ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) વિધાનસભાનું શિયાળુ સત્ર (Assembly Winter Session) શરૂ થઈ ગયું છે. સત્રના પહેલા જ દિવસે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) વિપક્ષી પાર્ટીઓ પર જોરદાર પ્રહારો કર્યા હતા. CM યોગીએ સંભલમાં હિંસા (Sambhal Violence) સહિત તમામ મુદ્દાઓ પર વિપક્ષને ઘેર્યો હતો. સીએમ યોગીએ કહ્યું હતું કે જ્યારે હિંદુ વિસ્તારોમાંથી મુસ્લિમ તહેવારોના જુલૂસ નીકળી શકે છે તો પછી હિંદુ તહેવારોની શોભાયાત્રા મુસ્લિમ વિસ્તારોમાંથી કેમ ના નીકળી શકે.
ઉત્તર પ્રદેશ વિધાનસભાના શિયાળુ સત્રમાં CM યોગીએ કહ્યું હતું કે, “આપણો કોઈ પણ તહેવાર હોય, મુહર્રમનો જુલૂસ હોય કે મુસ્લિમ સમાજના કોઈ પણ તહેવારનો જુલૂસ હિંદુ વિસ્તારમાંથી સુરક્ષિત નીકળી શકે છે, મંદિરની સામેથી પણ નીકળી શકે છે તેમાં કોઈ મુશ્કેલી ઉભી થતી નથી. પરંતુ સમસ્યા માત્ર ત્યાં જ કેમ ઉભી થાય છે જ્યારે કોઈ હિંદુ શોભાયાત્રા કોઈ મસ્જિદની સામેથી કે કોઈ મુસ્લિમ બહુલ વિસ્તારમાંથી નીકળે છે તો કેમ તણાવ ઉભો થઇ જાય છે?”
मैं यही पूछना चाहता हूं,
— Yogi Adityanath (@myogiadityanath) December 16, 2024
जब कोई हिंदू शोभायात्रा, किसी मस्जिद के सामने व मुस्लिम बाहुल्य क्षेत्र से निकलती है, तब क्यों तनाव पैदा हो जाता है? pic.twitter.com/yCGtgJyfrE
તેમણે દરેક મુસ્લિમ અરાજકતાવાદીઓને ચેતવણી આપતાં સ્પષ્ટ કહ્યું હતું કે, જો રાજ્યમાં કોઈ મુસ્લિમ કે અન્ય ધર્મના તહેવારોમાં કોઈ સમસ્યા ઉભી નથી થઇ રહી તો હિંદુઓના તહેવારોમાં કોઈ સમસ્યા ઉભી કરવામાં આવશે તો સરકારે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે. નોંધનીય છે કે CM યોગીએ સંભલ વિવાદ મામલે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા.
CM યોગી યાદ કરાવ્યો સંભલનો શિયા-સુન્ની વિવાદ
તેમણે કહ્યું, “તમારા સંભલમાં 1976માં, સમગ્ર વિવાદ શિયા-સુન્નીનો હતો. તે સમયે જામા મસ્જિદના કબ્જાને લઈને જ વિવાદ હતો, એ સત્ય ભૂલવું ના નાખવી જોઈએ કે લખનૌનો શિયા-સુન્ની વિવાદ ભારતીય જનતા પાર્ટીની સરકાર વખતે જ સમાપ્ત થયો હતો. તમે લોકો અહીં શિયા-સુન્નીને પણ લડાવતા હતા કારણ કે તમારી રાજનીતિ તો શરૂઆતથી જ હતી ભાગલા પાડીને કપાવી નાખવાની હતી. એટલે જ તો અમે કહ્યું કે ન બટેંગે ન કટેંગે.”
CM યોગીએ કહ્યું કે 1947થી અત્યાર સુધીમાં સંભલમાં 209 હિંદુઓની હત્યા કરવામાં આવી છે અને એક વખત પણ નિર્દોષ હિંદુઓ માટે બે શબ્દો પણ બોલવામાં આવ્યા નથી. મગરના આંસુ વહાવનારા લોકોએ નિર્દોષ હિંદુઓ વિશે બે શબ્દો પણ બોલ્યા ન હતા. 1978ના રમખાણો દરમિયાન એક બિઝનેસમેને બધાને પૈસા ઉછીના આપ્યા હતા. રમખાણ પછી, હિંદુઓ તેના ઘરે ભેગા થાય છે, તેમને ઘેરી લેવામાં આવે છે અને તેમને કહેવામાં આવે છે કે તેઓ આ જ હાથ વડે પૈસા માંગશે, તેથી પહેલાં હાથ, પછી પગ, પછી ગળું કાપી નાખવામાં આવશે.