Friday, January 31, 2025
More
    હોમપેજદેશસંભલના સરાયતરીનમાં મળ્યું વધુ એક મંદિર: 20 ફૂટના મંદિરમાં હનુમાનજી અને રાધા-કૃષ્ણની...

    સંભલના સરાયતરીનમાં મળ્યું વધુ એક મંદિર: 20 ફૂટના મંદિરમાં હનુમાનજી અને રાધા-કૃષ્ણની મૂર્તિઓ, તાળું ખોલનારે કહ્યું-રમખાણો પછી 200 હિંદુ પરિવારોએ છોડી દીધો હતો વિસ્તાર

    આ મંદિર 20 ફૂટનું છે જેમાંથી મળેલી હનુમાનજીની મૂર્તિ 4 ફૂટની હોવાનું કહેવાઈ રહ્યું છે. સફાઈ કરનારા લોકોના જણાવ્યા અનુસાર આજે બજરંગબલીનો દિવસ છે અને આજે બજરંગબલીના મંદિરની સફાઈ કર્યા બાદ તેની પૂજા કરવામાં આવશે.

    - Advertisement -

    સંભલના (Sambhal) ખગ્ગુસરાય વિસ્તારમાંથી 46 વર્ષથી બંધ પડેલું મંદિર (Mandir/Temple) મળ્યાનો મામલો સામે આવ્યો હતો. ત્યારે હવે બીજા એક વિસ્તારમાં આવું જ બંધ પડેલ મંદિર મળી આવ્યું છે. નોંધનીય છે કે વિસ્તારમાં કરાયેલું અતિક્રમણ (Encroachment) હટાવવા પોલીસ પહોંચી હતી. આ દરમિયાન જ પોલીસને આ બંધ પડેલ મંદિર મળી આવ્યું હતું. આ મંદિર સરાયતરીનમાં (Saraytarin) મળી આવ્યું હતું.

    નોંધનીય છે કે સંભલના હયાતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સરાયતરીનમાં પોલીસ અતિક્રમણ હટાવવા પહોંચી હતી. આ દરમિયાન પોલીસને કોઈ અતિક્રમણ તો મળ્યું નહોતું પરંતુ એક બંધ પડેલ મંદિર મળી આવ્યું હતું. આ મંદિર જે વિસ્તારમાંથી મળી આવ્યું છે તે મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર છે. બંધ મંદિરની સૂચના મળતા જ રેવન્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

    આ મંદિરનો દરવાજો ખોલતાં જ મંદિરમાંથી હનુમાનજી અને રાધા-કૃષ્ણની મૂર્તિઓ મળી આવી હતી. મંદિર તથા મૂર્તિઓને સાફ કરવાનું કામ ચાલી રહ્યું છે. આ મંદિર જામા મસ્જિદથી દોઢ કિમી દૂર છે, જ્યાં હિંસામાં 4 લોકો માર્યા ગયા હતા. મંદિરના દરવાજાને તાળું મારેલું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોઈએ પ્રશાસનને મંદિર હોવાની માહિતી આપી હતી.

    - Advertisement -

    ન્યુઝ 18ના અહેવાલ અનુસાર આ મંદિર 20 ફૂટનું છે જેમાંથી મળેલી હનુમાનજીની મૂર્તિ 4 ફૂટની હોવાનું કહેવાઈ રહ્યું છે. સફાઈ કરનારા લોકોના જણાવ્યા અનુસાર આજે બજરંગબલીનો દિવસ છે અને આજે બજરંગબલીના મંદિરની સફાઈ કર્યા બાદ તેની પૂજા કરવામાં આવશે. મંદિરનું તાળું ખોલનારા ઋષિપાલે જણાવ્યું કે પહેલાં અહીં હિંદુ પરિવારો રહેતા હતા.

    જ્યાં મંદિર મળી આવ્યું છે ત્યાં પહેલાં હિંદુ પરિવારોની બહુમતી હતી. પરંતુ રમખાણો પછી બધા ડરી ગયા અને ભાગી ગયા. અહીં 200થી વધુ હિંદુ પરિવારો રહેતા હતા, જેઓ અહીંથી ચાલ્યા ગયા છે અને હવે ક્યારેક જ અહીં પાછા આવે છે. ઉલ્લેખનીય બાબત છે કે આ રમખાણો કદાચ એ જ રમખાણ હોવા જોઈએ જેની વાત CM યોગીએ તેમના ભાષણ દરમિયાન કરી હતી.

    CM યોગીએ કર્યો હતો રમખાણોનો ઉલ્લેખ

    ઉત્તર પ્રદેશ વિધાનસભાના શિયાળુ સત્રના પ્રથમ દિવસે જ CM યોગીએ આ રમખાણોનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, 1978ના રમખાણો દરમિયાન એક બિઝનેસમેને બધાને પૈસા ઉછીના આપ્યા હતા. રમખાણો દરમિયાન મુસ્લિમો દ્વારા તેમને ઘેરી લેવામાં આવે છે અને તેમને કહેવામાં આવે છે કે તેઓ આ જ હાથ વડે પૈસા માંગશે, તેથી પહેલાં હાથ, પછી પગ, પછી ગળું કાપી નાખવામાં આવ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં