Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ઇન્દોર કો જલા દેંગે, હમેં કોઈ પરવા નહીં હૈ’: મુસ્લિમ ભીડને ઉશ્કેરતા...

    ‘ઇન્દોર કો જલા દેંગે, હમેં કોઈ પરવા નહીં હૈ’: મુસ્લિમ ભીડને ઉશ્કેરતા શખ્સોનો વિડીયો વાયરલ, બે દિવસ પહેલાં લાગ્યા હતા ‘સર તન સે જુદા’ના નારા

    વિડીયોમાં એક વ્યક્તિ ખુલ્લેઆમ મુસ્લિમોને ઉશ્કેરતો જોવા મળે છે. તે જેલ ભરો આંદોલન કરવાની વાત કરીને કહે છે કે અમે ઇન્દોર શહેરને સળગાવી દઈશું, અમને કોઈ પરવા નથી.

    - Advertisement -

    મધ્ય પ્રદેશનું ઇન્દોર શહેર ફરી ચર્ચામાં છે. થોડા દિવસો પહેલાં અહીં ખુલ્લેઆમ ‘સર તન સે જુદા’ના નારા લાગ્યા હતા. હવે એક વધુ વિડીયો વાયરલ થયો છે જેમાં મુસ્લિમ ભીડ હિંદુઓ માટે અપમાનજનક શબ્દો વાપરીને ઇન્દોર શહેર સળગાવવાની વાત કરતી સંભળાય છે. 

    વિશ્વ હિંદુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે આ વિડીયો શૅર કર્યો છે. તેમણે મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાને ટેગ કરીને લખ્યું કે, જેહાદીઓ ખુલ્લેઆમ મુસ્લિમ સમુદાયને હિંદુઓ વિરુદ્ધ ભડકાવીને ઇન્દોર સળગાવવાની અને જુમ્માના દિવસે જામા મસ્જિદથી હુમલો કરવાની વાત કરી રહ્યા છે. તેમણે રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન (NSA) હેઠળ કડક કાર્યવાહીની માંગ કરી હતી. 

    આ વિડીયોમાં એક વ્યક્તિ ખુલ્લેઆમ મુસ્લિમોને ઉશ્કેરતો જોવા મળે છે. તે જેલ ભરો આંદોલન કરવાની વાત કરીને કહે છે કે અમે ઇન્દોર શહેરને સળગાવી દઈશું, અમને કોઈ પરવા નથી. ત્યારબાદ કેટલાક લોકો જુમ્માની નમાઝ બાદ જામા મસ્જિદથી ‘વિરોધ’ કરવાની વાત કરતા જોવા મળે છે. 

    - Advertisement -

    વિડીયોમાં એક વ્યક્તિ અન્ય સમુદાયના લોકો માટે અપશબ્દો વાપરતો પણ જોવા મળે છે. વીડિયોમાં ભીડ વચ્ચે-વચ્ચે ઇસ્લામી નારા લગાવતી સંભળાય છે અને વિડીયોને અંતે પણ ‘નારા-એ-તકબીર, અલ્લાહુ અકબર’ સાંભળવા મળે છે. 

    મીડિયા રિપોર્ટ અનુસાર, આ વિડીયો વાયરલ થયા બાદ મધ્ય પ્રદેશ પોલીસે સંજ્ઞાન લઈને ભડકાઉ ભાષણ આપતા બંને ઈસમો સામે IPCની કલમ 505, 295 અને 34 સહિતની કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો. હાલ બંને ફરાર છે. જેમાંથી એક અજમેર અને બીજો રતલામમાં છુપાયેલો હોવાની જાણકારી મળી છે. 

    ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં ઇન્દોરના જાહેર રસ્તાઓ ઉપર મુસ્લિમ ભીડે રેલી કાઢીને ‘સર તન સે જુદા’ના નારા લગાવ્યા હતા, જેનો પણ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

    વાસ્તવમાં 25 જાન્યુઆરી 2023ના રોજ હિંદુ સંગઠનોએ ફિલ્મ ‘પઠાણ’નો વિરોધ કરતી રેલી કાઢી હતી. આરોપ છે કે આ રેલી દરમિયાન એક વ્યક્તિએ પયગમ્બર મોહમ્મદ વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરી હતી. ત્યારબાદ તેની સામે મુસ્લિમ નેતાઓએ FIR પણ દાખલ કરાવી હતી અને પોલીસે કાર્યવાહી પણ કરી હતી. 

    આ નારાબાજીના વિરોધમાં મુસ્લિમોએ ‘સર તન સે જયદ’ના નારા લગાવ્યા હતા અને પ્રદર્શનો કર્યાં હતાં. અનુમાન છે કે તાજેતરના વિડીયોમાં પણ મુસ્લિમ યુવક આ જ કેસ સંદર્ભે વાત કરી રહ્યો હતો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં