ભારત તેના સરહદી વિસ્તારો, ખાસ કરીને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ (Ladakh) જેવા વિસ્તારોમાં સુરક્ષા વધારી રહ્યું છે. ત્યારે તાજેતરમાં સામે આવેલ અહેવાલ અનુસાર ભારતીય સેના (Indian Army) સંવેદનશીલ પૂર્વી લદ્દાખમાં (Eastern Ladakh) કાયમી ધોરણે સૈનિકોને તૈનાત કરવા માટે ડિવિઝન-સ્તરની રચના વધારવાની પ્રક્રિયા કરી રહી છે. આ નવી રચનાને ‘72 ડિવિઝન’ (72 Division) કહેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે લદ્દાખમાં પહેલેથી જ 3 ડિવિઝન તૈનાત છે, તેના સિવાય આ ડિવીઝન શરૂ કરવામાં આવશે. જેની જવાબદારી સમગ્ર વાસ્તવિક નિયંત્રણ રેખાની (LAC) હશે. અહેવાલ અનુસાર, આ નવી ‘72 ડિવિઝન’ની રચના ચાલી રહી છે. તેનું મુખ્ય મથક તૈયાર થઈ રહ્યું છે. તેની એક બ્રિગેડ પૂર્વી લદ્દાખમાં તૈનાત થઈ ગઈ છે જેણે કામ કરવાનું શરૂ કરી દીધું છે.
भारतीय सेना ने अपने ऑर्डर ऑफ बैटल (ORBAT) में एक बड़ा बदलाव करते हुए पूर्वी लद्दाख क्षेत्र में स्थायी रूप से तैनात होने के लिए एक डिवीजन स्तर का गठन किया है. यह कदम वास्तविक नियंत्रण रेखा (LAC) के दोनों ओर भारी संख्या में सैनिकों की तैनाती को देखते हुए उठाया गया है. यह नई डिवीजन,… pic.twitter.com/lgIeftCsYo
— TV9 Bharatvarsh (@TV9Bharatvarsh) March 27, 2025
અહેવાલ મુજબ આ ડિવિઝનના મોટા ભાગ સૈનિકોને દેશના પશ્ચિમ ભાગોમાં તાલીમ આપવામાં આવી રહી છે, જેથી સૈનિકો, સાધનો અને સંગઠનને ચોક્કસ કાર્યો અનુસાર તૈયાર કરી શકાય. આ રચનાને ઓર્ડર ઓફ બેટલમાં (ORBAT) મોટા બદલાવ તરીકે જોવામાં આવી રહી છે. ORBATનો અર્થ ‘યુદ્ધનો ક્રમ’ થાય છે અને RE-ORBAT એ વર્તમાન સૈનિકોનું પુનર્ગઠન અને પુનઃસ્થાપન છે.
આ ’72 ડિવિઝન’ લેહ સ્થિત 14 ‘ફાયર એન્ડ ફ્યુરી’ કોર્પ્સ હેઠળ રહેશે. જેની સ્થાપના કારગિલ યુદ્ધ બાદ 1999માં કરવામાં આવી હતી. અગાઉ, લદ્દાખમાં 832 કિમી લાંબા LACની સુરક્ષાની જવાબદારી સંપૂર્ણપણે 3 ડિવિઝન પાસે હતી. ઉલ્લેખનીય છે કે, આર્મીમાં એક ડિવિઝનમાં 10,000થી 15,000 લડાયક સૈનિકો અને 8,000 સહાયક તત્વો હોય છે, જેનું નેતૃત્વ એક મેજર જનરલ કરે છે અને તેમાં 3થી 4 બ્રિગેડ હોય છે. એક બ્રિગેડમાં 3,500થી 4,000 સૈનિકો હોય છે અને તેમાં એક બ્રિગેડિયર કમાન્ડર હોય છે.
નોંધનીય છે કે, જે વિસ્તારની સુરક્ષા હવે ’72 ડિવિઝન’ને સોંપવામાં આવી રહી છે તે અસ્થાયી રૂપે ‘યુનિફોર્મ ફોર્સ’ દ્વારા સંભાળવામાં આવી રહી હતી. સુરક્ષામાં કોઈ ખામી ન રહે તે માટે ભારતીય સેના દ્વારા ‘યુનિફોર્મ ફોર્સ’ને અસ્થાયી રૂપે તૈનાત કરવામાં આવ્યું હતું. પરંતુ હવે, ‘યુનિફોર્મ ફોર્સ’ને જમ્મુના રિયાસી વિસ્તારમાં પરત મોકલવામાં આવશે, જ્યાં તે અગાઉ આતંકવાદ વિરોધી કામગીરી (CICT) કરી રહી હતી.