Wednesday, December 4, 2024
More
    હોમપેજદુનિયાભાનુ બનીને અમેરિકામાં છુપાયેલા બાબા સિદ્દીકી મર્ડરના કેસના વોન્ટેડ અનમોલ બિશ્નોઈની અટકાયત:...

    ભાનુ બનીને અમેરિકામાં છુપાયેલા બાબા સિદ્દીકી મર્ડરના કેસના વોન્ટેડ અનમોલ બિશ્નોઈની અટકાયત: CBI દ્વારા ભારત લાવવાના પ્રયાસો, માથે છે ₹10 લાખનું ઇનામ

    અમેરિકી વિદેશ વિભાગના અધિકારીઓ અનમોલ બિશ્નોઈના મુદ્દે કંઈ કહેવા તૈયાર નથી. જ્યારે સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

    - Advertisement -

    બાબા સિદ્દીકી (Baba Siddique Murder) મર્ડરમાં સામેલ અનમોલ બિશ્નોઈ (Anmol Bishnoi) અમેરિકામાંથી ઝડપાયો છે. તે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો (Lawrence Bishnoi) નાનો ભાઈ છે. અનમોલ બાબા સિદ્દીકીની હત્યાનો મોસ્ટ વોન્ટેડ હતો. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ (NIA) તેના પર ₹10 લાખનું ઈનામ પણ જાહેર કરેલું હતું. જેની ગુરુવારે અમેરિકામાં (America) અટકાયત કરવામાં આવી હતી અને હવે તેને ભારતમાં લાવવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે અનમોલ બિશ્નોઈની ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI) દ્વારા ગુરુવારે (14 નવેમ્બર 2024) કેલિફોર્નિયાથી અટકાયત કરવામાં આવી હતી. જોકે, અમેરિકી વિદેશ વિભાગે આ મામલે કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. બીજી તરફ CBIએ તેનું પ્રત્યાર્પણ કરાવીને ભારત લાવવાના પ્રયાસો શરૂ કર્યા છે.

    અહેવાલો અનુસાર અનમોલ બિશ્નોઈ 15 મે 2022ના રોજ નકલી દસ્તાવેજોની મદદથી અમેરિકા ગયો હતો. તેણે ભાનુ નામથી નકલી પાસપોર્ટ બનાવડાવી રાખ્યો હતો. અમેરિકન એજન્સીઓને તેના દસ્તાવેજોમાં નકલી દસ્તાવેજ મળી આવ્યો અને અંતે તેનો પર્દાફાશ થયો. CBIએ (સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન) અનમોલ બિશ્નોઈને ભારત લાવવા માટે શુક્રવારે (15 નવેમ્બર 2024) FBI અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

    - Advertisement -

    અહેવાલો મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 45 મિનિટ સુધી ચાલેલી મીટિંગમાં CBIએ FBIને ભારતમાં અનમોલ બિશ્નોઈ વિરુદ્ધ નોંધાયેલા તમામ અપરાધિક કેસોના પુરાવા આપ્યા હતા. આ કેસોમાં બાબા સિદ્દીકી મર્ડર અને મુંબઈમાં જ બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર કરવામાં આવેલ ફાયરિંગની ઘટનાઓનો પણ સમાવેશ થાય છે.

    જોકે અમેરિકી વિદેશ વિભાગના અધિકારીઓ અનમોલ બિશ્નોઈના મુદ્દે કંઈ કહેવા તૈયાર નથી. જ્યારે સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

    NIAએ જાહેર કર્યું છે 10 લાખનું ઇનામ

    ઉલ્લેખનીય છે કે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ (NIA) પણ અનમોલ બિશ્નોઈ પર 10 લાખનું ઈનામ જાહેર કરેલ છે. આ પુરસ્કાર ઓક્ટોબર 2024માં જાહેર કરવામાં આવ્યો હતો. અનમોલ વર્ષ 2022માં NIA દ્વારા નોંધાયેલા 2 અલગ-અલગ કેસમાં વોન્ટેડ છે. આ કેસોમાં તેની સામે ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી. આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં રાજસ્થાન પોલીસે માહિતી આપી હતી કે અનમોલ બિશ્નોઈ વિરુદ્ધ કુલ 31 કેસ નોંધાયા છે. તેમાંથી 22 કેસ માત્ર રાજસ્થાનમાં નોંધાયેલા છે.

    6 ડિસેમ્બર 2022ના રોજ અનમોલ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પણ જારી કરવામાં આવી હતી. વર્ષ 2023 માં, અનમોલ અમેરિકાના કેલિફોર્નિયામાં એક લગ્ન સમારંભમાં જોવા મળ્યો હતો. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર અનમોલ બિશ્નોઈ જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈની ગેંગને કમાન્ડ કરે છે. આ એક ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ગેંગ છે જે માત્ર હત્યાઓ જ નથી કરતી પરંતુ આતંક મચાવીને ખંડણી વસુલવા સહિત પૈસાનો ઉચાપત મચાવે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં