Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'અલ-તકિયા' અને હિંસાની એક સમાન પેટર્ન: કન્હૈયાલાલની હત્યા કરવા ઇસ્લામીઓ ‘ગ્રાહકો’ બન્યા,...

    ‘અલ-તકિયા’ અને હિંસાની એક સમાન પેટર્ન: કન્હૈયાલાલની હત્યા કરવા ઇસ્લામીઓ ‘ગ્રાહકો’ બન્યા, કમલેશ તિવારીની મિત્ર બનીને હત્યા કરાઈ હતી

    બંને કેસોમાં જોવા મળ્યું કે કઈ રીતે ઇસ્લામીઓ છળકપટ કરીને (ગ્રાહક બનીને કે હિંદુત્વ નેતાની નજીક આવવા ફેસબુક પર હિંદુ પ્રોફાઈલ બનાવીને) પીડિતોની નજીક આવ્યા અને પછી તેમની હત્યા કરી નાંખી.

    - Advertisement -

    ગત 28 જૂનના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં કથિત રીતે ભારતીય જનતા પાર્ટીનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ મૂકવા બદલ હિંદુ વ્યક્તિ કન્હૈયાલાલ તેલીની હત્યા કરી નાંખવામાં આવી હતી. હત્યારાઓએ હત્યાનો વિડીયો બનાવીને તેને સોશિયલ મીડિયા પર પણ ફરતો કર્યો હતો. જેમાં હત્યારાઓ કન્હૈયાલાલની હત્યા કરવાનું કારણ જણાવતા કહે છે કે તેણે પયગંબર મોહમ્મદનું અપમાન કર્યું હતું. નોંધનીય છે કે આ જ રીતે ‘ઇશનિંદા’ના આરોપસર 2019માં કમલેશ તિવારી નામના એક હિંદુત્વ નેતાની હત્યા કરી નાંખવામાં આવી હતી.

    વ્યવસાયે દરજી કન્હૈયાલાલની તેમની દુકાનમાં ઘૂસીને હત્યા કરવામાં આવી હતી. હત્યારાઓ ગ્રાહક બનીને દુકાનમાં ઘૂસ્યા હતા અને પછી હત્યાને અંજામ આપ્યો હતો. નોંધવું જોઈએ કે ઓક્ટોબર 2019 માં હિંદુત્વ નેતા કમલેશ તિવારીની પણ ઇસ્લામીઓએ ‘ઇશનિંદા’ના આરોપસર હત્યા કરી નાંખી હતી. તેમને હત્યા પહેલાં ઘણા પણ ઘણી ધમકીઓ મળી હતી અને આ માટે તેમણે પોલીસ સમક્ષ રક્ષણ પણ માગ્યું હતું. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, મુખ્ય આરોપીઓ પૈકીના એક અશફાકે તિવારીના મિત્ર બનવા માટે ‘રોહિત સોલંકી’ નામથી એક ફેક ફેસબુક પ્રોફાઈલ બનાવી હતી. 

    કમલેશ તિવારી સાથે વાતચીત કરવા માટે અશફાક ફેક આઈડીનો ઉપયોગ કરતો હતો. હત્યા પહેલાં પણ અશફાક અને કમલેશ તિવારી વચ્ચે ફોન પર વાત થઇ હતી અને જેમાં અશફાકે તિવારીને કહ્યું હતું કે, તે તેમના હિંદુ સંગઠનમાં જોડાવા માંગે છે. આ વાતચીત બાદ અશફાક અને કમલેશ તિવારી વચ્ચે મુલાકાત નક્કી થઇ હતી. 

    - Advertisement -

    બંને વચ્ચે મળવાનું નક્કી થયા બાદ અશફાક કમલેશ તિવારીની ઑફિસે પહોંચ્યો હતો અને લગભગ અડધો કલાક ચર્ચા કરી હતી. જે બાદ તેણે તિવારી ઉપર હુમલો કરી દીધો હતો. દરમ્યાન, ઇસ્લામીઓ ભગવા રંગનાં કપડાં પહેરીને આવ્યા હતા જેથી તેમના પૂર્વનિયોજિત કાવતરાનો ભેદ ન ખુલે અને આ હત્યા એક આંતરિક ઝઘડાના રૂપમાં બતાવી શકાય.

    તકિયા શું છે અને ઇસ્લામીઓ કઈ રીતે તેનો ઉપયોગ કરે છે?

    અલ-તકિયા કે તકિયા એ ઇસ્લામિક ગ્રંથ કુરાનની એક પરિભાષા છે. જે ‘ઇત્તકુ’ શબ્દ પરથી બન્યો છે. જેનો અર્થ થાય છે કે અત્યાચાર થતો હોય ત્યારે ચાલાકી કરીને ‘ઇસ્લામના દુશ્મન’ને ગુમરાહ કરવો કે ભ્રમ પેદા કરવો. પરંતુ આજના સમયમાં ઇસ્લામીઓ દ્વારા તેનો ઉપયોગ કાફિરોને છેતરીને પીઠમાં છરો ભોંકવા કે ગળું કાપી નાંખવા માટે કરવામાં આવી રહ્યો છે. 

    ઉપરના બંને કેસોમાં જોવા મળ્યું કે કઈ રીતે ઇસ્લામીઓ છળકપટ કરીને (ગ્રાહક બનીને કે હિંદુત્વ નેતાની નજીક આવવા ફેસબુક પર હિંદુ પ્રોફાઈલ બનાવીને) પીડિતોની નજીક આવ્યા અને પછી તેમની હત્યા કરી નાંખી. વાસ્તવમાં, ડિસેમ્બર 2019માં શરૂ થયેલા અને પછી ફેબ્રુઆરી 2020 માં હિંદુ વિરોધી રમખાણોમાં પરિવર્તિત થયેલા સીએએ વિરોધી આંદોલન દરમિયાન ધ વાયરનાં ‘પત્રકાર’ અને ઇસ્લામનો બચાવ કરનાર આરીફ ખાનમ શેરવાનીએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટીમાં આયોજિત એક સભામાં કહ્યું હતું કે, ‘પ્રદર્શનકારીઓએ’ તેમની રણનીતિ બદલવી પડશે અને ‘મુસ્લિમ’ તરીકે નહીં પરંતુ એક ‘સમાવેશક’ તરીકે દેખાવાનું શરૂ કરવું પડશે.

    તેમણે કહ્યું હતું, “તમે કલમા પઢો, ઈબાદત કરો, બંધારણ તમને આમ કરવાની સ્વતંત્રતા આપે છે. પરંતુ જ્યારે તમે જાહેરમાં આવો ત્યારે આમ તો મુસ્લિમ છો પરંતુ થોડા સમય માટે ધાર્મિક નારાબાજીથી દૂર રહો. ઘરે જઈને ઈબાદત કરો, પરંતુ તમે જ્યારે મુસ્લિમ તરીકે વિરોધ કરો છો, મુસ્લિમ દેખાવા માંગો છો કે મુસ્લિમની જેમ બોલો છો, ધાર્મિક સૂત્રોચ્ચાર કરો છો ત્યારે તમે લડાઈ હારી જાવ છો. આપણે વિચારધારા સાથે સમાધાન કરવાનું નથી પરંતુ રણનીતિ બદલવાની છે.”

    આમાંથી કોઈ પણ વ્યક્તિએ પોતાની ઓળખ છુપાવવાની કે અન્ય વ્યક્તિ હોવાનો દેખાડો કરવાની જરૂર ન હતી પરંતુ કમલેશ તિવારી અને કન્હૈયાલાલ હત્યા કેસના હત્યારાઓએ તેમ કર્યું કારણ કે તેનાથી તેમના અલ્લાહના નામ પર પીડિતોની હત્યા કરવાના અને જન્નત મેળવવાના ઈરાદાને પ્રોત્સાહન મળતું હતું. ‘જન્નત’ એક પૌરાણિક સ્વર્ગ છે અને માન્યતા છે કે ‘ધાર્મિક’ મુસ્લિમો મૃત્યુ પછી જન્નતમાં જાય છે. અને ઇસ્લામીઓ માને છે કે પયગંબર મોહમ્મદની ટીકા કરનારનો શિરચ્છેદ કરવાથી તેઓ ‘ધાર્મિક’ બની જશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં