Monday, May 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘સોમનાથમાંથી છોકરીઓને ગાયબ કરી દેવામાં આવતી હતી’ કહેનાર મૌલાના મુહમ્મદ સાજીદ રશીદી...

    ‘સોમનાથમાંથી છોકરીઓને ગાયબ કરી દેવામાં આવતી હતી’ કહેનાર મૌલાના મુહમ્મદ સાજીદ રશીદી વિરુદ્ધ છેવટે સોમનાથ ટ્રસ્ટ હરકતમાં આવ્યું

    મૌલાનાએ સોમનાથ અંગે એક ન્યુઝ સંસ્થાને આપેલા ઇન્ટરવ્યુમાં સોમનાથ પર ગઝની દ્વારા કરવામાં આવેલા આક્રમણને સાચું ઠેરવ્યું હતું. આ ઉપરાંત મૌલાના મુહમ્મદ સાજીદ રશીદીએ દાવો કર્યો હતો કે ગઝનીએ સોમનાથમાં ખરાબ કામો થતાં હોવાથી આક્રમણ કર્યું હતું.

    - Advertisement -

    ઓલ ઇન્ડિયા ઈમામ એસોસિએશનના સદર મૌલાના મુહમ્મદ સાજીદ રશીદી વિવાદાસ્પદ અને કોમવાદી નિવેદનો આપવા માટે જાણીતા છે. ગયા મહીને તેમણે કરોડો હિદુઓની આસ્થાના પ્રતિક એવા સોમનાથ મંદિર અંગે અભદ્ર ટીપ્પણી કરી હતી. હવે મુહમ્મદ સાજીદ રશીદી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

    સોમનાથ મંદિર અને પ્રભાસપાટણમાં આવેલાં તમામ મંદિરોનું સંચાલન કરતાં સોમનાથ ટ્રસ્ટે મુહમ્મદ સાજીદ રશીદી વિરુદ્ધ પ્રભાસપાટણ પોલીસ સ્ટેશનમાં આધિકારિક રીતે ફરિયાદ નોંધાવી છે. સોમનાથ ટ્રસ્ટ વતી ટ્રસ્ટનાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ વિધર્મી દ્વારા હિંદુ ધર્મની લાગણીને ધક્કો પહોંચાડવાના આરોપ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

    મૌલાનાએ સોમનાથ અંગે એક ન્યુઝ સંસ્થાને આપેલા ઇન્ટરવ્યુમાં સોમનાથ પર ગઝની દ્વારા કરવામાં આવેલા આક્રમણને સાચું ઠેરવ્યું હતું. આ ઉપરાંત મૌલાના મુહમ્મદ સાજીદ રશીદીએ દાવો કર્યો હતો કે ગઝનીએ સોમનાથમાં ખરાબ કામો થતાં હોવાથી આક્રમણ કર્યું હતું. તેમણે આગળ ઉમેર્યું હતું કે સોમનાથ મંદિરમાંથી છોકરીઓને તે સમયે ગાયબ કરી દેવામાં આવતી હોવાની માહિતી પોતાનાં ગુપ્તચરો દ્વારા મળ્યાં બાદ જ ગઝનીએ તેનાં પર આક્રમણ કર્યું હતું.

    - Advertisement -

    મૌલાનાની આ પ્રકારની અભદ્ર ટીપ્પણી બાદ તેમનાં વિરુદ્ધ સમગ્ર ગુજરાતના અને દેશનાં હિંદુ સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. આટલું જ નહીં પરંતુ ગુજરાતમાં આવેલાં તળાજામાં હિંદુઓએ ગયા મહિનાના અંતમાં તળાજા પોલીસ સ્ટેશને જઈને મૌલાના મુહમ્મદ સાજીદ રશીદી વિરુદ્ધ ફરિયાદ નોંધવાની માંગણી કરી હતી. પરંતુ પોલીસે તે બાબતે ઇનકાર કરી દેતાં આ તમામે સમગ્ર રાત્રી પોલીસ સ્ટેશનની સામે જ ધરણાં કર્યા હતાં.

    ત્યારબાદ ધરણાં કરનાર તમામને સમજાવીને આ મામલે પોલીસ ઘટતું કરશે તેની ખાતરી આપવામાં આવી હતી. તળાજાની ઘટના બાદ હવે લગભગ દસ દિવસે સોમનાથ ટ્રસ્ટ હરકતમાં આવ્યું છે અને તેણે મુહમ્મદ સાજીદ રશીદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદની પુષ્ટિ કરતાં પ્રભાસપાટણ પોલીસનાં એક અધિકારીએ કહ્યું છે કે મૌલાના મુહમ્મદ સાજીદ રશીદી વિરુદ્ધ ઇન્ડિયન પીનલ કોડની ધારા 153(A) તેમજ 295(A) અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે.

    મૌલાના મુહમ્મદ સાજીદ રાશીદી અગાઉ અયોધ્યામાં બનનાર ભવ્ય રામ મંદિર અંગે પણ આ જ પ્રકારે વિવાદિત ટીપ્પણી કરી ચુક્યા છે. સોમનાથ મામલે હવે પ્રભાસપાટણનાં પોલીસ ઇન્સ્પેક્ટર આગળ તપાસ કરશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં