હોમપેજન્યૂઝ રિપોર્ટપહલગામ હુમલા બાદ મોદી સરકારે સેનાને આપી હતી ખુલ્લી છૂટ: આર્મી ચીફે...

પહલગામ હુમલા બાદ મોદી સરકારે સેનાને આપી હતી ખુલ્લી છૂટ: આર્મી ચીફે કહ્યું- તેથી સફળ રહ્યું ઑપરેશન સિંદૂર, શતરંજની જેમ ચાલી હતી ચાલ

આર્મી ચીફ પહેલાં એર ચીફ માર્શલ એપી સિંઘે પણ ઑપરેશન સિંદૂરની સફળતા વિશે માહિતી આપી હતી. તેમણે ઑપરેશન દરમિયાન પાકિસ્તાનની તબાહી અંગે સંપૂર્ણ રિપોર્ટ શેર કર્યો હતો.

- Advertisement -

ઑપરેશન સિંદૂરમાં (Operation Sindoor) ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી હતી. આ ઑપરેશનમાં દરેક પગલું શતરંજની ચાલની જેમ ચાલવામાં આવ્યું હતું અને પાકિસ્તાનને ચેકમેટ કરી દેવાયું હતું. આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ (Army Chief General Upendra Dwivedi) ઑપરેશન સિંદૂર વિશે ખુલીને વાત કરી છે. તેમણે જણાવ્યું છે કે ભારતની મજબૂત રાજકીય ઇચ્છાશક્તિને કારણે જ આ ઑપરેશન સફળ થઈ શક્યું છે.

અહેવાલો અનુસાર, 4 ઑગસ્ટ 2025ના રોજ IIT મદ્રાસમાં ‘અગ્નિશોધ’ના ઉદ્ઘાટન સમારોહને સંબોધતા આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીએ ઑપરેશન સિંદૂરની રણનીતિ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ ઑપરેશન શતરંજ રમવા જેવું હતું. તેમણે જણાવ્યું કે, “અમને ખબર નહોતી કે દુશ્મનનું આગલું પગલું શું હશે અને અમે શું કરીશું. આને જ ગ્રે ઝોન કહેવાય છે.”

તેમણે આગળ કહ્યું, “ગ્રે ઝોનનો અર્થ એ છે કે અમે પરંપરાગત ઑપરેશન નથી કરી રહ્યા. અમે જે કરી રહ્યા હતા તે સામાન્ય ઑપરેશનથી થોડું ઓછું હતું… આપણે શતરંજની ચાલો ચાલી રહ્યા હતા અને દુશ્મન પણ શતરંજની ચાલો રમી રહ્યો હતો. ક્યાંક આપણે તેને શહ અને માત આપી રહ્યા હતા તો ક્યાંક અમે પોતાનો જીવ જોખમમાં મૂકીને તેને ઠાર કરવાના પ્રયાસો કરી રહ્યા હતા, પરંતુ આ જ તો જીવન છે.”

- Advertisement -

પહલગામ આતંકી હુમલાના બીજા દિવસે જ ઑપરેશનની તૈયારી

22 એપ્રિલ 2025ના રોજ પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોના જીવ ગયા હતા. તેના બીજા જ દિવસે થલ, જળ અને વાયુસેનાના પ્રમુખો અને રાજકીય નેતૃત્વ વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હતી. આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું કે, આ પહેલી વખત હતું જ્યારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે કહ્યું હતું, “બસ, હવે બહુ થયું.” આર્મી ચીફે કહ્યું કે, ભારતીય સેનાને ઑપરેશન સિંદૂરનું આયોજન અને અમલ કરવાની પૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી હતી.

આર્મી ચીફે જણાવ્યું કે, “23 તારીખે અમે બધા બેઠા હતા. આ પહેલી વખત હતું જ્યારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, ‘બસ, હવે બહુ થયું.’ સેનાના ત્રણેય પ્રમુખોને સ્પષ્ટ હતું કે હવે કંઈક તો કરવાનું જ છે. સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે કંઈ પણ કરવાનો નિર્ણય તમે (સેના) જાતે લો. આવો આત્મવિશ્વાસ, રાજકીય દિશા અને સ્પષ્ટતા અમે પહેલી વખત જોઈ હતી. આ જ મનોબળ વધારે છે.”

આર્મી ચીફે જણાવ્યું કે આ મનોબળના કારણે જ કમાન્ડરોને જમીની સ્તરે સફળતા મળી, જ્યાં તેમણે પોતાના દિમાગથી ઑપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાન પર કાર્યવાહી કરી.

સિંદૂર સાથે જોડાયેલી છે સૈનિકોની ભાવના

જ્યારે આર્મી ચીફને ઑપરેશન સિંદૂરના નામ વિશે સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે કહ્યું કે આ નામ સૈનિકોની ભાવનાઓ સાથે જોડાયેલું છે. તેમણે જણાવ્યું કે નાનું નામ હોવાની સાથે તે દેશના લોકો સાથે પણ જોડાયેલું હોવું જોઈએ, તેથી જ ઑપરેશન સિંદૂર નામ પસંદ કરવામાં આવ્યું, જેણે આખા દેશને જોડી રાખ્યો.

તેમણે કહ્યું કે, “આ એક નામે આખા દેશને એક કરી દીધો. આજે લોકો કહી રહ્યા છે- સિંધુથી સિંદૂર સુધી… બધું જ આપણે સંભાળી લીધું. જ્યારે હું ગ્રાઉન્ડ પર ગયો, ત્યારે મેં સૈનિકોને કહ્યું હતું કે જ્યારે કોઈ બહેન, માતા કે દીકરી સિંદૂર લગાવશે, ત્યારે તે હંમેશા સૈનિકને યાદ કરશે. આ જ તે જોડાણ હતું, જેણે આખા રાષ્ટ્રને એક ઉદ્દેશ્ય માટે ઊભું કરી દીધું. આ જ કારણ હતું કે આખો દેશ પૂછી રહ્યો હતો- તમે ઑપરેશન કેમ રોક્યું? અને તેનો જવાબ પણ આપવામાં આવી ચૂક્યો છે.”

પાકિસ્તાની આવામને ગુમરાહ કરવામાં લાગી છે ત્યાંથી ફૌજ

મે 2025માં ચાલેલા ઑપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનનો આર્મી ચીફ અસીમ મુનીર હવે પ્રમોટ થઈને ફીલ્ડ માર્શલ બની ગયો છે. તેનાથી પાકિસ્તાની જનતાને લાગે છે કે ઑપરેશન સિંદૂરને તેમની સેનાએ નિષ્ફળ કરી દીધું. આ પાકિસ્તાની સેનાની રણનીતિ છે, પોતાની જનતા સામે જીતનો ડંકો વગાડવાની. આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીએ આ ઘટના પર પણ કટાક્ષ કર્યો હતો.

તેમણે કહ્યું કે, “જો તમે કોઈ પાકિસ્તાનીને પૂછો કે જીત્યા કે હાર્યા, તો તે કહેશે, મારો ચીફ ફીલ્ડ માર્શલ બની ગયો છે, એટલે અમે જરૂર જીત્યા હોઈશું. આ રીતે જનતાની વિચારસરણીને પ્રભાવિત કરવામાં આવે છે… પછી તે પોતાના દેશની જનતા હોય કે દુશ્મન દેશની જનતા.”

ભારતે ઉડાવ્યા પાકિસ્તાનના 5 વિમાનો

આર્મી ચીફ પહેલાં એર ચીફ માર્શલ એપી સિંઘે પણ ઑપરેશન સિંદૂરની સફળતા વિશે માહિતી આપી હતી. તેમણે ઑપરેશન દરમિયાન પાકિસ્તાનની તબાહી અંગે સંપૂર્ણ રિપોર્ટ શેર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ઑપરેશન દરમિયાન ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના પાંચ ફાઇટર જેટ અને એક મોટા એરક્રાફ્ટને નષ્ટ કર્યા હતા.

એર ચીફ માર્શલે એમ પણ કહ્યું હતું કે, ઑપરેશન સિંદૂરની સફળતાનું મુખ્ય કારણ રાજકીય ઇચ્છાશક્તિ હતી. તેમણે જણાવ્યું કે, “અમે ઓછામાં ઓછા પાંચ ફાઇટર જેટ અને એક મોટું વિમાન નિશ્ચિતપણે નષ્ટ કર્યું. આ મોટું વિમાન કાં તો ELINT વિમાન હતું અથવા તો AEW&C વિમાન. તેને 300 કિલોમીટરના અંતરેથી નિશાન બનાવવામાં આવ્યું હતું. આ અત્યાર સુધીનો સૌથી લાંબી રેન્જનો સરફેસ-ટુ-એર હુમલો છે.

કોંગ્રેસના કેન્દ્ર સરકાર પરના સવાલોના મળ્યા જવાબો

પહલગામ આતંકી હુમલા બાદ કોંગ્રેસ અને અન્ય કેટલીક વિપક્ષી પાર્ટીઓએ સરકાર પર મૌનના સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે મોદી સરકાર આતંકવાદીઓથી ડરીને પીછેહઠ કરી ગઈ છે. ઑપરેશન સિંદૂર પર પણ વિપક્ષને વિશ્વાસ નહોતો. અત્યાર સુધી તેઓ ઑપરેશનના પુરાવા માંગતા રહ્યા અને પાકિસ્તાનને ક્લીનચીટ આપતા રહ્યા.

હવે એર ચીફ માર્શલ અને આર્મી ચીફે ઑપરેશન સિંદૂર વિશે સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાનમાં કેટલી તબાહી મચી હતી. આ બધું રાજકીય ઇચ્છાશક્તિને કારણે જ શક્ય બન્યું. આવી સ્થિતિમાં, કેન્દ્ર સરકારની મજબૂતાઈ અને તેમની દૃઢ ઇચ્છાશક્તિ વિશે હવે વિપક્ષે માનવું પડશે કે પાકિસ્તાન વિરુદ્ધ ચલાવવામાં આવેલું ઑપરેશન સિંદૂર ભારતની સફળતા છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં