Wednesday, November 6, 2024
More
    હોમપેજદુનિયાઈરાનનો ટોપ કમાન્ડર જ ઇઝરાયેલી જાસૂસ? લેબનાન ગયા બાદ ગાયબ થઈ ગયેલા...

    ઈરાનનો ટોપ કમાન્ડર જ ઇઝરાયેલી જાસૂસ? લેબનાન ગયા બાદ ગાયબ થઈ ગયેલા ઇસ્માઇલ કાનીની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી હોવાના અહેવાલ

    અરબી પ્રાદેશિક મીડિયા દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, ઇઝરાયેલી ગુપ્તચર હોવાની શંકાના આધારે કાનીની તપાસ IRGC દ્વારા કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ એર સ્ટ્રાઈકમાં સામેલ હતા અને તેમણે ગયા મહિને હિઝબુલ્લાહના વડા હસન નસરલ્લાહની હત્યામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

    - Advertisement -

    ઈરાનના કુદ્સ ફોર્સ કમાન્ડર (Quds Force Commander) ઇસ્માઇલ કાની (Esmail Qaani) ઘણા સમયથી ગાયબ હતા. ઇઝરાયેલની એર સ્ટ્રાઈકમાં હિઝબુલ્લાહ ચીફ (Hezbollah) સૈયદ હસન નસરલ્લાહ માર્યા ગયા પછી તેઓ લેબનાનના બેરુતની મુલાકાતે ગયા હતા ત્યારથી તેમના કોઈ સમાચાર નહોતા. કાનીના આ રીતે ગાયબ થવાથી હવે મીડિયા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેઓ ઇઝરાયેલી ગુપ્તચર સંસ્થા મોસાદના જાસૂસ હોઈ શકે છે અને શંકા છે કે ઇઝરાયેલના તાજેતરના સફળ ઓપરેશનમાં તેમનો હાથ પણ છે.

    ઉલ્લેખનીય છે કે, ગયા મહિનાના અંતમાં એક મોટા ઇઝરાયેલી હવાઈ હુમલામાં હિઝબુલ્લાહ ચીફ હસન નસરલ્લાહ અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના ડેપ્યુટી કમાન્ડર સહિત અન્ય કેટલાક ટોચના કમાન્ડરોની હત્યા થયાના બે દિવસ પછી ઇસ્માઇલ કાની બેરૂતની મુલાકાત પર ગયા હતા. દાવો કરવામાં આવ્યો હતો કે, તેઓ આ મુલાકાત બાદ ગુમ થઈ ગયા હતા.

    કાની ગુમ થયા બાદ કેટલાક અહેવાલોમાં કહેવાયું હતું કે, બેરુતમાં થયેલી ઇઝરાયેલી સ્ટ્રાઈકમાં એક ટોચના હિઝબુલ્લાહ નેતા સાથે તેઓ પણ માર્યા ગયા હતા. પરંતુ હવે અરબી પ્રાદેશિક મીડિયા દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, ઇઝરાયેલી ગુપ્તચર હોવાની શંકાના આધારે કાનીની તપાસ IRGC દ્વારા કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ એર સ્ટ્રાઈકમાં સામેલ હતા અને તેમણે ગયા મહિને હિઝબુલ્લાહના વડા હસન નસરલ્લાહની હત્યામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

    - Advertisement -

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઇઝરાયેલે હિઝબુલ્લાહના વરિષ્ઠ અધિકારી હાશેમ સફીઉદ્દીનને નિશાન બનાવ્યો ત્યારે પણ કાની બેરૂતના દક્ષિણી ઉપનગર દહિયામાં હાજર હતા. જોકે, અધિકારીએ કહ્યું કે કાની તે સમયે સફીઉદ્દીનને મળ્યા ન હતા. ધ સનના અહેવાલ મુજબ, સૂત્રોએ દાવો કર્યો છે કે કાનીને ઇઝરાયલી જાસૂસ હોવાની શંકા મામલે નજરકેદ કરવામાં આવ્યો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

    2020માં યુએસ દ્વારા કાસિમ સુલેમાનીની હત્યા પછી ઇસ્માઇલ કાનીને રિવોલ્યુશનરી ગાર્ડ્સના કુદ્સ ફોર્સના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમની ભૂમિકા મધ્ય પૂર્વ અને વૈશ્વિક સ્તરે તેહરાનના અર્ધલશ્કરી સહયોગીઓનું સંચાલન કરવાની હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં