Thursday, May 2, 2024
More
    હોમપેજરાજકારણ‘ત્રણ પાડોશી દેશો ઘોષિત ઇસ્લામિક રાષ્ટ્રો, ત્યાં મુસ્લિમો સાથે ધાર્મિક પ્રતાડના ન...

    ‘ત્રણ પાડોશી દેશો ઘોષિત ઇસ્લામિક રાષ્ટ્રો, ત્યાં મુસ્લિમો સાથે ધાર્મિક પ્રતાડના ન થઈ શકે’: CAA પર ચાલતા અપપ્રચારની ગૃહમંત્રી શાહે પોલ ખોલી

    "જ્યારે વિભાજન થયું ત્યારે પાકિસ્તાનમાં 23 ટકા હિંદુઓ અને શિખો હતા. આજે 3.7 ટકા જ રહી ગયા. આ બધા ક્યાં ગયા? ભારતમાં તો આવ્યા નથી. ધર્મપરિવર્તન થયું, અપમાનિત કરવામાં આવ્યા. તેઓ ક્યાં જશે? દેશ, તેની સંસદ કે તેની રાજકીય પાર્ટીઓએ તેમનો વિચાર ન કરવો જોઈએ?"

    - Advertisement -

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં ન્યૂઝ એજન્સી ANIને એક ઇન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં  તેમણે CAAને લઈને તમામ ભ્રમણાઓ દૂર કરી હતી. આ ઇન્ટરવ્યુમાં તેમણે કાયદો ‘મુસ્લિમવિરોધી’ હોવાના આરોપોને લઈને પણ જવાબ આપ્યો અને તમામ દાવાઓની પોલ ખોલી. તેમણે જણાવ્યું કે, શા માટે CAAમાં ત્રણ પાડોશી દેશોમાંથી આવતા મુસ્લિમોને બાકાત રાખવામાં આવ્યા છે. 

    ઇન્ટરવ્યુ દરમિયાન AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીને ટાંકીને પૂછવામાં આવ્યું કે તેઓ આ કાયદાને મુસ્લિમવિરોધી ગણાવી રહ્યા છે. જેના જવાબમાં અમિત શાહે કહ્યું, “આમાં શું તર્ક છે? એન્ટી-મુસ્લિમ કઈ રીતે છે? ક્રાઇટેરિયા એ બન્યો છે કે જેમની ઉપર ધાર્મિક પ્રતાડના થઈ છે તેમને નાગરિકતા આપવામાં આવશે.”

    તેમણે આગળ કહ્યું કે, “મુસ્લિમો સાથે (આ ત્રણ દેશોમાં) એટલે ધાર્મિક પ્રતાડના ન થઈ શકે કારણ કે ત્રણેય દેશો ઘોષિત ઇસ્લામિક દેશો છે. તો ત્યાં ઈસ્લામના અનુયાયીઓ સાથે ધાર્મિક પ્રતાડના કોણ કરશે? આ દેશોનાં બંધારણમાં તેમને ‘ઈસ્લામિક રાષ્ટ્રો’ ઘોષિત કરવામાં આવ્યાં છે તો ત્યાં કંઈ રીતે મુસ્લિમો સાથે પ્રતાડના થઈ શકે?”

    - Advertisement -

    તેમને પૂછવામાં આવ્યું કે, બાકીના ધર્મો તો ભારતમાં જ ઉદભવ્યા હતા પરંતુ પારસીઓ અને ખ્રિસ્તીઓને પણ નાગરિકત્વ આપવામાં આવે તો મુસ્લિમોને કેમ નહીં? જેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, “મુસ્લિમ વસ્તી માટે જ તે હિસ્સો (પાડોશી દેશો) આજે ભારતનો ભાગ નથી. એ ભૂમિ એ કારણોસર જ આપવામાં આવી હતી. અખંડ ભારતનો જેઓ હિસ્સો હતા અને જેમની સાથે ધાર્મિક પ્રતાડના થઈ છે તેમને નાગરિકતા આપવી આપણી નૈતિક જવાબદારી છે.”

    તેમણે આંકડાઓ રજૂ કરતાં જણાવ્યું કે, “જ્યારે વિભાજન થયું ત્યારે પાકિસ્તાનમાં 23 ટકા હિંદુઓ અને શિખો હતા. આજે 3.7 ટકા જ રહી ગયા. આ બધા ક્યાં ગયા? ભારતમાં તો આવ્યા નથી. ધર્મપરિવર્તન થયું, અપમાનિત કરવામાં આવ્યા. તેઓ ક્યાં જશે? દેશ, તેની સંસદ કે તેની રાજકીય પાર્ટીઓએ તેમનો વિચાર ન કરવો જોઈએ? બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વિશે તેમણે જણાવ્યું કે, બાંગ્લાદેશમાં 1951માં હિંદુઓ 22 ટકા હતા, જે 2011માં માત્ર 10 ટકા રહી ગયા. અફઘાનિસ્તાનમાં 1992માં લગભગ 2 લાખ શિખો અને હિંદુઓ હતા. આજે માત્ર 500 વધ્યા છે. તેઓ જ્યારે ભારત એક હતું ત્યારે આપણાં જ ભાઈ-બહેન હતાં. 

    તેમણે એ પણ સ્પષ્ટતા કરી હતી કે ભારતમાં નાગરિકતા મેળવવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો નથી અને આ ત્રણ દેશોમાંથી પણ જે મુસ્લિમો આવ્યા હોય તેઓ નાગરિકતા પ્રાપ્ત કરવા માટે અરજી કરી શકે છે. તેમણે ઉમેર્યું કે, “આ એક્ટ એટલા માટે બનાવ્યો છે કે કોઇ પણ કાયદેસર દસ્તાવેજ વગર શરણમાં આવ્યા છે તેમને મદદરૂપ થઈ શકીએ.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં