Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજ્ઞાનવાપી પરિસરમાં બીજા દિવસની સરવેની કામગીરી પૂર્ણ: ભોંયતળિયામાંથી ખંડિત મૂર્તિ, ત્રિશૂલ અને...

    જ્ઞાનવાપી પરિસરમાં બીજા દિવસની સરવેની કામગીરી પૂર્ણ: ભોંયતળિયામાંથી ખંડિત મૂર્તિ, ત્રિશૂલ અને કળશ સહિતનાં હિંદુ પ્રતીકો મળ્યાં હોવાના અહેવાલ

    ASIએ સરવે માટે ચાર ટીમોની રચના કરી હતી, જેમાંથી બે પશ્ચિમી દીવાલની જ્યારે એક ટીમ ઉત્તર તેમજ 1 પૂર્વ દીવાલની તપાસ કરી રહી છે.

    - Advertisement -

    વિવાદિત ઢાંચા જ્ઞાનવાપી પરિસરના વૈજ્ઞાનિક સરવેનો શનિવારે (5 ઓગસ્ટ, 2023) બીજો દિવસ હતો. સવારથી ASIની ટીમ પહોંચી હતી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી શરૂ કરી હતી. બીજા દિવસે સરવે દરમિયાન ભોંયતળિયેથી મૂર્તિ સહિતનાં હિંદુ પ્રતીકો મળી આવ્યાં હોવાનું સામે આવ્યું છે. 

    શનિવારે જ્ઞાનવાપી પરિસરમાં સરવે કામગીરી પૂર્ણ થયા બાદ હિંદુ પક્ષના અરજદાર સીતા સાહૂએ કહ્યું કે, ભોંયતળિયામાંથી એક ખંડિત મૂર્તિ મળી છે. લગભગ 4 ફિટની મૂર્તિને લઈને કહેવામાં આવી રહ્યું છે કે તે અડધી મનુષ્ય અને અડધી પશુની મૂર્તિ છે. જેથી તે નરસિંહ અવતાર હોવાનું અનુમાન છે. સાથે એમ પણ જણાવવામાં આવ્યું કે મંદિરના તૂટેલા સ્તંભના પણ અવેશેષો મળી આવ્યા છે. 

    ABP સાથેની વાતચીતમાં સાહૂએ જણાવ્યું કે, આશા કરતાં વધારે હિંદુ પ્રતીકો મળ્યાં છે. ભોંયતળિયાની પશ્ચિમી દીવાલ બૂમો પાડીને કહી રહી છે કે આ હિંદુ ધર્મસ્થળ હતું. તપાસ દરમિયાન ટીમને અહીં કળશ, સ્વસ્તિક, કમલ, ત્રિશૂળ વગેરે મળી આવ્યાં છે. તેમણે કહ્યું કે, દીવાલોને ચૂનાથી રંગીને આ પ્રતીકોને નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 

    - Advertisement -

    રિપોર્ટ અનુસાર, ASIએ સરવે માટે ચાર ટીમોની રચના કરી હતી, જેમાંથી બે પશ્ચિમી દીવાલની જ્યારે એક ટીમ ઉત્તર તેમજ 1 પૂર્વ દીવાલની તપાસ કરી રહી છે. ઇમારતની બહારની દીવાલો આપસપર્સ GPR તકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સરવે દરમિયાન મુસ્લિમ પક્ષ તરફથી 9 જ્યારે હિંદુ પક્ષ તરફથી 7 લોકો ઉપસ્થિત રહ્યા હતા. પાંચ વાગ્યે આજની સરવેની કામગીરી આટોપી લેવામાં આવી હતી. 

    આ સરવેની કામગીરી હજુ થોડા દિવસો ચાલશે. કોર્ટે 2 સપ્ટેમ્બર સુધીમાં રિપોર્ટ તૈયાર કરીને સોંપવા માટે ASIએ જણાવ્યું છે. આ સરવેની મદદથી જાણી શકાશે કે અત્યારે જેને ‘જ્ઞાનવાપી મસ્જિદ’ કહેવાય છે એ વિવાદિત ઢાંચો મંદિરને તોડીને બનાવવામાં આવ્યો છે કે કેમ. જેને લઈને કોર્ટ કેસમાં આગળ નિર્ણયો કરશે. 

    ઉલ્લેખનીય છે કે હિંદુ પક્ષે મે, 2023માં વારાણસીની કોર્ટમાં એક અરજી કરીને જ્ઞાનવાપી પરિસરમાં ASI સરવે કરાવવા માટેની માગ કરી હતી. જેને લઈને ગત 21 જુલાઈના રોજ કોર્ટે લીલી ઝંડી આપી દીધી હતી. જેની સામે મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટ સુધી લડત આપવાના પ્રયાસ કર્યા પરંતુ સફળતા મળી નહીં. સુપ્રીમ કોર્ટે પણ લીલી ઝંડી આપતાં હવે સરવેનું કામ વિના વિઘ્ને પાર પાડવામાં આવશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં