Saturday, April 19, 2025
More
    હોમપેજગુજરાત'મૌલાના થઈને આવી હરકતો...': નાહવા ગયેલી મહિલાનો વિડીયો રેકોર્ડ કરનાર વડોદરાના મૌલવી...

    ‘મૌલાના થઈને આવી હરકતો…’: નાહવા ગયેલી મહિલાનો વિડીયો રેકોર્ડ કરનાર વડોદરાના મૌલવી હારુન પઠાણની ધરપકડ, મદરેસામાં મેળવે છે ‘દીની તાલીમ’

    મહિલાએ આરોપીને કડક સજાની માંગ કરી હતી. વડોદરાના સયાજીગંજ પોલીસે હારૂન પઠાણ સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદી મહિલાએ આ મામલે જણાવ્યું હતું કે, મૌલાના થઇને આવી હરકત યોગ્ય નથી, તેને કડકમાં કડક સજા થવી જોઈએ એવી મારી માંગ છે.

    - Advertisement -

    વડોદરા (Vadodara) શહેરના ફતેગંજ વિસ્તારમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. બાથરૂમમાં નાહવા ગયેલી એક મહિલાનો વિડીયો (Video) ઉતારનાર મૌલાનાની ધરપકડ (Maulana Arrested) કરવામાં આવી છે. આ અંગે પીડિત મહિલાએ કડક કાર્યવાહીની માંગ કરી છે. આ મૌલાનાની સયાજીગંજ પોલીસે ધરપકડ કરી છે.

    અહેવાલ અનુસાર, વડોદરાના ફતેગંજ વિસ્તારમાં રહેતી 28 વર્ષીય મહિલા ઘરકામ કરે છે અને તેનો શોહર ડ્રાઈવિંગનું કામ કરે છે. સામે આવેલ વિગત અનુસાર, ગત શુક્રવાર એટલે કે 4 એપ્રિલે બપોરે મહિલા નાહવા માટે ગઈ હતી. ત્યારે તેને લાગ્યું કે કોઈક વ્યક્તિ બાથરૂમની બારીમાંથી તેનો વિડીયો ઉતારી રહ્યો છે.

    ફરિયાદી મહિલાએ જણાવ્યું હતું કે “હું નાહવા માટે બાથરૂમમાં ગઈ હતી અને મેં પાણી નાખ્યું, એ સમયે મારી ઉપર મેં કેમેરા જોયો હતો, તે મારો વિડીયો બનાવી રહ્યો હતો, જેથી મેં મારી સાસુને બૂમ પાડી હતી કે અહીં કોઈ છે. તેણે મોબાઇલ બાથરૂમમાં નાખ્યો છે. ત્યારે મારાં સાસુ ત્યાં ગયાં હતાં, જેમને જોઇને તે ભાગી ગયો હતો. તેનું નામ હારૂન પઠાણ છે અને તે મૌલાના છે.”

    - Advertisement -
    પીડિતા.
    પીડિતા (ફોટો: દિવ્યભાસ્કર)

    મહિલાએ કહ્યું હતું કે, “તે અમારી આગળ રહે છે. મેં આ વાત જ્યારે સ્થાનિકોને કહી ત્યારે લોકો કહેવા લાગ્યા હતા કે હું જૂઠું બોલું છું. ત્યારે મેં કહ્યું હતું કે હું મારી બદનામી શા માટે કરાવું. ત્યારપછી અમે અમારા ઘર પાસે લાગેલા CCTV કેમેરા ચેક કર્યા હતા, જેમાં તે બાથરૂમમાં કેમેરા નાખતો દેખાઈ ગયો હતો. મૌલાના થઇને આ પ્રકારની હરકત કરે એ યોગ્ય નથી. આને કડક સજા થવી જોઇએ.”

    નોંધનીય છે કે, મહિલાએ આરોપીને કડક સજાની માંગ કરી હતી. વડોદરાના સયાજીગંજ પોલીસે હારૂન પઠાણ સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદી મહિલાએ આ મામલે જણાવ્યું હતું કે, મૌલાના થઇને આવી હરકત યોગ્ય નથી, તેને કડકમાં કડક સજા થવી જોઈએ એવી મારી માંગ છે.

    નોંધનીય છે કે, સામે આવ્યું હતું કે મૌલાના હારૂન કલ્યાણનગરના મદરેસામાં અભ્યાસ કરે છે અને તે મજહબી વિધિ કરાવતો હતો. ત્યારે સયાજીગંજ પોલીસે આ મામલે તેની સામે ગુના નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે વિવિધ લોકોનાં નિવેદનો લઇને તપાસ શરૂ કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં