Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદીકરીને ઉઠાવી ગયા, દીકરાની હત્યા કરી: પ્રતાડિત વૃદ્ધ હિંદુ માતા ધરણાં પર...

    દીકરીને ઉઠાવી ગયા, દીકરાની હત્યા કરી: પ્રતાડિત વૃદ્ધ હિંદુ માતા ધરણાં પર બેઠી છતાં પાકિસ્તાન પોલીસ અબ્દુલ્લા સામે FIR પણ નોંધી રહી નથી

    પાકિસ્તાનમાં હિંદુ યુવકની હત્યા થવી એ પહેલો મામલો નથી, આ પહેલા જ તાજેતરમાં સિંધમાં એક હિન્દુ વિધવા મહિલાની બળાત્કાર બાદ હત્યા કરવામાં આવી હતી.

    - Advertisement -

    પાડોશી દેશ પાકિસ્તાન હિન્દુ લઘુમતી સમુદાય માટે નરક બની ગયું છે. હિન્દુ મહિલાઓના અપહરણ, બળાત્કાર અને હત્યાની ઘટનાઓ હવે સામાન્ય બનતી જાય છે. પાકિસ્તાનની ઇસ્લામિક કટ્ટરપંથી સરકાર માટે પણ આ કોઈ મોટો મુદ્દો ન હોય તેમ તેઓ મુકદર્શક બનીને જોઈ રહી છે. તેવામાં સિંધ પાકિસ્તાનમાં બહેનના અપહરણનો વિરોધ કરવા બદલ હિંદુ યુવકની હત્યા કરવામાં આવી છે. ન્યાય મેળવવા માટે મૃતકની વૃદ્ધ માતાએ શિયાળાની હાડ થીજવતી ઠંડીમાં પોલીસ સ્ટેશન સામે વિરોધ પ્રદર્શન કરવા મજબુર થઇ છેક ત્યારે પોલીસે આ મામલામાં હત્યાની એફઆઈઆર નોંધી.

    ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં હિંદુ યુવકની હત્યા થવી એ પહેલો મામલો નથી, આ પહેલા જ તાજેતરમાં સિંધમાં એક હિન્દુ વિધવા મહિલાની બળાત્કાર બાદ હત્યા કરવામાં આવી હતી. એટલું જ નહીં હત્યારાઓ એ મૃતક મહિલાના હાથ-પગ પણ કાપી નાખ્યા હતા. જોવા જેવી બાબત તો તે છે કે આ કેસમાં પણ પોલીસે કોઈ કાર્યવાહી નથી કરી.

    તેવામાં હિંદુ યુવકની હત્યા કરવાનો આ તાજો મામલો પાકિસ્તાનના સિંધ પ્રાંતના ઉમરકોટ જિલ્લાની કુંતીનો છે. 35 વર્ષના લાલુ કાછી અહીં પોતાના પરિવાર સાથે રહેતા હતા. 25 ડિસેમ્બરના રોજ અબ્દુલ્લા ખોસો નામના સ્થાનિકના નેતૃત્વમાં કેટલાક મુસ્લિમો લાલુના ઘરમાં ઘૂસી ગયા અને તેમની પરિણીત બહેન લાલીને ઉઠાવીને લઈ ગયા હતા.

    - Advertisement -

    આ દરમિયાન લાલુએ પોતાની બહેનને આ હેવાનોથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપીઓએ લાલુને એતે હદે માર માર્યો કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. આખરે, સંસાધનોની અછત અને ગરીબીને કારણે 1 જાન્યુઆરી 2023ના રોજ લાલુનું દુખદ અવસાન થયું.

    અગાઉ, નવેમ્બર 2022 માં, અબ્દુલ્લાએ લાલીને બળજબરીથી ઉપાડીને તેના ઘરે લઈ ગયો હતો. આરોપી અબ્દ્દુલાએ લાલીને તેમના ઘરે કેદ કરી લીધી હતી. આ પછી લાલુએ પોતાની બહેનના અપહરણની ફરિયાદ પોલીસમાં કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે કેસ નોંધ્યો ન હતો.

    સ્થાનિક લોકોનું કહેવું છે કે આ દરમિયાન અબ્દુલ્લાએ લાલીનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. એટલું જ નહીં, અબ્દુલ્લાએ આ પરિણીત યુવતી સાથે બળજબરીથી નિકાહ પણ કર્યા હતા. આવી અવારનવાર બનતી ઘટનાઓ પર હિન્દુ સમુદાય ઉકળી ઉઠ્યો છે.

    આ ઘટનાનો પાકિસ્તાનના સ્થાનિક હિંદુ સમુદાયે સખટ વિરોધ કર્યો ત્યારે છેક પોલીસે કેસ નોંધ્યો હતો. બાદમાં લાલુએ કોર્ટમાં અબ્દુલ્લા વિરુદ્ધ જુબાની આપી, જેને લઈને કોર્ટે લાલીને તેના ભાઈને સોંપી દીધી હતી. તે સમયે જ અબ્દુલ્લાએ લાલુને હત્યાની ધમકી પણ આપી હતી. માથાભારે આરોપી અબ્દુલ્લાને સ્થાનિક ગુંડો ગણાવવામાં આવી રહ્યો છે.

    આ પછી અબ્દુલ્લાએ તેના સાથીઓ સાથે લાલુના ઘર પર હુમલો કર્યો અને લાલુને એટલો માર્યો કે તેણે દમ તોડી દીધો. ત્યાર બાર ફરી એકવાર લાલીને ઉઠાવીને લઈ જવામાં આવી. પરિવારને ખબર નથી કે લાલી અત્યારે ક્યાં છે અને તેની સાથે શું થયું છે. લાલુ પરિણીત હતા અને તેમને ચાર બાળકો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં