Wednesday, December 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઇન્દોર: પોલીસ મથકની સામે જ લાગ્યા ‘સર તન સે જુદા’ના નારા, VHPની...

    ઇન્દોર: પોલીસ મથકની સામે જ લાગ્યા ‘સર તન સે જુદા’ના નારા, VHPની કડક કાર્યવાહીની માંગ, ગુનો દાખલ

    વિશ્વ હિંદુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે આ વિડીયો પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી શૅર કર્યો હતો, જેમાં કેટલાક લોકો આ નારા લગાવતા નજરે પડે છે.

    - Advertisement -

    મધ્ય પ્રદેશના ઇન્દોરમાં ‘સર તન સે જુદા’ના નારા લાગ્યા છે. ઘટના બુધવારે (25 જાન્યુઆરી 2023) બની હતી જ્યારે કેટલાક મુસ્લિમોએ ભેગા થઈને આ નારા લગાવ્યા હતા. જેની તસ્વીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. 

    વિશ્વ હિંદુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે આ વિડીયો પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી શૅર કર્યો હતો, જેમાં કેટલાક લોકો જાહેરમાં ‘ગુસ્તાખ-એ-નબી કી એક હી સજા, સર તન સે જુદા, સર તન સે જુદા..’ના નારા લગાવતા જોવા મળે છે. તેમણે આ વિડીયો ટ્વિટ કરીને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાને ટેગ કર્યા હતા અને કડક કાર્યવાહીની માંગ કરી હતી. 

    તેમણે ટ્વિટ કરેલા અન્ય એક વિડીયોમાં મુસ્લિમો ઇન્દોરના ખજરાના પોલીસ મથક સામે જ ‘સર તન સે જુદા’ના નારા લગાવતા જોવા મળે છે. તેમણે એમ પણ કહ્યું કે, હિંદુ કાર્યકર્તાઓને મારવાની ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. 

    - Advertisement -

    VHPના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ ‘જેહાદી ગેંગ’ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે વિહિપનું એક પ્રતિનિધિ મંડળ ઇન્દોરના પોલીસ અધિકારીઓ સાથે મુલાકાત પણ કરશે. 

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇન્દોરમાં બજરંગ દળ દ્વારા શાહરૂખ ખાન અભિનીત ફિલ્મ ‘પઠાન’ના વિરોધમાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ત્યારબાદ અન્ય એક વિરોધ પ્રદર્શનમાં આ ‘સર તન સે જુદા’ના નારા લગાવવામાં આવ્યા હતા. આ મામલે રજૂઆત બાદ પોલીસે આઇપીસીની કલમ 505 હેઠળ ગુનો દાખલ કરીને આરોપીઓની તપાસ શરૂ કરી દીધી છે. 

    અહીં ઉલ્લેખનીય છે કે ભારતમાં હવે મુસ્લિમોના વિરોધ પ્રદર્શનોમાં ‘ગુસ્તાખ-એ-રસૂલ કી એક હી સજા, સર તન સે જુદા…સર તન સે જુદા..’ના નારા લાગવા કોઈ મોટી વાત રહી નથી. આ પહેલાં અનેક કિસ્સાઓમાં આવા નારા લાગી ચૂક્યા છે, જે સીધી રીતે કોઈક વ્યક્તિનો શિરચ્છેદ કરવા તરફ ઈશારો કરે છે. 

    આ પ્રકારનાં હિંસાત્મક પ્રદર્શનોના કારણે અનેક હિંદુઓની હત્યા પણ થઇ ચૂકી છે. તાજેતરના જ કિસ્સાઓમાં રાજસ્થાનના ઉદયપુરમાં થયેલી કન્હૈયાલાલ નામના દરજીની હત્યા, તે પહેલાં ઉમેશ કોલ્હેની હત્યા, કર્ણાટકમાં ભાજપ નેતા પ્રવીણ નેતારૂની હત્યા વગેરે મુખ્ય છે. ઉપરાંત, ગત વર્ષે આ જ સમયગાળામાં ધંધુકાના હિંદુ યુવાન કિશન ભરવાડની પણ હત્યા કરી નાંખવામાં આવી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં