હોમપેજગુજરાતગાંધીનગરમાં મેગા ડિમોલિશન: ₹1000 કરોડની સરકારી જમીન ખાલી કરાવાશે, સેંકડો બાંધકામો પર...

ગાંધીનગરમાં મેગા ડિમોલિશન: ₹1000 કરોડની સરકારી જમીન ખાલી કરાવાશે, સેંકડો બાંધકામો પર ફરશે બુલડોઝર

10 સપ્ટેમ્બરના રોજ 7 દિવસની અંદર બાંધકામના પુરાવા રજૂ કરવા માટે આખરી નોટિસ ફટકારવામાં આવી હતી, જોકે સમયમર્યાદા પૂરી થયા બાદ પણ કોઈ યોગ્ય પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા

- Advertisement -

પાટનગર ગાંધીનગરમાં 18 સપ્ટેમ્બરની સવારથી મોટાપાયે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ગાંધીનગર જિલ્લા પ્રશાસન અને પોલીસ દ્વારા ગેરકાયદે અતિક્રમણ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં સવારથી જ બુલડોઝરનો ઉપયોગ કરીને લગભગ 700 ગેરકાયદે માળખાઓને ધ્વસ્ત કરવામાં આવી રહ્યાં છે. કાર્યવાહી ગાંધીનગરના અનેક વિસ્તારોમાં, જેમ કે GEB, પેથાપુર, ચારેડી અને સબરમતી નદીના કિનારે ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

કાર્યવાહીનો ઉદ્દેશ્ય સરકારી જમીન પર કરવામાં આવેલ ગેરકાયદે અતિક્રમણને દૂર કરવાનો છે. આ કાર્યવાહીમાં 700થી વધુ પોલીસ અધિકારીઓ, 20 પ્રશાસનિક ટીમો અને 20 JCB મશીનોને કામે લગાડવામાં આવ્યાં છે.

આ કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 100થી વધુ અવૈધ સંરચનાઓ ધ્વસ્ત કરવામાં આવી છે અને આગામી દિવસોમાં હજી 600 માળખાં હટાવવાની ગણતરી છે. કાર્યવાહી સરકારી જમીન પર તાણી બાંધવામાં આવેલાં કાચાં-પાકાં બાંધકામો હટાવવા માટે હાથ ધરવામાં આવી રહી છે, જેની કુલ જમીનનું ક્ષેત્રફળ લગભગ એક લાખ ચોરસ મીટર હોવાનું જણાવાયું છે. આ જમીનની બજાર કિંમત લગભગ ₹1000 કરોડ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

- Advertisement -

નોંધનીય છે કે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા અગાઉ ગેરકાયદે બાંધકામો મામલે આધાર-પુરાવા રજૂ કરવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી. 10 સપ્ટેમ્બરના રોજ 7 દિવસની અંદર બાંધકામના પુરાવા રજૂ કરવા માટે આખરી નોટિસ ફટકારવામાં આવી હતી, જોકે સમયમર્યાદા પૂરી થયા બાદ પણ કોઈ યોગ્ય પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા. ત્યારબાદ કડક પોલીસ બંદોબસ્તની હાજરીમાં કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી. આ કાર્યવાહી આગામી બેથી ત્રણ દિવસ સુધી ચાલશે. અધિકારીઓએ જણાવ્યું છે કે આ કાર્યવાહી સરકારી જમીનને મુક્ત કરવા અને શહેરી યોજનાને આગળ ધપાવવા માટે કરવામાં આવી રહી છે.

ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટીએ જણાવ્યું કે, “ગાંધીનગર વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ દ્વારા 1 લાખ સ્ક્વેર મીટરની જમીન પર જે દબાણ થયું છે, તેને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. કુલ મળીને 600 જેટલાં અતિક્રમણ કરતાં બાંધકામો છે, જેને આગામી દિવસોમાં હટાવવામાં આવશે. આજે 100 જેટલી રચનાઓ હટાવવામાં આવી છે. જમીનની માર્કેટ કિંમત એક હજાર કરોડથી વધુ છે. આ કાર્યવાહીમાં 700થી વધુ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ, ગાંધીનગર મહાનગરપાલિકા અને R&B તરફથી 20 ટીમો તહેનાત કરવામાં આવી છે.”

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં