Wednesday, April 16, 2025
More
    હોમપેજગુજરાત'તમારા દેવી-દેવતાઓ કરતાં અમારા યેશુ મોટા'- ઈસાઈયતમાંથી સનાતનમાં ઘરવાપસી કરનારા દક્ષિણ ગુજરાતના...

    ‘તમારા દેવી-દેવતાઓ કરતાં અમારા યેશુ મોટા’- ઈસાઈયતમાંથી સનાતનમાં ઘરવાપસી કરનારા દક્ષિણ ગુજરાતના આદિવાસીઓનો ઘટસ્ફોટ: સરકારી શાળામાં ચર્ચ, ક્લાસમાં ઠેરઠેર ઈસુ ખ્રિસ્તના ફોટા અને બીજું ઘણું

    ભાજપના ધારાસભ્ય મોહન કોંકણીના હરિપુરા ગામની પણ મુલાકાત લીધી હતી. ત્યાં જાણવા મળ્યું હતું કે, અહીંની સરકારી શાળાના પરિસરમાં જ એક ચર્ચ ઊભું કરી દેવાયું છે અને ત્યાં પ્રેયર પણ થતી રહે છે. આ ઉપરાંત શાળામાં અનેક જગ્યાએ ઈસુ ખ્રિસ્તના ફોટા પણ લગાવવામાં આવ્યા છે.

    - Advertisement -

    દક્ષિણ ગુજરાત (South Gujarat) થઈ રહેલા ખ્રિસ્તી ધર્માંતરણની (Christian conversion) ચર્ચાઓ હાલ ગુજરાતભરમાં થઈ રહી છે. મોરારી બાપુએ વ્યાસપીઠ પરથી આપેલા નિવેદન બાદ ખ્રિસ્તી ધર્માંતરણનો આખો ખેલ વધુ લોકો સુધી પહોંચ્યો છે. તેવામાં હવે ખ્રિસ્તી પંથમાંથી સનાતનમાં ઘરવાપસી કરેલા દક્ષિણ ગુજરાતના આદિવાસીઓએ અનેક ઘટસ્ફોટ કર્યા છે. દક્ષિણ ગુજરાતમાં કઈ રીતે ધર્માંતરણ થઈ રહ્યું છે, એક જિલ્લાની આખી ડેમોગ્રાફી કઈ રીતે બદલાઈ ગઈ તે વિશે પણ તેમણે વાતો કરી છે.

    દિવ્ય ભાસ્કરના ગ્રાઉન્ડ રિપોર્ટ અનુસાર, પૂનિયાભાઈ નામના એક ઘરવાપસી કરેલા આદિવાસી વ્યક્તિએ જણાવ્યું હતું કે, “તેમણે (ખ્રિસ્તી મિશનરીઓ) મને કહ્યું હતું કે, તમારે પૂજાપાઠ ન કરવા જોઈએ. હિંદુ દેવી-દેવતા કરતાં ઈસુ મોટા છે. એ લોકો મુંબઈ અને બીજા ચર્ચમાંથી સાડીઓ સહિતની વસ્તુઓ ગરીબોમાં વહેંચતા અને મહિલાઓને ખાસ પકડવાનું કહેતા. તેઓ કહેતા કે ખાસ કરીને મહિલાઓને પકડજો. આપણાં ખ્રિસ્તી ધર્મમાં મહિલાઓની સંખ્યા વધવી જોઈએ.”

    આ સાથે જ તેમણે ત્યાંના સ્થાનિક ધારાસભ્ય પર પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, તેમના ધારાસભ્ય પણ ખ્રિસ્તીઓનું સમર્થન કરે છે અને મોટા-મોટા ચર્ચ બનાવડાવે છે. તેમણે હતાશા સાથે કહ્યું કે, આવુંને આવું ચાલતું રહેશે તો એક દિવસ આ આખો વિસ્તાર ખ્રિસ્તી બની જશે. પુનિયાભાઈ હિંદુમાંથી ખ્રિસ્તી થયા હતા અને પ્રચારકનું કામ કરતાં હતા. જોકે, ફરી તેમણે સનાતનમાં ઘરવાપસી કરી લીધી છે. પ્રચારકના કામ દરમિયાન તેમણે મિશનરીઓના કામોને ખૂબ ઊંડાણપૂર્વક જોયા હતા.

    - Advertisement -

    અહેવાલ અનુસાર, તેમણે કહ્યું કે, તેમના વિસ્તારના ગામોના 75-80 ટકા લોકો ખ્રિસ્તી બની ગયા છે. કેટલાક ગામોમાં તો 2-5 પરિવારો જ હિંદુ બચ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. તેમણે પોતાની વાત કરતા કહ્યું કે, તમિલનાડુથી એક પાસ્ટર તેમના ઘરે આવ્યા હતા. આ સાથે તેમણે એવું પણ જણાવ્યું હતું કે, તેમને ખ્રિસ્તી બનાવ્યા બાદ દર મહિને 2 હજાર રૂપિયા આપવામાં આવતા હતા અને તે સમયે રકમ વધુ ગણાતી હતી. વધુમાં તેમણે કહ્યું કે, મહિને 1-2 પરિવારને ખ્રિસ્તી બનાવવાનો ટાર્ગેટ પણ આપવામાં આવતો હતો.

    સરકારી શાળામાં ચર્ચ, ઠેરઠેર ઈસુ ખ્રિસ્તના ફોટા..

    ભાસ્કરના અન્ય એક અહેવાલ અનુસાર, તાપી જિલ્લામાં ખ્રિસ્તી વટાળ પ્રવૃત્તિએ ભારે વેગ પકડ્યો છે. એક દાવા અનુસાર, આખા જિલ્લાની ડેમોગ્રાફી બદલાઈ ગઈ છે. તાપી જિલ્લામાં 70%થી વધુ હિંદુઓ ખ્રિસ્તી બની ગયા છે. ભાસ્કરની પત્રકારોની ટીમે વ્યારા અને ઉચ્છલ તાલુકાની શાળાઓની પણ મુલાકાત લીધી હતી. જ્યાં તેમને ઈસુ ખ્રિસ્તની તસવીરો જોવા મળી હતી. શાળાઓમાં એકપણ જગ્યાએ માતા સરસ્વતી કે હિંદુ દેવી-દેવતાઓની તસવીરો નહોતી. આ સાથે જ શાળાઓમાં ઇંગ્લિશ અને ગુજરાતી મોડીફાય પ્રાર્થનાઓ થતી હોવાનું પણ સામે આવ્યું હતું.

    વધુમાં ટીમે ભાજપના ધારાસભ્ય મોહન કોંકણીના હરિપુરા ગામની પણ મુલાકાત લીધી હતી. ત્યાં જાણવા મળ્યું હતું કે, અહીંની સરકારી શાળાના પરિસરમાં જ એક ચર્ચ ઊભું કરી દેવાયું છે અને ત્યાં પ્રેયર પણ થતી રહે છે. આ ઉપરાંત શાળામાં અનેક જગ્યાએ ઈસુ ખ્રિસ્તના ફોટા પણ લગાવવામાં આવ્યા છે. તે સિવાય અનેક સરકારી શાળાઓમાં પણ આવી પ્રવૃત્તિ થતી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

    નોંધ- તાપીમાં ખ્રિસ્તી ધર્માંતરણની જાળ કેવી રીતે ફેલાયેલી છે અને ભાજપના ધારાસભ્ય મોહન કોંકણી પર કેવા-કેવા આરોપો છે તે વિશે ઑપઇન્ડિયાએ એક વિસ્તૃત ગ્રાઉન્ડ રિપોર્ટ પણ પ્રકાશિત કર્યો હતો. જે અહીં ક્લિક કરીને વાંચી શકાશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં