ભારતીય વાયુસેનાએ ઑપરેશન સિંદૂર દરમિયાન 5 પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પાડ્યા હતા. આતંકવાદી દેશનું એક AEW&C જાસૂસી વિમાન પણ નષ્ટ કરવામાં આવ્યું હતું. આ વાત ભારતીય વાયુસેનાના વડા અમર પ્રીત સિંઘે આધિકારિક રીતે કરી છે. આ ઘટનાથી સાબિત થાય છે કે, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની કમર તોડી નાખી હતી.
BREAKING ⚠️
— Shiv Aroor (@ShivAroor) August 9, 2025
IAF chief makes it official, says 5 Pakistani fighter jets in addition & 1 AEW&C aircraft were shot down by IAF S-400 missiles at long ranges during Op Sindoor. Also confirms destruction of F-16s & early warning aircraft on the ground. pic.twitter.com/6qyojepQg2
ભારતીય વાયુસેનાના પ્રમુખે બેંગલુરુમાં HAL મેનેજમેન્ટ એકેડેમી ઓડિટોરિયમમાં એર ચીફ માર્શલ એલએમ કાટ્રે મેમોરિયલ લેક્ચરના 16મા સીઝનને સંબોધિત કરતી વખતે આ વાત કહી હતી . તેમણે કહ્યું હતું કે S-400 એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાની હુમલાઓને રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓના વિનાશના સેટેલાઇટ ચિત્રો પણ બતાવ્યા.
વધુમાં વાયુસેના પ્રમુખે એવું પણ કહ્યું હતું કે, ઑપરેશન સિંદૂર દરમિયાન જૈકોબાબાદમાં ઉભેલા F-16 જેટ વિમાનોને પણ નષ્ટ કરી દેવામાં આવ્યા હતા.

