Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'ઇમરાન હાશ્મીની ફિલ્મમાં કામ આપવાનું વચન આપ્યું હતું, ફોન પર અશ્લીલ વાત...

    ‘ઇમરાન હાશ્મીની ફિલ્મમાં કામ આપવાનું વચન આપ્યું હતું, ફોન પર અશ્લીલ વાત કરી હતી’: હવે યૌન શોષણ કેસમાં KRKની ધરપકડ, પીડિતાએ કહ્યું- જ્યુસ પીવડાવી કર્યું શારીરિક શોષણ

    પીડિતાએ પોલીસને જણાવ્યું છે કે, વર્ષ 2017માં જ કેઆરકેએ કહ્યું હતું કે તે તેને ઈમરાન હાશ્મી અભિનીત કેપ્ટન નવાબ નામની ફિલ્મમાં લીડ રોલ આપશે અને ફોન પર અશ્લીલ વાત કરી હતી.

    - Advertisement -

    કમાલ રાશિદ ખાન ઉર્ફે કેઆરકેની મુસીબતો ઓછી થવાનું નામ નથી લઈ રહી. ઋષિ કપૂર અને ઈરફાન ખાન પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ KRK પહેલેથી જ 30 ઓગસ્ટથી ન્યાયિક કસ્ટડીમાં હતો. અને હવે, મુંબઈની વર્સોવા પોલીસે એક અભિનેત્રીની છેડતીના આરોપમાં તેની અટકાયત કરી છે.

    આ મામલામાં 27 વર્ષીય પીડિતાએ પોલીસને ફરિયાદ કરી હતી કે તે 2017માં મુંબઈ આવી હતી જ્યાં તે કેઆરકેને હાઉસ પાર્ટીમાં મળી હતી. આ મીટિંગમાં કેઆરકેએ પોતાને નિર્માતા નિર્દેશક તરીકે ઓળખાવ્યો હતો ત્યારબાદ બંને વચ્ચે ફોન નંબરની આપ-લે થઈ હતી.

    પીડિતાએ પોલીસને જણાવ્યું છે કે, વર્ષ 2017માં જ કેઆરકેએ કહ્યું હતું કે તે તેને ઈમરાન હાશ્મી અભિનીત કેપ્ટન નવાબ નામની ફિલ્મમાં લીડ રોલ આપશે અને ફોન પર અશ્લીલ વાત કરી હતી. આગળની વાત કરતા યુવતીએ KRK પર છેડતીના આરોપમાં ફરિયાદ કરી હતી.

    - Advertisement -

    નારંગીનો રસ પીવડાવી ઉઠાવ્યો ફાયદો

    અભિનેત્રીએ KRK પર આરોપ લગાવતા કહ્યું કે, જાન્યુઆરી 2019માં KRKએ તેને તેના બર્થડે માટે તેના બંગલામાં બોલાવી હતી. જો કે તે દિવસે તે કેઆરકેના ઘરે ગઈ ન હતી. પરંતુ તે બીજા દિવસે સાંજે 7 વાગ્યાની આસપાસ કમાલ આર ખાન (KRK)ના બંગલે ગઈ હતી. તે દિવસે ખૂબ ગરમી હતી, તેથી તે તેને બંગલાના પહેલા માળે એક રૂમમાં લઈ ગયો હતો.

    પીડિત અભિનેત્રીએ વધુમાં કહ્યું કે કેઆરકએ તેને વોડકા લેવા કહ્યું પરંતુ તેણે ના પાડી હતી. ત્યારબાદ KRKએ તેને ઓરેન્જ જ્યુસ પીવડાવ્યો જે તેણે પીધો હતો. અભિનેત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, “મેં નારંગીનો રસ પીતાની સાથે જ મને ચક્કર આવવા લાગ્યા હતા. આ પછી ખાને તેની સાથે સેક્સ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે તે ખૂબ જ ડરી ગઈ હતી અને ત્યાંથી ચાલી ગઈ હતી.”

    પીડિતાએ જણાવ્યું કે તેણે આ સમગ્ર ઘટના વિશે તેના મિત્રને ફોન કર્યો હતો. મિત્રે કહ્યું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં KRKનો ઘણો દબદબો છે, તેથી તેના વિશે ફરિયાદ કરવાથી તેની કારકિર્દી પર અસર થઈ શકે છે.

    પીડિતાનું કહેવું છે કે, વર્ષ 2021માં તેણે પોતાની આપવીતી અન્ય મિત્રને જણાવી, આ મિત્રએ તેને પોલીસ ફરિયાદ કરવાની સલાહ આપી. જે પછી તેણે વર્સોવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને ભારતીય દંડ સંહિતાની કલમ 354A (યૌન ઉત્પીડન) અને 509 હેઠળ કમાલ આર ખાન વિરુદ્ધ FIR નોંધાવી હતી.

    આ કેસમાં શનિવારે (3 સપ્ટેમ્બર) વર્સોવા પોલીસે કેઆરકેને જેલમાંથી જ કસ્ટડીમાં લીધો હતો. ત્યારબાદ તેને રવિવારે (4 સપ્ટેમ્બર) બાંદ્રાની મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાંથી કોર્ટે કેઆરકેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે.

    KRK પહેલાથી જ ન્યાયિક કસ્ટડીમાં હતો

    નોંધનીય છે કે આ પહેલા કમાલ રાશિદ ખાન ઉર્ફે કેઆરકેની 30 ઓગસ્ટે એક વિવાદાસ્પદ ટ્વીટ કરવા બદલ મુંબઈમાં ધરપકડ કરવામાં આવી હતી. વાસ્તવમાં, વર્ષ 2020 માં, કેઆરકેએ ઋષિ કપૂર અને ઇરફાન ખાન જેવા દિવંગત કલાકારો પર વિવાદાસ્પદ ટ્વીટ કર્યા હતા. આ પછી, તેની વિરુદ્ધ મલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ જ કેસમાં પોલીસે કેઆરકેની પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં