Saturday, July 27, 2024
More
    હોમપેજક્રાઈમમુસ્લિમ યુવતીને પ્રેમ કરવા બદલ મનોહરના 8 ટુકડા કરી ગટરમાં ફેંક્યા… ગુસ્સે...

    મુસ્લિમ યુવતીને પ્રેમ કરવા બદલ મનોહરના 8 ટુકડા કરી ગટરમાં ફેંક્યા… ગુસ્સે ભરાયેલા ટોળાએ આરોપી શબ્બીરનું ઘર સળગાવી દીધુંઃ વિડીયો આવ્યો સામે, કલમ 144 લાગુ

    ત્રણ દિવસ બાદ સલોની વિસ્તારમાં નાળા પાસેથી પસાર થતા કેટલાક લોકોને દુર્ગંધ આવી હતી. આ કેસની પોલીસને જાણ કરવામાં આવી છે આ પછી ગટરમાંથી એક બોરી બહાર કાઢવામાં આવી હતી. જ્યારે બોરી ખોલવામાં આવી તો તેમાં એક યુવકની લાશ પડી હતી. શરીરના 7-8 ટુકડા કરવામાં આવ્યા હતા. મૃતદેહની ઓળખ મનોહર તરીકે થઈ હતી.

    - Advertisement -

    હિમાચલ પ્રદેશના ચંબામાં મુસ્લિમ યુવતી રૂખસાનાના પ્રેમમાં પડવા બદલ 21 વર્ષીય હિંદુ યુવક મનોહર લાલની હત્યાથી લોકોમાં આક્રોશ ફેલાયો છે. વિસ્તારના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને આરોપી શબ્બીરના ઘરને આગ લગાવી દીધી છે.

    સ્થિતિ વણસતી જોઈને જિલ્લા પ્રશાસને આગામી 60 દિવસ માટે વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દીધી છે. ડેલહાઉસી એસેમ્બલી હેઠળ આવતી ભંડાલ પંચાયતમાં કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ અપૂર્વ દેવગને આ આદેશ જારી કર્યો છે.

    આ ઉપરાંત આ વિસ્તારને જોડતા તમામ રસ્તાઓ પર પણ પોલીસે નાકાબંધી કરી દીધી છે. તે જ સમયે, મનોહરની હત્યાથી નારાજ લોકોએ શુક્રવારે (16 જૂન, 2023) ચંબા મુખ્યાલયમાં આક્રોશ રેલીનું આયોજન કર્યું છે.

    - Advertisement -

    નોંધનીય છે કે મુસ્લિમ યુવતી રૂખસાના સાથેના પ્રેમ સંબંધને કારણે તેના પરિવારના સભ્યો હિંદુ યુવક મનોહરથી નારાજ હતા. એક દિવસ રુખસાનાનો ભાઈ શબ્બીર મનોહરની હત્યા કરે છે અને તેના શરીરના આઠ ટુકડા કરી ફેંકી દે છે. મનોહરનો મૃતદેહ થોડા દિવસો બાદ ગટરમાંથી મળી આવ્યો હતો.

    6 જૂનથી ગાયબ મનોહરના શરીરના ભાગ 9 જૂને મળ્યા હતા

    નોંધનીય છે કે મનોહર 6 જૂન 2023થી ગુમ હતો. 9 જૂન 2023ના રોજ પોલીસ દ્વારા તેનો મૃતદેહ મળી આવ્યો હતો. અહેવાલો અનુસાર, ઘટના ચંબા જિલ્લાના સલોની વિસ્તારના બાંદલ ગામની છે. અહીં રહેતા મનોહરને રૂખસાના નામની યુવતી સાથે પ્રેમસંબંધ હતો. જણાવવામાં આવી રહ્યું છે કે યુવતીના પરિવારજનોને આ સંબંધ પસંદ નહોતો.

    દરમિયાન 6 જૂનના રોજ મનોહર અચાનક ગુમ થઈ ગયો હતો. પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. ત્રણ દિવસ બાદ સલોની વિસ્તારમાં નાળા પાસેથી પસાર થતા કેટલાક લોકોને દુર્ગંધ આવી હતી. આ કેસની પોલીસને જાણ કરવામાં આવી છે આ પછી ગટરમાંથી એક બોરી બહાર કાઢવામાં આવી હતી. જ્યારે બોરી ખોલવામાં આવી તો તેમાં એક યુવકની લાશ પડી હતી. શરીરના 7-8 ટુકડા કરવામાં આવ્યા હતા. મૃતદેહની ઓળખ મનોહર તરીકે થઈ હતી.

    મામલાની જાણકારી મળતા જ હિંદુ સંગઠનો ગુસ્સે થઈ ગયા. પોલીસે કલમ 302 હેઠળ કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. કેટલાક લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી હતી. તપાસ દરમિયાન શબીરનું નામ સામે આવ્યું હતું. પોલીસે શબીરની ધરપકડ કરી કોર્ટમાંથી તેના 5 દિવસના રિમાન્ડ લીધા હતા. શબીર રૂખસાનાનો ભાઈ હોવાનું કહેવાય છે.

    આ મામલાને લઈને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ કહ્યું કે આ એક દુ:ખદ હત્યા છે અને કોઈ પણ ગુનેગારને છોડવામાં આવશે નહીં. મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે પોલીસને આ મામલે યોગ્ય પગલાં ભરવાની સૂચના આપવામાં આવે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં