Sunday, June 22, 2025
More
    હોમપેજક્રાઈમબળજબરીથી ખતના... હાથ પર છૂંદેલ ૐ પર એસિડ... આલ્ફિયા સાથે લગ્નની કુલદીપને...

    બળજબરીથી ખતના… હાથ પર છૂંદેલ ૐ પર એસિડ… આલ્ફિયા સાથે લગ્નની કુલદીપને ચૂકવવી પડી ભારે કિંમત: રાશિદ બન્યા બાદ પણ મુસ્લિમ સાસરિયાઓ આપી રહ્યા છે ત્રાસ, પત્ની-બાળકથી પણ રાખી રહ્યા છે દૂર

    મૌલવી પાસે લઈ જઈને તેનું ઇસ્લામમાં ધર્માંતરણ કરાવવામાં આવ્યું હતું. આ સિવાય તેનું નામ બદલીને કુલદીપમાંથી રાશિદ કરી નાખવામાં આવ્યું. ત્યારપછી તેના આલ્ફિયા સાથે નિકાહ કરાવવામાં આવ્યા અને તેની સુન્નત પણ કરાવવામાં આવી.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં (Fatehpur, Uttar Pradesh) કુલદીપ નામક હિંદુ યુવકનો કરુણ કેસ સામે આવ્યો છે. માહિતી અનુસાર કુલદીપને આલ્ફિયા નામક મુસ્લિમ યુવતી સાથે પ્રેમ થયા બાદ તેની મુશ્કેલીઓની શરૂઆત થઈ હતી. જ્યારે કુલદીપના પરિવારે તેના સંબંધનો અસ્વીકાર કર્યો ત્યારે તેણે ભાગીને સાથે લગ્ન કરી લીધા. થોડા સમય પછી, તેના સાસરિયાઓએ તેના પર ધર્મ પરિવર્તન (Islamic Conversion) માટે દબાણ કરવાનું શરૂ કર્યું. આલ્ફિયાના પ્રેમમાં પડીને, તેણે સુન્નત (Khatna) પણ કરાવી, તેમ છતાં તેના સાસરિયા તેની પત્ની આલ્ફિયાને પોતાની સાથે લઈ ગયા. કુલદીપે આ બાબતે પોલીસમાં ફરિયાદ કરી છે.

    અહેવાલ મુજબ ફતેહપુરના અબુનગરમાં રહેતા કુલદીપને સૈયદવાડા વિસ્તારમાં રહેતી આલ્ફિયા સાથે પ્રેમ થયો. બંનેના લગ્ન 6 એપ્રિલ 2023ના રોજ થયા હતા. તેમના લગ્ન તેના પરિવારને સ્વીકાર ન હોવાથી તે તેના પરિવારથી દૂર આલ્ફિયા સાથે મુસેપુરમાં રહેવા લાગ્યો. ત્યારપછી, આલ્ફિયાના પરિવાર અને કેટલાક સંબંધીઓએ મળીને તેને હિંદુ ધર્મ છોડીને મુસ્લિમ ધર્મ અપનાવવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું.

    મૌલવી પાસે લઈ જઈ બનાવ્યો મુસ્લિમ

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગ્નના થોડા દિવસો પછી, સાસુ ફરીદાએ કુલદીપને સુન્નત કરાવવા કહ્યું. આલ્ફિયાના પ્રેમમાં પાગલ થઈને, કુલદીપે પણ સુન્નત કરાવી નાખી. ત્યારપછી તેને નામ બદલવા પણ દબાણ કરવામાં આવ્યું હતું. કુલદીપે નોંધાવેલી ફરિયાદ અનુસાર આલ્ફિયાના ઘરના કેટલાક લોકો તેને બળજબરીથી મૌલવી પાસે લઈ ગયા.

    - Advertisement -

    મૌલવી પાસે લઈ જઈને તેનું ઇસ્લામમાં ધર્માંતરણ કરાવવામાં આવ્યું હતું. આ સિવાય તેનું નામ બદલીને કુલદીપમાંથી રાશિદ કરી નાખવામાં આવ્યું. ત્યારપછી તેના આલ્ફિયા સાથે નિકાહ કરાવવામાં આવ્યા અને તેની સુન્નત પણ કરાવવામાં આવી. કુલદીપે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તેના હાથ પર ૐનું ટેટૂ હતું, તેના પર એસિડ નાખીને તેને ભૂંસી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

    આ દરમિયાન, 2 એપ્રિલ 2025ના રોજ, આલ્ફિયાએ એક બાળકને જન્મ આપ્યો હતો. આલ્ફિયાના પરિવારના સભ્યો તેને જોવા માટે હોસ્પિટલમાં આવ્યા. આલ્ફિયાની અમ્મી થોડા દિવસ માટે આલ્ફિયાને તેના ઘરે લઈ ગઈ અને ત્યારથી કુલદીપને તેની બીવી કે બાળકને મળવા દેવામાં આવતો નહીં. જ્યારે કુલદીપને ખબર પડી કે તેના બાળકને પણ મુસ્લિમ બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ રહી છે ત્યારે તેણે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

    પોલીસ ફરિયાદમાં તેણે હિંદુ રહેવાનો ઉલ્લેખ કર્યો છે.આ બાબતની માહિતી મળતાં, હિંદુ સંગઠનોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. જોકે, સંગઠનોએ પીડિતને ટેકો આપવાની જાહેરાત કરી છે. અહેવાલો અનુસાર હિંદુ નેતા ધર્મેન્દ્ર સિંઘે કહ્યું છે કે આ એક સુનિયોજિત કાવતરું છે. હિંદુ સંગઠનો આ અંગે કુલદીપની સાથે ઉભા રહેશે. પોલીસે આ મામલાની નોંધ લીધી છે અને તપાસ કરી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પીડિતાના નિવેદનના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં