Sunday, July 14, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ઔરંગઝેબ તો મઝહબી હતા, મંદિર તોડીને મસ્જિદ ન બનાવે…’: જ્ઞાનવાપીના ઈમામે ગાયાં...

  ‘ઔરંગઝેબ તો મઝહબી હતા, મંદિર તોડીને મસ્જિદ ન બનાવે…’: જ્ઞાનવાપીના ઈમામે ગાયાં ગુણગાન, ઓવૈસીને બીજી ‘બાબરી’ થવાનો ડર 

  કોઈ બીજાની ઈબાદતગાહ તો દૂર પણ કોઈના મકાનમાં પણ જબરદસ્તી ગેરકાયદેસર કબજો કરીને તેને મસ્જિદ બનાવી દેવામાં આવે તોપણ અમે તેને મસ્જિદ નથી માનતા: ઇમામ

  - Advertisement -

  ઉત્તરપ્રદેશના વારાણસીમાં ASIની ટીમ દ્વારા રવિવારના (6 ઓગસ્ટ, 2023) રોજ પણ જ્ઞાનવાપી પરિસરમાં સરવેની કામગીરી હાથ ધરાઈ હતી. આજે પણ સરવે સાંજે 5 વાગ્યા સુધી ચાલ્યો હતો. આ સાથે મુસ્લિમ પક્ષે સરવેને લઈને જૂઠી ખબરોને પ્રસારિત થઇ રહી હોવાનો આરોપ મૂકી પ્રક્રિયાથી અલગ થઈ જવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે એકબાજુ જ્ઞાનવાપીના જનરલ સેક્રેટરી અને મુખ્ય ઈમામ મુફ્તી અબ્દુલ બાતિન નોમાનીએ ઔરંગઝેબનો બચાવ કરતાં કહ્યું કે, સરવેમાં ત્રિશૂલ અને અન્ય હિંદુ પ્રતીકોનું મળવું એ ઔરંગજેબના સેક્યુલરિજ્મની નિશાની છે. તો બીજી બાજુ ઔવેસીને બીજી ‘બાબરી’ દેખાઈ રહી હતી.

  જ્ઞાનવાપી સરવેના આ સંપૂર્ણ મામલામાં જેમ-જેમ ASIને હિંદુ મંદિર હોવાના પુરાવા મળતા રહ્યા છે તેમ-તેમ મુસ્લિમ પક્ષ તરફથી વિવાદિત નિવેદનો સામે આવી રહ્યાં છે. આ સંપૂર્ણ મુદ્દા પર આજતક દ્વારા જ્ઞાનવાપીના જનરલ સેક્રેટરી અને મુખ્ય ઈમામ મુફ્તી અબ્દુલ બાતિન નોમાની સાથે વાત કરવામાં આવી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, “ત્યાં ઘણા વર્ષોથી નમાજ થઈ રહી છે. એ મસ્જિદ હતી, મસ્જિદ છે અને મસ્જિદ જ રહેશે.”

  નોમાનીએ કહ્યું કે, “અમારે ત્યાં ઈસ્લામ ધર્મમાં એક કાયદો બનાવવામાં આવ્યો છે. કોઈ બીજાની ઈબાદતગાહ તો દૂર પણ કોઈના મકાનમાં પણ જબરદસ્તી ગેરકાયદેસર કબજો કરીને તેને મસ્જિદ બનાવી દેવામાં આવે તોપણ અમે તેને મસ્જિદ નથી માનતા. અને તેમાં નમાજ ભણવી પણ યોગ્ય નથી માનતા. ત્યાં મંદિર હોવાનો કે મંદિરને તોડી પાડીને મસ્જિદ બનાવવાનો પ્રશ્ન જ નથી. છતાં તે લોકોને શંકા છે તો સરવે રિપોર્ટ આવી જવાની રાહ જુએ.”

  - Advertisement -

  ત્યાં હિંદુઓનું મંદિર હોવાની અને તેને તોડીને જ્ઞાનવાપી વિવાદિત ઢાંચો બનાવવાની વાત પર નોમાનીએ કહ્યું હતું કે “તેમનો દાવો હોય તો તેમણે પોતાની સંતુષ્ટિ માટે ASIના સરવેની વાત કરી છે. કોર્ટે તેમની વાત માની છે. ઠીક છે. અમારા હિસાબે તો એ મસ્જિદ છે. પછી જોઈશું કે ASIના રિપોર્ટમાં શું સામે આવે છે.”

  આ સાથે જ જ્યારે તેમને સ્પષ્ટ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, શું મંદિર તોડીને મસ્જિદ નથી બનાવવામાં આવી? તો અબ્દુલ બાતિન નોમાનીએ કહ્યું કે, “એવું થઈ જ ના શકે. ઇસ્લામમાં આવો કોઈ નિયમ જ નથી. આ ઔરંગઝેબ દ્વારા બનાવવામાં આવેલી મસ્જિદ છે. ખાસ કરીને તેમની પાસેથી આવી અપેક્ષા ના રાખી શકાય. ઔરંગજેબનો મામલો ઘણો અલગ છે. તે ઘણા વધારે મઝહબી હતા. તો તેમની પાસેથી ક્યારેય એવી અપેક્ષા ના રાખી શકાય કે, તેમણે મંદિરને તોડી મસ્જિદ બનાવી હશે. જોકે તેમણે તો મસ્જિદોની સાથે-સાથે મઠોને પણ જમીન આપી છે. મંદિરોને પણ આપી છે. આજે પણ બનારસમાં મોટા-મોટા મઠોમાં તમે ઔરંગઝેબનું ફરમાન જોઈ શકો છો.”

  આ સાથે જ્યારે ગત બે દિવસના સરવેમાં મળેલા ત્રિશૂલ, સ્વસ્તિક, ઘંટડી અને ફૂલના પ્રતિકો પર વાત કરવામાં આવી તો નોમાનીએ કહ્યું કે, “જે કોઈ પથ્થરમાં આવું નિશાન દેખાઈ રહ્યું છે. ફોટોગ્રાફમાં એવું લાગે કે આ ત્રિશૂલનું નિશાન બનેલું છે કે આ સ્વસ્તિકનું નિશાન બનેલું છે તો તે સબૂત છે કે તેની અંદર સેક્યુલરિઝમ હતું. તે પોતાની સાથે હિંદુ ભાઈઓના તમામ મજાહિબને સાથે લઈને ચાલતા હતા. આ જ કારણ છે કે તે મુસલમાન હોવા છતાં આ મુલ્કમાં આવ્યા અને 800 વર્ષ સુધી આટલા મોટા મુલ્ક પર શાસન કર્યું.”

  ઔવેસીને પજવી રહ્યો છે બીજી ‘બાબરી’નો ડર

  ઑલ ઈન્ડિયા મજલિએ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) નેતા અસદુદ્દીન ઔવેસીએ પણ જ્ઞાનવાપી સરવેને લઈને શનિવારે (5 ઓગસ્ટ,2023) કહ્યું હતું કે, તેમને શંકા છે કે ક્યાંક બીજી ‘બાબરી‘ ના થઈ જાય. ઔવેસીએ કહ્યું કે ASIના સરવે રિપોર્ટ આવ્યા બાદ બીજેપી-આરએસએસ નેરેટિવ સેટ કરશે. પછી શું થશે એ તમે જાણો છો.

  ઔવેસીએ કહ્યું કે, 23 ડિસેમ્બર, 1949ના રોજ બાબરી મસ્જિદમાં મૂર્તિઓ રાખી દેવાઈ, તો નમાજ બંધ થઈ ગઈ. અમે મસ્જિદથી દૂર થઇ ગયા. 6 ડિસેમ્બર,1992ના રોજ શિલાન્યાસની પરવાનગી આપવામાં આવી અને મસ્જિદ જતી રહી. અમને ડર છે કે ASIનો રિપોર્ટ આવ્યા બાદ બીજી ‘બાબરી’ ના થઈ જાય.

  ઔવેસીની વાતોથી તેમનો ડર સ્પષ્ટ જણાઈ આવતો હતો. તેમને હમણાંથી જ એ ચિંતા છે કે સરવે પછી શું થશે? તેમણે સવાલ કર્યો કે, સરવે બાદ મસ્જિદનું ‘રિલિજિયસ કેરેક્ટર’ એ જ રહેશે કે બદલાઈ જશે? શું નમાજ બંધ થઈ જશે? સાથે જ ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથના નિવેદનથી ભડકેલા અસદુદ્દીન ઔવેસીએ કહ્યું કે, તકલીફ છે કે મુખ્યમંત્રી આદેશ પહેલાં જ તરફદારી કરી રહ્યા છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં