Friday, February 7, 2025
More
    હોમપેજક્રાઈમબીવી એકલી વૉક પર ગઈ તો શોહરે તોડી નાખ્યા નિકાહ, ફોન પર...

    બીવી એકલી વૉક પર ગઈ તો શોહરે તોડી નાખ્યા નિકાહ, ફોન પર જ આપી દીધા ટ્રિપલ તલાક: મહારાષ્ટ્રના થાણેમાં નોંધાઈ FIR

    આરોપીએ મંગળવારે (10 ડિસેમ્બરે) તેની બીવીના અબ્બાને ફોન કર્યો અને ટ્રિપલ તલાક આપી દીધા હતા. તેણે કહ્યું હતું કે, તે તેના નિકાહ ટ્રિપલ તલાક આપીને તોડી રહ્યો છે કારણ કે, તેની બીવી એકલી વૉક પર જઈ રહી છે.

    - Advertisement -

    મહારાષ્ટ્રના થાણેમાંથી (Thane) ફોન પર ટ્રિપલ તલાક (Triple Talq) આપ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે પોલીસે આરોપી વિરુદ્ધ સુસંગત કલમો અંતર્ગત ગુનો દાખલ કરીને FIR નોંધી છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં જ ટ્રિપલ તલાક આપવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. તેમ છતાં ટ્રિપલ તલાકના ઘણા મામલા સામે આવતા હોય છે.

    આવી જ એક ઘટના મહારાષ્ટ્રના થાણે જિલ્લાના મુંબ્રા વિસ્તારમાં બની હતી. જેમાં એક મહિલાએ તેના શોહર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ મંગળવારે (10 ડિસેમ્બરે) તેની બીવીના અબ્બાને ફોન કર્યો અને ટ્રિપલ તલાક આપી દીધા હતા. તેણે કહ્યું હતું કે, તે તેના નિકાહ ટ્રિપલ તલાક આપીને તોડી રહ્યો છે કારણ કે, તેની બીવી એકલી વૉક પર જઈ રહી છે.

    આ મામલે આરોપીની પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મહિલાની ફરિયાદ પર પોલીસે તેના શોહર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની (BNS) કલમ 351(4) તથા મુસ્લિમ મહિલા અધિનિયમ અંતર્ગત FIR નોંધી હતી. પોલીસે જણાવ્યા અનુસાર, આ મામલે તપાસ ચાલી રહી છે. નોંધનીય છે કે, સરકારે ટ્રિપલ તલાક પર પ્રતિબંધ મૂક્યા બાદ પણ આવા કેસ આવી રહ્યા છે.

    - Advertisement -

    આ આગાઉ પણ સામે આવ્યા છે આવા કેસ

    આ આગાઉ પણ આવો જ એક મામલો યુપીના કાનપુરથી સામે આવ્યો હતો. જેમાં મુસ્લિમ મહિલાનો શોહર અને તેના સાસરિયા દહેજના મામલે મહિલાનું શોષણ કરતા હતા. આ ઉપરાંત મહિલાને પુત્રી જન્મી તો તેને ટ્રિપલ તલાક પણ આપી દીધાં હતા. તલાક આપ્યા બાદ પણ શોહરે તેની બીવીના બળજબરીપૂર્વક હલાલા કરાવવા તેની સાથે મારપીટ કરી હોવાનો મામલો સામે આવ્યો હતો.

    આ ઉપરાંત ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં એક શોહરે તેની બીવી પાસે દહેજની માંગ કરીને ટ્રિપલ તલાક આપી દીધા હતા. બાદમાં જયારે સમગ્ર મામલો પંચાયતમાં પહોંચ્યો ત્યારે શોહરે તેની બીવી સામે વિચિત્ર શરત મૂકી દીધી હતી. તેણે પંચાયતમાં શરત મૂકી કે જો તેની બીવી તેના નાના ભાઈ સાથે હલાલા કરશે તો જ તે તેની બીવીનો સ્વીકાર કરશે.

    ટ્રિપલ તલાક આપવા એ અપરાધ

    સુપ્રીમ કોર્ટના પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચે 22 ઑગસ્ટ 2017ના રોજ પોતાના નિર્ણયમાં 1400 વર્ષ જૂની ટ્રિપલ તલાકની પ્રથાને ગેરબંધારણીય જાહેર કરીને સરકારને કાયદો ઘડવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કેન્દ્ર સરકારે એક કાયદો બનાવીને ત્રણ વખત તલાક લખીને અથવા બોલીને નિકાહ સમાપ્ત કરવાને અપરાધ જાહેર કર્યો હતો. આ ગુના માટે વધુમાં વધુ ત્રણ વર્ષની જેલની જોગવાઈ પણ છે. જોકે, તેમ છતાં આવી ઘટનાઓ સામે આવતી હોય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં