જણાવ્યું હતું કે, સંભલ પછી અલીગઢમાં સરાય રહમાન સ્થિત ભગવાન શિવનું મંદિર અતિક્રમણથી મુક્ત કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, મંદિરની મૂર્તિઓ પહેલાં જ ધ્વસ્ત કરવામાં આવી હતી અને શિવલિંગને દફનાવી દેવામાં આવ્યું હતું.

    તેમણે વધુમાં જણાવ્યું કે, જ્યારે હિંદુ સંગઠનના લોકોને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે ત્યાં પહોંચીને મંદિરની નજીકનો કાટમાળ હટાવ્યો ત્યારે મંદિરમાં શિવલિંગ મળ્યું. ત્યારબાદ કાર્યકર્તાઓએ કાટમાળ હટાવી મંદિરની સફાઈ કરી. તેમણે કહ્યું કે, ધર્મસ્થળની બહાર ઈંટોથી ભરેલા કટ્ટા મૂકેલા હતા. મંદિરમાં સફાઈ કર્યા બાદ અહીં વિધિવત પૂજા કરવામાં આવી હતી.

    આ મામલે સ્થાનિક લોકોનું કહેવું છે કે પહેલાં આ વિસ્તારમાં હિંદુ પરિવારો પણ રહેતા હતા, પરંતુ સમય જતાં તેઓ તેમના મકાનો વેચીને અહીંથી ચાલ્યા ગયા. ત્યારબાદ આ મંદિર પર મુસ્લિમ સમુદાય દ્વારા કબજો કરવામાં આવ્યો હતો. લોકોનું એમ પણ કહેવું છે કે હિંદુ સમુદાયના લોકો તેમની સાથે મૂર્તિઓ વગેરે પણ લઈ ગયા હતા.

    આ પહેલાં પણ વિવિધ વિસ્તારોમાંથી મળ્યાં હતાં બંધ પડેલાં મંદિર

    નોંધનીય છે કે આ પહેલાં સંભલ જિલ્લાના ખગ્ગુ સરાય વિસ્તારમાંથી 46 વર્ષથી બંધ પડેલું મંદિર મળી આવ્યું હતું. આ સિવાય 17 ડિસેમ્બરે જ સરાયતરીનમાંથી પણ 20 ફૂટનું મંદિર મળી આવ્યું હતું. જેમાંથી 4 ફૂટની ભગવાન હનુમાનજી અને રાધા-કૃષ્ણની મૂર્તિઓ મળી આવી હતી. આ ઉપરાંત વારાણસીમાંથી પણ આવું જ એક મંદિર મળી આવ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં