Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટધોળા દહાડે હિંદુ મહિલા પર ધારદાર હથિયાર વડે હુમલો, હાથ-કાન કાપ્યા, સારવાર...

    ધોળા દહાડે હિંદુ મહિલા પર ધારદાર હથિયાર વડે હુમલો, હાથ-કાન કાપ્યા, સારવાર દરમિયાન મોત: આરોપી મોહમ્મદ શકીલ ફરાર

    ઘટના બાદ મહિલાએ હુમલો કરનાર તરીકે શકીલનું નામ કહ્યું હતું, જેનું રેકોર્ડિંગ ઘણા લોકો પાસે ઉપલબ્ધ હોવાનું જણાવવામાં આવ્યું છે.

    - Advertisement -

    બિહારના ભાગલપુરમાં શનિવારે (3 ડિસેમ્બર 2022) એક હિંદુ મહિલાની કરપીણ હત્યા કરી નાંખવામાં આવી હતી. આરોપીની ઓળખ મોહમ્મદ શકીલ તરીકે થઇ છે. તેણે મહિલાને રસ્તામાં રોકીને ધારદાર હથિયાર વડે હુમલો કરી દીધો હતો અને ત્યારબાદ હાથ, કાન, સ્તન જેવા ભાગો કાપીને, શરીરના અન્ય ભાગો પર ગંભીર ઘા કરીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ મહિલાને હોસ્પિટલ લઇ જવામાં આવી, જ્યાં તેણે દમ તોડી દીધો હતો. 

    પ્રાપ્ત જાણકારી અનુસાર, મહિલા બજાર ગઈ હતી, દરમિયાન એક પુલ પાસે મોહમ્મદ શકીલે તેની ઉપર હુમલો કરી દીધો હતો. તે હથિયાર ગમછામાં છુપાવીને આવ્યો હતો. હુમલો કરીને આસપાસના લોકો કંઈ સમજી શકે તે પહેલાં ત્યાંથી ભાગી છૂટ્યો હતો. જોકે, તેને ભાગતો જોઈને લોકોએ તેને ઓળખી લીધો હતો. 

    મહિલા લોહીથી લથબથ હાલતમાં મદદ માટે બૂમો પાડતી રહી હતી. જોકે, જ્યાં સુધીમાં લોકો તેની પાસે પહોંચ્યા ત્યાં સુધીમાં તે બેભાન થઇ ચૂકી હતી. ત્યારબાદ તેને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવી, પરંતુ ગંભીર સ્થિતિ જોતાં ત્યાંના ડોકટરોએ તેને મોટી હોસ્પિટલમાં રેફર કરી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થઇ ગયું. 

    - Advertisement -

    રિપોર્ટ અનુસાર, ઘટના બાદ મહિલાએ હુમલો કરનાર તરીકે શકીલનું નામ કહ્યું હતું, જેનું રેકોર્ડિંગ ઘણા લોકો પાસે ઉપલબ્ધ હોવાનું જણાવવામાં આવ્યું છે. ઘટના બાદ સ્થળ પર પહોંચેલા પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મહિલાએ ઈજાગ્રસ્ત સ્થિતિમાં જ હુમલો કરનારનું નામ જણાવ્યું હતું, જેનું રેકોર્ડિંગ ઉપલબ્ધ છે. પોલીસે આ મામલે પાંચ લોકોને પૂછપરછ માટે હિરાસતમાં લીધા હતા. જ્યારે મુખ્ય આરોપી શકીલ હજુ પણ ફરાર છે. 

    મૃતક મહિલાના પતિ અશોક યાદવે જણાવ્યું કે, તેમની શકીલ સાથે કોઈ દુશમની ન હતી અને તેણે આમ કર્યું તે તેઓ સમજી શકતા નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, મહિલા રોજ ઑટો દ્વારા ઘરે આવતી હતી, પરંતુ શનિવારે પગપાળા આવી રહી હતી. ત્યારે જ મોહમ્મદ શકીલે તેની ઉપર હુમલો કરી દીધો હતો. 

    જોકે, અન્ય એક રિપોર્ટ અનુસાર, મહિલાના ઘરે શકીલ આવ-જા કરતો રહેતો હતો. દરમિયાન બંને એકબીજાની નજીક પણ આવી ગયાં હતાં. જેના કારણે મહિલાના પરિજનો નારાજ થઇ ગયા હતા અને બોલાચાલી પણ થઇ હતી. ત્યારબાદ શકીલને ચેતવણી આપવામાં આવી હતી. ત્યારબાદ શકીલે મહિલા સાથે સંપર્ક કરવાના પ્રયાસ કર્યા ત્યારે તેણે વાત ટાળી દીધી હતી. અનુમાન છે કે આ જ કારણે તેણે હિંદુ મહિલાની હત્યા કરી નાંખી હોય તેવું અનુમાન છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં