Tuesday, January 14, 2025
More
    હોમપેજગુજરાતખેડબ્રહ્માના 11 પરિવારોએ કરી ઘર વાપસી: 4 વર્ષ પહેલાં દવા અને પૈસાની...

    ખેડબ્રહ્માના 11 પરિવારોએ કરી ઘર વાપસી: 4 વર્ષ પહેલાં દવા અને પૈસાની લાલચમાં બન્યા હતા ખ્રિસ્તી, વિશ્વ હિંદુ પરિષદે કર્યું વિધિવત આયોજન; 4 પરિવારોની સમજાવટ ચાલુ

    વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના ખેડબ્રહ્મા જિલ્લામાં ધર્મ પ્રસાર આયામ અંતર્ગત સ્વામી શ્રદ્ધાનંદની પુણ્યતિથિ નિમિત્તે બહેડીયામાં આવેલ સ્વામીનારાયણ મંદિર ખાતે સ્વધર્મમાં પરત ફરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

    - Advertisement -

    ગુજરાતમાં (Gujarat) પાછલાં કેટલાક સમયથી ખ્રિસ્તી મિશનરીઓ (Christian Missionary) દ્વારા કરાવવામાં આવતા ધર્માંતરણનું પ્રમાણ વધી રહ્યું છે. આ મિશનરીઓ મોટાભાગે અંતરિયાળ વિસ્તારના લોકોને નિશાનો બનાવીને દવા, બીમારી વગેરે દૂર કરવાની લાલચ આપીને ધર્માંતરણ કરાવતી હોય છે. ત્યારે આવી જ ઘટનાના પગલે ખિસ્તી ધર્મમાં ધર્માંતરણ (Conversion) કરનારા 11 પરિવારોની સમજાવટ બાદ ઘર વાપસી (Ghar Wapsi) કરાવવામાં આવી હતી. ગુજરાતના ખેડબ્રહ્મા ખાતે (Khedbrahma) આવેલ પઢારામાં ખ્રિસ્તી ધર્મ અપનાવી ચૂકેલ પરિવારો ફરીથી હિંદુ (Hindu) ધર્મમાં પરત ફર્યા હતા.

    અહેવાલ અનુસાર ખેડબ્રહ્મા ખાતે પઢારામાં 4 વર્ષ પહેલાં 11 પરિવારોએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો. તેમને દવા અને પૈસાની લાલચ આપીને ખ્રિસ્તી બનાવવામાં આવ્યા હતા. ત્યારે આ અંગે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ આ પરિવારોની સમજાવટ કરીને તેમને ફરીથી હિંદુ ધર્મમાં ઘર વાપસી કરાવી હતી.

    ધર્માંતરણ કરી ગયેલ લોકોએ જણાવ્યું હતું કે તેમને દવા અને પૈસાની લાલચ આપીને ખ્રિસ્તી બનાવવામાં આવ્યા હતા. પરંતુ તેમને વાસ્તવિકતા સમજાતા અને હિંદુ સંગઠનોની સમજાવટ પછી તેમણે ફરીથી હિંદુ ધર્મમાં ઘર વાપસી કરી હતી. વિશ્વ હિંદુ પરિષદે જણાવ્યા અનુસાર હજી 4 પરિવારોની સમજાવટ ચાલુ છે જે સંભવતઃ ફરીથી હિંદુ ધર્મ અપનાવશે.

    - Advertisement -

    11 પરિવારોએ હિંદુ ધર્મમાં કરી ઘર વાપસી, 4ની સમજાવટ ચાલુ

    વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના ખેડબ્રહ્મા જિલ્લામાં ધર્મ પ્રસાર આયામ અંતર્ગત સ્વામી શ્રદ્ધાનંદની પુણ્યતિથિ નિમિત્તે બહેડીયામાં આવેલ સ્વામીનારાયણ મંદિર ખાતે સ્વધર્મમાં પરત ફરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 11 પરિવારો હિંદુ ધર્મમાં પરત ફર્યા હતા. નોંધનીય છે કે આ પરિવારો 4 વર્ષ પહેલા ખ્રિસ્તી મિશનરીના સંપર્કમાં આવીને ખ્રિસ્તી બન્યા હતા.

    વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઘણા સમયથી આવા ખ્રિસ્તી બનેલ પરિવારોની સમજાવટ કરવામાં આવી રહી હતી. તેઓ અંતરિયાળ વિસ્તારમાં ભજન વગેરે કરીને આ પરિવારોને સમજાવતા હતા. તથા હિંદુ ધર્મ અંગે માહિતી આપતા હતા. વિશ્વ હિંદુ પરિષદ દ્વારા હજી 4 પરિવારો જે ખ્રિસ્તી બની ગયા હતા તેમની સમજાવટ ચાલી રહી છે.

    દાહોદમાં 25 લોકોએ કરી ઘર વાપસી

    આ પહેલાં ગત અઠવાડિયે જ ગુજરાતના દાહોદ ખાતે 4 પરિવારોના 25 લોકોએ હિંદુ ધર્મમાં ઘર વાપસી કરી હતી. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામમાં 4 પરિવારોમાં સતત નાની મોટી બીમારી ચાલુ રહેતી હતી. ત્યારે બીમારીમાંથી સાજા થવા માટે આ પરિવારના સભ્યોએ હિંદુ ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો. આ પરિવારોમાંથી એક પરિવારનો સભ્ય અસ્થિર મગજનો હતો. તેથી તેને સાજો કરવા માટે થઈને તેમણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો. ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પારગી તેમજ આસપાસના મંદિરોના પૂજારીઓની સમજાવટથી આ પરિવારોને ફરીથી હિંદુ ધર્મમાં લાવવામાં સફળતા મળી હતી.   

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં