Sunday, May 5, 2024
More
    હોમપેજદેશઉત્તર પ્રદેશમાં હલાલ સર્ટિફાઈડ પ્રોડક્ટ્સ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ: ઉત્પાદન, વેચાણ, વિતરણ,...

    ઉત્તર પ્રદેશમાં હલાલ સર્ટિફાઈડ પ્રોડક્ટ્સ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ: ઉત્પાદન, વેચાણ, વિતરણ, સંગ્રહ- તમામ પર રોક; યોગી સરકારનો નિર્ણય, અધિકારિક આદેશ જાહેર

    યુપી સરકારના ફૂડ કમિશનરની કચેરી દ્વારા અધિકારીક રીતે જાહેર કરવામાં આવેલ આદેશમાં જણાવવામાં આવ્યું કે, જાહેર જનતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ રાજ્યમાં હલાલ પ્રમાણિત ઉત્પાદનોના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવવામાં આવે છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે હલાલ સર્ટિફાઇડ પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. રાજ્યમાં આ પ્રકારનાં ઉત્પાદનોનું ઉત્પાદન, વિતરણ કે વેચાણ કરી શકાશે નહીં. શનિવારે (18 નવેમ્બર) રાત્રે આ માટેના આદેશ કરવામાં આવ્યા હતા. 

    યુપી સરકારના ફૂડ કમિશનરની કચેરી દ્વારા અધિકારીક રીતે જાહેર કરવામાં આવેલ આદેશમાં જણાવવામાં આવ્યું કે, જાહેર જનતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ રાજ્યમાં હલાલ પ્રમાણિત ઉત્પાદનોના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવવામાં આવે છે.” અન્ય એક આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, હલાલ સર્ટિફાઇડ લેબલ ધરાવતાં ફાર્માસ્યુટિકલ્સ, મેડિકલ ગેજેટ્સ અને કોસ્મેટિક આઇટમોના વેચાણ પર કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે. 

    આદેશમાં શું જણાવવામાં આવ્યું?

    આદેશમાં જણાવવામાં આવ્યું કે, અમુક ખાદ્ય ઉત્પાદનો, ડેરી ઉપ્તાદનો, ખાંડ, બેકરી ઉત્પાદનો, પિપરમિન્ટ ઓઇલ, નમકીન, રેડી ટૂ ઇટ સીવરીઝ અને ખાદ્ય તેલ વગેરેના લેબલ પર હલાલ પ્રમાણનનો ઉલ્લેખ કરવામાં આવે છે. ખાદ્ય પદાર્થો મામલે ખાદ્ય સુરક્ષા અને માનક અધિનિયમ 2006 હેઠળ શીર્ષસ્થ સંસ્થા ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) અધિનિયમમાં કરવામાં આવેલ વ્યવસ્થાઓ અને શક્તિના આધારે માનકો નક્કી કરે છે, જેના આધારે પદાર્થોની ગુણવત્તા સુનિશ્ચિત કરવામાં આવે છે. 

    - Advertisement -

    આગળ જણાવવામાં આવ્યું કે, ખાદ્ય પદાર્થની ગુણવત્તા નિશ્ચિત કરવા માટેનો અધિકાર આ અધિનિયમની કલમ 29માં દર્શાવેલ ઓથોરિટી કે સંસ્થાઓને જ છે. આ પ્રકારનાં ખાદ્ય ઉત્પાદનોનું હલાલ પ્રમાણન એક સમાનાંતર વ્યવસ્થા છે, જે ખાદ્ય પદાર્થની ગુણવત્તાના વિષયમાં ભ્રમની સ્થિતિ ઉત્પન્ન કરે છે, જે આ કાયદાથી વિપરીત છે અને કલમ 89નું પણ ઉલ્લંઘન કરે છે. 

    આદેશાનુસાર, ખાદ્ય સુરક્ષા અને માનક અધિનિયમની કલમ 30(2)(d)ના પાલન માટે કલમ 30(2)(a)માં પ્રાપ્ત અધિકારોનો ઉપયોગ કરતાં જન સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ રાજ્યની સરહદમાં હલાલ પ્રમાણનયુક્ત ખાદ્ય ઉત્પાદનોના નિર્માણ, સંગ્રહ, વિતરણ અને વેચાણ પર (નિર્યાતક માટે નિર્યાત હેતુ ઉત્પાદિત ખાદ્ય પદાર્થ છોડીને) તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવવામાં આવે છે.

    હલાલ સર્ટિફિકેશનને ધંધો બનાવીને ચાલતી 9 કંપનીઓ સામે લખનૌમાં થઈ છે FIR

    આ પહેલાં રાજ્યમાં હલાલ સર્ટિફિકેશનને ધંધો બનાવીને ચાલતી કંપનીઓ વિરુદ્ધ UP સરકારે કાર્યવાહી શરૂ કરી હોવાના સમાચાર સામે આવ્યા હતા. આ જ ક્રમમાં લખનૌમાં આ પ્રકારની 9 કંપનીઓ વિરુદ્ધ IPCની કલમ 120B, 153A, 298, 384, 420, 467, 468, 471 અને 505 હેઠળ કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો. 

    FIRમાં હલાલ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ ચેન્નઈ, જમીયત ઉલેમા હિન્દ હલાલ ટ્રસ્ટ દિલ્હી, હલાલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા મુંબઇ, જમિયત ઉલેમા મહારાષ્ટ્ર મુંબઈ વગેરેનું નામ છે. આ સંસ્થાઓ પર આરોપ છે કે તેઓ મઝહબના નામે અમુક ઉત્પાદનો પર હલાલ પ્રમાણપત્ર આપી રહ્યાં છે, જ્યારે તેનો તેમને કોઇ અધિકાર નથી. ઉલ્લેખનીય છે કે ખાવાપીવાની ચીજવસ્તુઓ સહિતનાં ઉત્પાદનો માટે પ્રમાણપત્ર આપવા માટે FSSAI અને ISI જેવી સંસ્થાઓને અધિકૃત કરવામાં આવી છે. 

    ત્યારથી જ મીડિયામાં ચાલી રહ્યું હતું કે યોગી સરકાર રાજ્યમાં હલાલ સર્ટિફાઇડ પ્રોડક્ટ્સ પ્રતિબંધિત કરી શકે છે. આખરે આ માટેનો આદેશ આપી દેવામાં આવ્યો છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં