Sunday, April 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘શ્રી રામ હઝરત આદમના વંશજ’: મૌલાના સાજીદ રાશીદીએ કર્યું મૌલાના મદનીનું સમર્થન,...

    ‘શ્રી રામ હઝરત આદમના વંશજ’: મૌલાના સાજીદ રાશીદીએ કર્યું મૌલાના મદનીનું સમર્થન, અગાઉ સોમનાથ મંદિર વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી

    એક ઈન્ટરવ્યુમાં મૌલાના સાજીદ રાશીદીએ ભગવાન રામને હઝરત આદમના વંશજ કહ્યા હતા. આ વિડીયોમાં તેઓ મૌલાના મદનીનું સમર્થન આપતા કહી રહ્યા છે.

    - Advertisement -

    તાજેતરમાં ઈસ્લામિક સંગઠન ‘જમીયત ઉલેમા-એ-હિંદ’ના વડા મૌલાના અરશદ મહમૂદ મદનીએ વિવાદિત ટીપ્પણી આપતા કહ્યું હતું કે, “તમારા વડવા મનુ હિંદુ નહોતા. તમારા પૂર્વજ આદમ હતા.” જે બાદ જૈન અને હિંદુ ધર્મગુરુઓ મંચ પરથી નીચે ઉતરી ગયા હતા. હવે ઓલ ઇન્ડિયા ઈમામ એસોસિએશનના મૌલાના મોહમ્મદ સાજીદ રાશીદીએ તેમને સમર્થન આપતા એક મીડિયા ઇન્ટરવ્યમાં ભગવાન રામને હઝરત આદમના વંશજ ગણાવ્યા છે.

    વાસ્તવમાં ANIને આપેલા એક ઈન્ટરવ્યુમાં મૌલાના સાજીદ રાશીદીએ ભગવાન રામને હઝરત આદમના વંશજ કહ્યા હતા. આ વિડીયોમાં તેઓ મૌલાના મદનીનું સમર્થન આપતા કહી રહ્યા છે કે, “હું મારી અસ્થા અનુસાર વાત કરી રહ્યો છું અને તે મુજબ હઝરત આદમ પહેલા મનુષ્ય હતા અને તે અલ્લાહના દૂત પણ હતા. જયારે અખંડ ભારતનું અસ્તિત્વ હતું તે સમયે શ્રીલંકા, ઈરાન, ઈરાક ઈત્યાદી એક જ મહાદ્વીપ હતા, તે સમયે તેઓ શ્રીલંકાથી હિન્દુસ્તાનઆવ્યા, અને તેનો ઉલ્લેખ કુરાનમાં પણ છે.”

    ભગવાન રામ હઝરત આદમના વંશજ

    આ વિડીયોમાં જ મૌલાના રશીદીએ આગળ જણાવ્યું કે, “કુરાન કહે છે કે હઝરત આદમ પણ અલ્લાહને માનતા હતા, કારણ કે તેઓ પ્રથમ મનુષ્ય હતા. ત્યારબાદ જ તમામ મનુષ્યોનો જન્મ થયો. તમે શ્રી રામ અને અન્ય દેવી દેવતાઓનું ઉદાહરણ લઇ લો, તેમાંથી દરેક વ્યક્તિ હઝરત આદમના વંશજ છે અને મૌલાના મદનીના નિવેદનની પાછળનું તાત્પર્ય પણ આ જ છે.” વીડિયોના 1 મિનીટ અને 34 સેકન્ડના ટાઈમ ડ્યુરેશન પર તેમના આ નિવેદનને સાંભળી શકાય છે.

    - Advertisement -

    મુહમ્મદ સાજીદ રશીદી વિરુદ્ધ સોમનાથમાં ફરિયાદ

    ઉલ્લેખનીય છે કે મુહમ્મદ સાજીદ રાશીદી વિવાદાસ્પદ અને કોમવાદી નિવેદનો આપવા માટે જાણીતા છે. ગયા મહીને તેમણે કરોડો હિદુઓની આસ્થાના પ્રતિક એવા સોમનાથ મંદિર અંગે અભદ્ર ટીપ્પણી કરી હતી. હવે સાજીદ રશીદી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. સોમનાથ મંદિર અને પ્રભાસપાટણમાં આવેલાં તમામ મંદિરોનું સંચાલન કરતાં સોમનાથ ટ્રસ્ટે મુહમ્મદ સાજીદ રશીદી વિરુદ્ધ પ્રભાસપાટણ પોલીસ સ્ટેશનમાં આધિકારિક રીતે ફરિયાદ નોંધાવી હતી.

    મૌલાનાએ સોમનાથ અંગે એક ન્યુઝ સંસ્થાને આપેલા ઇન્ટરવ્યુમાં સોમનાથ પર ગઝની દ્વારા કરવામાં આવેલા આક્રમણને સાચું ઠેરવ્યું હતું. આ ઉપરાંત મૌલાના મુહમ્મદ સાજીદ રશીદીએ દાવો કર્યો હતો કે ગઝનીએ સોમનાથમાં ખરાબ કામો થતાં હોવાથી આક્રમણ કર્યું હતું. તેમણે આગળ ઉમેર્યું હતું કે સોમનાથ મંદિરમાંથી છોકરીઓને તે સમયે ગાયબ કરી દેવામાં આવતી હોવાની માહિતી પોતાનાં ગુપ્તચરો દ્વારા મળ્યાં બાદ જ ગઝનીએ તેનાં પર આક્રમણ કર્યું હતું.

    તેવામાં હવે ‘જમીયત ઉલેમા-એ-હિંદ’ના વડા મૌલાના અરશદ મહમૂદ મદનીના સમર્થનમાં ‘ઓલ ઇન્ડિયા ઈમામ એસોસિએશન’ના મૌલાના સાજીદ રાશીદીએ આપેલા આ વિવાદાસ્પદ નિવેદન બાદ ફરી એક વાર વિવાદ વકરે તેવી શક્યતાઓ નકારી શકાય નહિ.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં