Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનવી શાળાઓ ખોલવા બાબતે બણગાં ફૂંકવા જતાં અરવિંદ કેજરીવાલ હેમંતા બિસ્વા સરમા...

    નવી શાળાઓ ખોલવા બાબતે બણગાં ફૂંકવા જતાં અરવિંદ કેજરીવાલ હેમંતા બિસ્વા સરમા સામે ભેખડે ભરાયા

    આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સરમાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તેમના અજ્ઞાન બાબતે અરીસો દેખાડ્યો છે અને એ પણ જાહેરમાં.

    - Advertisement -

    દેશમાં ભાજપા કે પછી પોતાના પક્ષ સિવાયની સરકારોને કાયમ સલાહ આપવા દોડી જતાં દિલ્હીના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સરમા સામે ભેખડે ભરાઈ ગયા છે. આસામના મુખ્યમંત્રીએ કેજરીવાલને તેમના જ દાવનો મુદ્દાસર જવાબ આપીને સમજાવ્યું છે કે કોઇપણ રાજ્યમાં શાળાઓનું મેનેજમેન્ટ કેવી રીતે થઇ શકે.

    હેમંતા બિસ્વા સરમાએ કેજરીવાલને સમજાવ્યું છે કે કોઇપણ મુદ્દે ચર્ચામાં કુદી પડતાં અગાઉ હોમવર્ક કરવું કેમ અત્યંત આવશ્યક છે. આસામના મુખ્યમંત્રીએ કેજરીવાલને પોતાના રાજ્યમાં એ સ્કૂલો જેનું દસમા ધોરણનું પરિણામ શૂન્ય ટકા આવ્યું હતું તેને કેમ અન્ય સ્કૂલો સાથે ભેળવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો તે અંગે શિક્ષણ આપ્યું હતું.

    હેમંતા બિસ્વા સરમાએ લખ્યું હતું કે, “પ્રિય અરવિંદ કેજરીવાલજી કાયમની જેમ તમે હોમવર્ક કર્યા વગર જ કોઈ મુદ્દે ટીપ્પણી કરી દીધી છે. શિક્ષણ મંત્રી તરીકે મેં શરૂઆતથી અત્યાર સુધીમાં આસામ સરકાર તરફથી 8610 નવી શાળાઓને શરુ કરી છે અથવાતો તેનું વિલીનીકરણ કર્યું છે, જેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે. છેલ્લા 7 વર્ષમાં દિલ્હી સરકારે કેટલી નવી શાળાઓ શરુ કરી છે તેની માહિતી આપશો.”

    - Advertisement -

    દિલ્હી સરકારને ટોણો મારતા આસામના મુખ્યમંત્રીએ કેજરીવાલને પડકાર ફેંક્યો હતો કે જે રીતે તેઓ જાહેરમાં ઉપરોક્ત આંકડાઓ જણાવી રહ્યા છે તેવીજ રીતે તેઓ પણ આગળ આવે અને શિક્ષણક્ષેત્રના આંકડાઓ બહાર પાડે.

    પોતાની બીજી ટ્વિટમાં હેમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે, “ખાનગી શાળાઓને સરકારી શાળાઓમાં ભેળવી દેવાનું કાર્ય 2013થી આસામમાં ચાલી રહ્યું છે જેમાં 6802 પ્રાથમિક, 1589 માધ્યમિક, 81 કસ્તુરબા ગાંધી વિદ્યાલયો, 3 નેતાજી સુભાષ ચંદ્ર બોસ અવાશિક વિદ્યાલયો, 38 આદર્શ વિદ્યાલય, 97 ટી ગાર્ડન મોડલ સ્કુલ સામેલ છે. હું દિલ્હીના આંકડાઓ જાણવા માટે આતુર છું.”

    24 ઓગસ્ટે અરવિંદ કેજરીવાલે એક હિન્દી ન્યૂઝ ચેનલની ટ્વિટને ક્વોટ કરીને જણાવ્યું હતું કે, “શાળાઓને બંધ કરવી એ કોઈજ ઉપાય નથી. આપણે સમગ્ર દેશમાં નવી શાળાઓ ખોલવી જોઈએ. શાળાઓ બંધ કરવાને સ્થાને આપણે શાળાઓમાં સુધારો લાવવો જોઈએ અને યોગ્ય શિક્ષણ આપવું જોઈએ.”

    ફક્ત આસામના મુખ્યમંત્રીએ કેજરીવાલને શિખામણ આપી એવું ન હતું, આસામના જળ સંસાધન, માહિતી અને જન સંપર્ક મંત્રી પીજુષ હઝારિકાએ પણ કેજરીવાલને આસામની પરિસ્થિતિનું ભાન કરાવતી ટ્વિટ કરી છે. હઝારિકાએ નોંધ્યું છે કે, “સહુથી પહેલાં તો આસામમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે એવું બિલકુલ નથી, તેમને આસામના સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની બહેતરી માટે અન્ય શાળાઓમાં ભેળવી દેવામાં આવી છે. બીજું, માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીને એમના વારંવાર ખુલ્લા પડી ગયેલા ‘દિલ્હી સ્કુલ મોડલ’ના આધારે શિક્ષણની બહેતરી વિષે ચર્ચા કરવાનો કોઈજ અધિકાર નથી.”

    આમ, આસામના મુખ્યમંત્રીએ કેજરીવાલને આંકડાઓ સહીત રાજ્યની શાળાઓની હાલત વિષે માહિતી આપીને તેમની હાલત અસહજ કરી દીધી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં