ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) હલાલ સર્ટિફિકેટ ધરાવતા ઉત્પાદનો પર પ્રતિબંધના (Ban on Halal Certificate) મુદ્દા પર સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ (solicitor General Tushar Maheta) કહ્યું કે આશ્ચર્યજનક છે કે હલાલ પ્રમાણપત્ર ફક્ત માંસ ઉત્પાદનો માટે જ નહીં પરંતુ સિમેન્ટ, લોખંડના સળિયા, લોટ, ચણાનો લોટ અને પાણીની બોટલો માટે પણ આપવામાં આવી રહ્યું છે. આમ કરીને હલાલ સર્ટિફિકેટ આપતી સંસ્થાઓ લાખો અને કરોડો રૂપિયા કમાઈ રહી છે અને બિન-મુસ્લિમ લોકો પર આ ખર્ચનો ભાર આવી રહ્યો છે.
નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે 20 જાન્યુઆરીએ રાજ્યમાં નિકાસ માટે ઉત્પાદિત વસ્તુઓ સિવાય હલાલ સર્ટિફિકેટ સાથે ખાદ્ય ઉત્પાદનોના મેન્યુફેક્ચરીંગ, વેચાણ, સંગ્રહ અને વિતરણ પર પ્રતિબંધ મૂકતા જાહેરનામાને પડકારતી અરજી પર સુનાવણી કરી. આ અરજી હલાલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને જમિયત ઉલેમા-એ-હિંદ મહારાષ્ટ્ર દ્વારા દાખલ કરવામાં આવી હતી. કોર્ટમાં દાખલ કરાયેલી આ અરજીઓમાં, યુપી સરકારના ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને 18 નવેમ્બર 2023ના રોજ જારી કરાયેલા નોટિફિકેશનને પડકારવામાં આવી છે.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કરેલ દલીલ
નોંધનીય છે કે આ મામલે જસ્ટિસ બીઆર ગવઈની આગેવાની હેઠળની બેન્ચ સમક્ષ સુનાવણી કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સરકારનો પક્ષ મૂકી રહેલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ માંસ આધારિત ઉત્પાદનો સિવાયના ઉત્પાદનો પરના હલાલ સર્ટિફિકેટ પર પ્રશ્ન કર્યો હતો. તેમણે કહ્યું કે, “જ્યાં સુધી હલાલ માંસનો સવાલ છે, ત્યાં સુધી કોઈને કોઈ વાંધો હોઈ શકે નહીં, પરંતુ ઉપયોગમાં લેવાતા સિમેન્ટ અને લોખંડના સળિયાને પણ હલાલ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. અમને મળતી પાણીની બોટલોને પણ હલાલ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.”
Solicitor General of India Tushar Mehta raised in the Supreme Court the issue of halal certification of non-meat products such as iron bars and cement, asking why should non-believers be made to pay higher cost for halal-certified products.https://t.co/C6nKHjmkNX
— The Hindu (@the_hindu) January 21, 2025
સોલિસિટર જનરલે સુપ્રીમ કોર્ટ સમક્ષ કહ્યું હતું કે દરેક ઉત્પાદન પર હલાલ સર્ટિફિકેટ આપતી ખાનગી એજન્સીઓ લાખો અને કરોડો રૂપિયા કમાઈ રહી છે. કંપની ઉત્પાદનની કિંમતમાં હલાલ સર્ટિફિકેટ મેળવવાનો ખર્ચ ઉમેરે છે. જેના કારણે વસ્તુની કિંમત વધે છે. બિન-મુસ્લિમ લોકોને પણ આ ખર્ચ ઉઠાવવો પડી રહ્યો છે. જો કેટલાક લોકો કોઈ ચોક્કસ પ્રકારની પ્રોડક્ટ વાપરવા માંગતા હોય, તો પછી તેનો ખર્ચ દરેક વ્યક્તિ શા માટે ઉઠાવે? સુપ્રીમ કોર્ટે આ મામલે વિચાર કરવો જોઈએ.
અરજદારે કહ્યું હલાલ જીવનશૈલી સાથે સંબંધિત
સુનાવણી દરમિયાન, જમિયત ઉલેમા-એ-હિંદ મહારાષ્ટ્ર તરફથી હાજર રહેલા વકીલ એમ આર શમશાદે કહ્યું કે હલાલ જીવનશૈલી સાથે સંબંધિત મામલો છે. એવું વિચારવું ખોટું છે કે હલાલ કે બિન-હલાલનો સિદ્ધાંત ફક્ત માંસ ઉત્પાદનો પર જ લાગુ પડે છે. એવી ઘણી ખાદ્ય ચીજો હોઈ શકે છે જેમાં આલ્કોહોલનો ઉપયોગ પ્રિઝર્વેટિવ તરીકે કરવામાં આવ્યો હોય. આવી ખાદ્ય ચીજો બિન-હલાલની શ્રેણીમાં આવશે. હલાલ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના વકીલે કહ્યું કે લિપસ્ટિક જેવા મેકઅપ ઉત્પાદનો પણ હલાલ અથવા બિન-હલાલ હોઈ શકે છે.
Today, On 20th January, Solicitor General Tushar Mehta told the Supreme Court that halal certification is not limited to meat products but is being applied to many other items like cement and water bottles.
— LawChakra (@LawChakra) January 20, 2025
For More Details Visit: https://t.co/SBiWc3vOR4#SupremeCourt #HALAL… pic.twitter.com/zeWOPT8PXZ
જોકે, સુપ્રીમ કોર્ટે હલાલ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ અને જમિયત ઉલેમા-એ-હિંદ મહારાષ્ટ્રને કેન્દ્ર અને યુપી સરકારના સોગંદનામા પર જવાબ દાખલ કરવા માટે ચાર અઠવાડિયાનો સમય આપ્યો છે. કોર્ટે કહ્યું હતું કે કોર્ટે અગાઉ યુપી સરકારને આ મામલે કોઈ દંડાત્મક કાર્યવાહી ન કરવાનો આદેશ આપ્યો હતો. તે હાલ પૂરતો યથાવત રહેશે. આ કેસની આગામી સુનાવણી, હલાલ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ અને જમિયત ઉલેમા-એ-હિંદ મહારાષ્ટ્રના જવાબ દાખલ કર્યા બાદ માર્ચના છેલ્લા અઠવાડિયામાં થશે.
શું છે સમગ્ર મામલો
5 જાન્યુઆરી, 2024ના રોજ, સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશમાં હલાલ પ્રમાણપત્ર ધરાવતા ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ સામેની અરજી પર નોટિસ જારી કરી હતી. 18 નવેમ્બર, 2023ના રોજ ઉત્તર પ્રદેશના ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FSDA) કાર્યાલયે જારી કરેલ એક સૂચનામાં, હલાલ પ્રમાણપત્ર ધરાવતી ખાદ્ય ચીજો, દવાઓ અને સૌંદર્ય પ્રસાધનો અને અન્ય ઉત્પાદનોના વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂક્યો હતો.
આ નોટિફિકેશન વિરુદ્ધ હલાલ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ અને જમિયત ઉલેમા-એ-હિંદ મહારાષ્ટ્રે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. અરજદારે કહ્યું હતું કે કે જો લોકો મજહબી કારણોસર હલાલ પ્રમાણિત ઉત્પાદનોનો ઉપયોગ કરવા માંગતા હોય, તો તે અન્ય લોકોના હિતોને અસર કરતું નથી. તેમણે પોતાની અરજીમાં હલાલ સર્ટિફિકેટ આપતી સંસ્થાઓ સામે યુપીમાં FIR નોંધવાનો પણ વિરોધ કર્યો હતો.