Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમધ્યપ્રદેશઃ હિંદુઓ તરફી કેસ લડતા વકીલને બે બાઈક ચાલકોએ આપી ‘સર તન...

    મધ્યપ્રદેશઃ હિંદુઓ તરફી કેસ લડતા વકીલને બે બાઈક ચાલકોએ આપી ‘સર તન સે જુદા’ની ધમકી, પીએફઆઈના સભ્યો વિરુદ્ધ કેસ ન લડવા પણ કહ્યું

    બંને ઈસમો પર આઈપીસીની કલમ 341, 294, 506 અને  34 અંતર્ગત કેસ નોધવામાં આવ્યો છે. 

    - Advertisement -

    મધ્યપ્રદેશના ઈંદોરમાં હાલમાં થોડા દિવસ પહેલા જ કેટલાક અરાજક તત્વોએ શહેરને સળગાવી દેવાની ધમકી આપી હતી. હવે તે જ શહેરમાં વ્યવસાયે વકીલ અને વિશ્વ હિંદુ પરિષદમાં નેતાને ‘સર તન સે જુદા’ની ધમકી આપવામાં આવી છે.

    એક મીડીયા રિપોર્ટ અનુસાર, ઈંદોરમાં ધાર્મિક નારા લાગવાના કેસમાં હિંદુ તરફી પેરવી કરનાર વકીલ નાયડુને બે બાઈક ચાલક યુવાઓ દ્વારા ધમકી આપવામાં આવી છે જેમાં ઉદયપુરની ઘટના યાદ અપાવી ‘સર તન સે જુદા’ની ધમકી આપી છે. આ મામલે વકીલે પોલીસ કેસ કર્યો છે. હાલમાં પોલીસ તપાસ કરી રહી છે.

    એડવોકેટ નાયડુ એક હિંદુવાદી નેતા પણ છે, પોતાના વિસ્તારમાં હિંદુ પક્ષના મુદ્દાઓ પણ ઉઠાવે છે. વિસ્તારમાં થતા લવ જેહાદના મામલાઓમાં પણ તેઓ અતિ સક્રિય ભૂમિકા ભજવે છે. તેમની આ સક્રિયતાના કારણે જ તેઓ પીએફઆઈ જેવા કટ્ટરવાદી સંગઠનનોના નિશાના પર ઘણા સમયથી છે.

    - Advertisement -

    વર્તમાન વિવાદનું મૂળ પઠાણ ફિલ્મ માનવામાં આવે છે. પઠાણ ફિલ્મનો ઘણા હિદુવાદીઓએ વિરોધ નોધાવ્યો હતો. ત્યારે વિધર્મીઓ દ્વારા હિંદુ યુવાનોને મારવામાં આવ્યા હતા. તે જ સમયગાળામાં પઠાણના સમર્થનમાં પણ આયોજન થયા હતા જેમાં ‘સર તન સે જુદા’થી લઈને શહેરને સળગાવવા સુધીના નારાઓ લાગ્યા હતા. આ કેસના સંદર્ભમાં વકીલ નાયડુ હિંદુ પક્ષના યુવાનોની પેરવી કરી રહ્યા છે. આ બાબતને લઈને તેમને ધમકી મળી છે.

    ધમકી આપનારાઓ એક કાળી બાઈક પર આવ્યા હતા. જેમાં બે યુવાનો કે જેની ઉમર આશરે 18થી 20 વર્ષની માનવામાં આવે છે. આ મામલે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસ દરમિયાન CCTV કેમેરામાં બંને આરોપીઓ દેખાઈ રહ્યા છે. પોલીસે આ મામલે જણાવ્યું છે કે ધમકી આપનારા આરોપીઓને જલ્દી જ પકડી લેવામાં આવશે. આ ઉપરાંત આ લોકોના વિરોધમાં આઈપીસીની કલમ 341, 294, 506 અને  34 અંતર્ગત કેસ નોધવામાં આવ્યો છે. 

    વકીલ નાયડુએ વધુ ઉમેરતા કહ્યું હતું કે ધમકી આપનારાઓએ અન્ય એક કેસમાં તેમની સક્રિયતા ઓછી કરવા માટે પણ ધમકી આપી હતી. કોર્ટની જાસુસીના મામલામાં સોનુ મન્સૂરી નામની મહિલાની પોલીસ પૂછપરછ કરી રહી છે. એવું કહેવાઈ રહ્યું છે કે સોનુ મન્સૂરીને વકીલ નુરજહાંએ કઈ ન થવા દેવાની બાયધરી આપી હતી. હાલમાં નુરજહાં ફરાર છે. આ બંને મહિલાનો સંબંધ પ્રતિબંધિત આંતકી સંગઠન પીએફઆઈ સાથે માનવામાં આવે છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં