Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપીઢ અભિનેતા સમીર ખખ્ખરનું 70 વર્ષની આયુમાં નિધન: દુરદર્શનની ધારાવાહિક 'નુક્કડ'નું 'ખોપડી'...

    પીઢ અભિનેતા સમીર ખખ્ખરનું 70 વર્ષની આયુમાં નિધન: દુરદર્શનની ધારાવાહિક ‘નુક્કડ’નું ‘ખોપડી’ પાત્ર ભજવીને મેળવી હતી લોકચાહના

    મૂળ ગુજરાતી રંગભૂમિના કલાકાર સમીર ખખ્ખરે અમિતાભ બચ્ચન, ગોવિંદા, અમરીશપુરી, ધર્મેન્દ્ર, અનિલ કપૂર, માધુરી દીક્ષિત, જેકી શ્રોફ, નાના પાટેકર, સલમાન ખાન, કરિશ્મા કપૂર, રવીના ટંડન, અજય દેવગણ જેવા બોલીવુડના ખ્યાતનામ કલાકારો સાથે કામ કર્યું છે.

    - Advertisement -

    દુરદર્શન પર પ્રસારિત થયેલી લોકપ્રિય ધારાવાહિક ‘નુક્કડ’માં ‘ખોપડી’ નું પત્ર ભજવીને દેશના દરેક ઘર-ઘરમાં ખોબલે ખોબલે લોકચાહના મેળવનાર પીઢ અભિનેતા સમીર ખખ્ખરનું 70 વર્ષની આયુમાં નિધન થયું છે. સમીર તેમના અંતિમ સમયમાં શ્વાસની અને અન્ય તબીબી સમસ્યાઓથી પીડાઈ રહ્યાં હતા. ગઈ કાલે (14 માર્ચ 2023) બપોરે તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. ત્યાર બાદ સમીરને બોરીવલીની એમએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

    સતીશ કૌશિક બાદ અભિનેતા સમીર ખખ્ખરનું નિધન થતાં ઇન્ડસ્ટ્રીને ટૂંકા ગાળામાં જ બીજો મોટો ઝટકો લાગ્યો છે. સમીર ખખ્ખર 90ના દાયકાની ફિલ્મોમાં જાણીતું નામ બની ગયું હતું. પરંતુ થોડા સમય બાદ તેમણે અભિનય જગતને અલવિદા કહી દીધું હતું. એટલું જ નહીં, વર્ષ 1996માં તેઓ દેશ છોડીને અમેરિકામાં રહેવા લાગ્યા હતા. જો કે સમીરે અમેરિકા જઈને અભિનયને વ્યવસાયમાં ન લેતા જાવા કોડરનું કામ કર્યું હતું.

    સમીર અમેરિકામાં કામ કરીને સંતોષની જિંદગી વિતાવી રહ્યાં હતા, પરંતુ ત્યાંની મંદી બાદ વર્ષ 2008માં તેમની નોકરી છૂટી ગઈ હતી. એક વાર મીડિયા સાથેની વાતચીતમાં સમીરે પોતે કહ્યું હતું કે તેઓ અમેરિકામાં રહીને ખુશ છે અને ત્યાં એક અભિનેતા તરીકે તેમને કોઈ ઓળખતું નથી. આ જ કારણ છે કે તેમણે અભિનય છોડીને અન્ય ક્ષેત્રોમાં હાથ અજમાવવો પડ્યો હતો. વાતચીત દરમિયાન સમીરે કહ્યું હતું કે, તેઓ જ્યારે દેશમાં હતા ત્યારે પણ તેને કામ મેળવવા માટે અનેક પ્રયત્નો કર્યા હતા, અને તેને જે કામ મળતું હતું તે ‘નુક્કડ‘ સિરિયલમાં ભજવેલા ખોપડીના પાત્ર જેવું જ હતું.

    - Advertisement -

    દૂરદર્શનની ‘નુક્કડ’ સિરિયલથી બન્યા હતા ઘર ઘરમાં જાણીતા

    નોંધનીય છે કે સમીરે ‘નુક્કડ’ સીરિયલથી અભિનયની દુનિયામાં કરિયરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેઓ દૂરદર્શનની સિરિયલ ‘સર્કસ’માં ચિંતામણીનો રોલ કરતો જોવા મળ્યા હતા. સમીરે ડીડી મેટ્રોની સિરિયલ ‘શ્રીમાન શ્રીમતી’માં પણ ફિલ્મ ડિરેક્ટર ટોટોનો રોલ કર્યો હતો. આ સિવાય તેમણે ‘સંજીવની’ સિરિયલમાં ગુડ્ડુ માથુરનો રોલ પણ કર્યો હતો. આ ઉપરાંત તેમણે ‘હંસી તો ફસી’, ‘જય હો’, ‘પટેલ કી પંજાબી શાદી’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. છેલ્લે સમીર ખખ્ખર ઝી5ની વેબ સિરીઝ સનફ્લાવરમાં પણ જોવા મળ્યાં હતા.

    મૂળ ગુજરાતી રંગભૂમિના કલાકાર સમીર ખખ્ખરે અમિતાભ બચ્ચન, ગોવિંદા, અમરીશપુરી, ધર્મેન્દ્ર, અનિલ કપૂર, માધુરી દીક્ષિત, જેકી શ્રોફ, નાના પાટેકર, સલમાન ખાન, કરિશ્મા કપૂર, રવીના ટંડન, અજય દેવગણ જેવા બોલીવુડના ખ્યાતનામ કલાકારો સાથે કામ કર્યું છે. સમીર ખખ્ખરે અભિનયની દુનિયાને 38 વર્ષ આપ્યા છે. સમીર છેલ્લે અભિનેતા શાહિદ કપૂરની વેબ સિરીઝ ‘ફેક’માં જોવા મળ્યાં હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં