Monday, April 29, 2024
More
    હોમપેજદેશ‘અમે ભાગ્યા ન હોત તો જીવતા સળગાવી દેવાયા હોત’: નૂંહના કાલી મંદિર...

    ‘અમે ભાગ્યા ન હોત તો જીવતા સળગાવી દેવાયા હોત’: નૂંહના કાલી મંદિર પર પણ થયો હતો હુમલો, પૂજારીએ કહ્યું- અલ્લાહુ અકબરના નારા લગાવી રહ્યું હતું ટોળું 

    મંદિરના પૂજારીએ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે હુમલો કરવા આવેલ ટોળાનો હિંદુઓએ બાહોશીથી સામનો કર્યો હતો, એટલે જ તેઓ અને તેમનો પરિવાર આજે સુરક્ષિત છે. 

    - Advertisement -

    ગત 31 જુલાઈ, 2023ના રોજ હરિયાણાના મેવાત પ્રાંતના નૂંહમાં ઇસ્લામી ટોળાએ જળાભિષેક યાત્રામાં સામેલ હિંદુઓ પર હુમલો કરી દીધો હતો. આ દરમિયાન મુસ્લિમ તોફાનીઓએ નલ્હડ મહાદેવ મંદિરને પણ નિશાન બનાવ્યું હતું. જેના કારણે હિંદુ શ્રદ્ધાળુઓ કેટલાય કલાકો સુધી બંધક જેવી સ્થિતિમાં ફસાયેલા રહ્યા હતા. નલ્હડ મંદિરથી લગભગ 45 મિનિટના અંતરે આવેલા શ્રૃંગાર મંદિરને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત નૂંહના અન્ય એક બાબા ગોરખનાથ કાલી મંદિર પર પણ તોફાનીઓના ટોળાએ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. 

    કાલી મંદિરના મુખ્ય દ્વાર અને દિવાલો પર હિંસાનાં ચિહ્નો હજુ પણ જોવા મળે છે. 9 ઓગસ્ટ, 2023ના રોજ જ્યારે ઑપઇન્ડિયાની ટીમ આ મંદિરે પહોંચી તો ઘણી જગ્યાએ તોડફોડ અને આગચંપીનાં નિશાન જોવા મળ્યાં હતાં. પૂજારી તેમજ તેમનો પરિવાર પણ ટોળાના નિશાન પર હતો. મંદિરના પૂજારીએ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે હુમલો કરવા આવેલ ટોળાનો હિંદુઓએ બાહોશીથી સામનો કર્યો હતો, એટલે જ તેઓ અને તેમનો પરિવાર આજે સુરક્ષિત છે. 

    કાલીમંદિરના પુજારીએ ઑપઇન્ડિયાને જણાવ્યું કે 31 જુલાઇના રોજ 500થી વધુ લોકોના ટોળાએ મંદિર પર હુમલો કર્યો હતો. તેઓ ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવી રહ્યા હતા. તેમના હાથમાં પથ્થરો સહિત બીજા ઘણાં હથિયારો હતાં. તેમણે જણાવ્યું કે, “જેમ-તેમ કરીને ભાગીને અમે રૂમમાં ઘૂસી ગયા અને અંદરથી બંધ કરી દીધો. અમારી સાથે ભગતજી અને મને મળવા આવેલા બે શ્રદ્ધાળુઓ પણ હતા, જેમની બાઈકને પછીથી ટોળાએ સળગાવી દીધી હતી. 

    - Advertisement -

    પૂજારીના જણાવ્યા મુજબ લગભગ 2-3 કલાક સુધી મંદિરની આસપાસ પથ્થરમારો થયો હતો. આખો રસ્તો પથ્થરોથી ઢંકાઈ ગયો હતો. ટોળાએ મંદિરનું તાળું તોડ્યું હતું, પરંતુ તેઓ મંદિરમાં પ્રવેશી શક્યા નહોતા. જો ઘૂસી શક્યા હોત તો તેઓ મા કાલીની મૂર્તિ અને શિવલિંગને પણ નુકસાન પહોંચાડી શક્યા હોત.

    ‘કોલોનીના લોકો જ અમને અહીંથી લઇ ગયા’

    પૂજારીએ જણાવ્યું કે હુમલાના સમાચાર મળ્યા બાદ કોલોનીના લોકો ઘરની બહાર આવી ગયા હતા. તેમણે કહ્યું, “જો અમે ભાગી ન ગયા હોત તો અમને જીવતા સળગાવી દેવામાં આવ્યા હોત. કોલોનીના લોકો જ અમને અહીંથી બહાર લઇ ગયા હતા. પૂજારીના જણાવ્યા પ્રમાણે હુમલા સમયે તેમણે પ્રશાસન પાસે મદદ પણ માંગી હતી. પરંતુ કોઈ મદદ મળી ન હતી. પોલીસ હુમલાના છ કલાક બાદ પહોંચી હતી. 

    પૂજારીએ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે તોફાનીઓએ પીવાના પાણીનો એક નળ પણ ઉખાડી ફેંક્યો હતો, જેમાંથી મુસ્લિમો પણ પાણી પીતા હતા. મંદિરનો ઘંટ અને શંખ પણ ગાયબ છે. તેમના જણાવ્યા અનુસાર, આ ટોળામાં 15થી 30-35 વર્ષની વયના લોકોનો સામેલ હતા. તેમણે એ ઘાના નિશાન પણ બતાવ્યા જે ભાગતી વખતે પથ્થરો વાગવાના કારણે બની ગયાં હતાં. 

    કાલી મંદિરના પુજારીએ આ વિસ્તારમાં પોલીસ મથકની માગ કરી છે. તેમણે કહ્યું હતું કે, તે દિવસે હિંદુઓએ મંદિર અને તેમના પરિવારને મુસ્લિમ ટોળાના હુમલાથી બચાવી લીધા હતા, પરંતુ આસપાસના હિંદુઓમાં હજુ પણ ડર છે કારણ કે આસપાસના હિંદુઓ હજુ પણ ડરેલા છે અને આખો વિસ્તાર મુસ્લિમ બહુલ છે. 

    કાલી મંદિર પરનો હુમલો એ દર્શાવે છે કે 31 જુલાઈ, 2023ની હિંસા સુનિયોજિત હતી. યોજનાબદ્ધ રીતે હિંદુઓ અને તેમનાં મંદિરોને નિશાન બનાવવામાં આવ્યાં. હિંસાને લઈને અત્યાર સુધીમાં 216 લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે, જ્યારે 104 FIR નોંધવામાં આવી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં