Friday, October 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનર્મદા જિલ્લાના સાગબારામાં નૂપુર શર્માના સમર્થનમાં ફેસબુક પર પોસ્ટ મૂકવા બદલ યુવકના...

    નર્મદા જિલ્લાના સાગબારામાં નૂપુર શર્માના સમર્થનમાં ફેસબુક પર પોસ્ટ મૂકવા બદલ યુવકના ઘરમાં ઘૂસીને સલમાન, ઈદરીશ સહિત ઇસ્લામવાદી ટોળાંનો હુમલો

    નર્મદા જીલ્લાના સાગબારામાં એક યુવકે સોશિયલ મિડિયા પર નુપુર શર્માનું સમર્થન કરતા આસપાસ રહેતા ઇસ્લામીઓએ તેના ઘરે જઈને તેના પર હુમલો કર્યો હતો અને તેને માર માર્યો હતો. પોલીસે આ બાબતે કાર્યવાહી આગળ કરી છે.

    - Advertisement -

    ગયા શુક્રવારથી દેશભરમાં નૂપુર શર્માના વિરોધ કરવાના નામે ઇસ્લામવાદીઓ દ્વારા આતંક ફેલાવવાની અનેક ઘટનાઓ સામે આવી છે. એ સાથે હવે લોકો ખુલીને નૂપુર શર્માના સમર્થનમાં પણ આવી રહ્યા છે. પરંતુ સાગબારામાં એક યુવક પર નૂપુર શર્માનું સમર્થન કરવા બદલ તેના ઘરમાં ઘૂસીને ઇસ્લામવાદીઓએ હુમલો કર્યો હતો.

    પ્રેમ વસાવા દ્વારા ફેસબુક પર કરાયેલ પોસ્ટ

    નર્મદા જિલ્લાના સાગબારા ગામમાં રહેતા પ્રેમ વસાવા નામના એક હિન્દુ યુવાને 6 જૂનના દિવસે ફેસબુક પર નૂપુર શર્માનું સમર્થન કરતી પોસ્ટ #ISupportNupurSharma સાથે મૂકી હતી. જે બાદ ગઇકાલે એટ્લે 12 જૂનના દિવસે ઇસ્લામવાદીઓ દ્વારા એમના ઘરમાં ઘૂસીને હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ એમને ઇજા પહોચતા હોસ્પીટલમાં દાખલ થવું પડ્યું હતું. જ્યાર બાદ મોડી રાતે તેમણે સાગબારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

    ઑપઇન્ડિયા સાથે એક્સક્લુઝિવ વાતચીત દરમિયાન ફરિયાદી પ્રેમ વસાવાએ જણાવ્યુ હતું કે જ્યારથી પૂર્વ ભાજપ પ્રવક્તા નૂપુર શર્માની કથિત ઈશનિંદાનો વિવાદ શરૂ થયો છે ત્યારબાદ દેશ અને વિદેશના ઇસ્લામવાદીઓ દ્વારા તેમને જાનથી મારવાની અને સર કલમ કરવાની ધમકીઓ મળતી હતી. જેથી તેઓ ખૂબ વ્યથિત હતા કે ભાજપે એમની વિરુદ્ધ કાર્યવાહી કરીને એમને સસ્પેન્ડ કર્યા અને ભારતનું ન્યાયતંત્ર પણ નૂપુર પર લાગેલ આરોપોની તપાસ કરી રહ્યું છે તો ઇસ્લામવાદીઓ કેમ આ રીતે એમને હેરાન કરે છે.

    - Advertisement -

    “નૂપુર શર્માને જે રીતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ધમકીઓ મળી રહી હતી તે યોગ્ય નહોતી આથી હું આ કઠિન ઘડીમાં એમની સાથે ઊભો રહેવા માંગતો હતો એટ્લે મે ફેસબુક પર એમના સપોર્ટમાં પોસ્ટ મૂકી હતી. પરંતુ મારી આ પોસ્ટથી મારી જ આસપાસ રહતા મુસ્લિમ સમાજના લોકો નારાજ હતા અને એમણે એક અઠવાડિયું પ્લાનિંગ કર્યા બાદ ગઈ કાલે મારા પર હુમલો કર્યો હતો.” વસાવાએ જણાવ્યુ હતું.

    પ્રેમ વસાવાએ ઑપઇન્ડિયા સાથેની વાતચીતમા આગળ કહ્યું કે, “12 તારીખે સવારે 10 વાગ્યા આસપાસ હું જ્યારે મારા ભાડાના ઘરમાં મારી પત્ની સાથે બેસીને સવારનો નાસ્તો કરી રહ્યો હતો ત્યારે સાગબારા ગામના જ રેહવાસી સલમાન, ઈદરીશ અને યુનુશ સાથે 8 9 મુસ્લિમોનું ટોળું મારા ઘરમાં ધસી આવ્યું અને મારો કોલર પકડીને અભદ્ર ભાષામાં ગાળો આપીને મારી સાથે મારમારી કરવા લાગ્યું. પછી તેમણે મને ખેંચીને નીચે લઈ ગયા જ્યાં બીજા 15 20 મુસ્લિમોનું ટોળું હતું જે બધાએ ભેગા થઈને મને માર માર્યો હતો.”

    વસાવાના કહેવા મુજબ તેમની સાથે મારામારી કરતી વખતે મુસ્લિમો એમ પણ કહી રહ્યા હતા કે ‘શું પેલી તારી બહેન લાગે છે કે તું એનો સપોર્ટ કરે છે?’ ‘તને પણ એની જેમ જ કાપી દઇશું અમે.’ આ રીતે કટ્ટરવાદી મુસ્લિમોના ટોળાએ તેમને જાનથી મારવાની ધમકી પણ આપી હતી.

    હુમલા બાદ સારવાર હેઠળ ફરિયાદી

    ઇસ્લામવાદીઓએ હુમલો કર્યા બાદ ગંભીર ઇજાઓ પહોચતા ફરિયાદીના પત્નીએ 108 એમ્બ્યુલન્સ બોલાવી જેમાં તેમણે સારવાર માટે સાગબારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કરવામાં આવી હતી. બાદમાં સાગબાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ આદરી હતી. આરોપીઓ હજુ નાસતા ફરતા હોવાથી પોલીસના હાથે ચડ્યા નથી.

    આમ હવે ગુજરાતમાં નૂપુર શર્માનો સપોર્ટ કરવા બદલ કોઈના પર ઇસ્લામવાદીઓએ હુમલો કર્યો હોય તેવી પહેલી ઘટના નોંધાઈ છે. આ પહેલા પણ ગુજરાતનાં વડોદરા અને સુરતમાં લોકો તથા હિન્દુ સંગઠનો નૂપુર શર્માના સમર્થનમાં આવ્યા હતા. ઉપરાંત અમદાવાદના એક મહિલા સંગઠને પણ નૂપુર શર્માના સમર્થનમાં રેલી નિકાળી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં