Wednesday, June 18, 2025
More
    હોમપેજદેશ'શા માટે આવી ટિપ્પણીઓ…'- અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી પર સુપ્રીમે ઉઠાવ્યો વાંધો: HCએ...

    ‘શા માટે આવી ટિપ્પણીઓ…’- અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી પર સુપ્રીમે ઉઠાવ્યો વાંધો: HCએ રેપ કેસમાં આરોપીને જામીન આપતા કહ્યું હતું- યુવતીએ સામે ચાલીને સમસ્યાને આપ્યું આમંત્રણ

    જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ એસી મસીહની બેન્ચે કહ્યું કે, "હવે એક અન્ય ન્યાયાધીશે વધુ એક આદેશ આપ્યો છે. જજે જામીન આપવાનો નિર્ણય સંભળાવ્યો છે. હા, જામીન આપી શકે છે, પરંતુ તે શું વાત થઈ કે, પીડિતાને પોતે જ સમસ્યાને આમંત્રણ આપ્યું હતું."

    - Advertisement -

    અલ્હાબાદ હાઇકોર્ટની (Allahabad High Court) તાજેતરની એક ટિપ્પણીને લઈને હવે સુપ્રીમ કોર્ટે (Supreme Court) સ્વતઃસંજ્ઞાન લઈને હાઇકોર્ટનો ઉધડો લીધો છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે (15 એપ્રિલ) અલ્હાબાદ હાઇકોર્ટને કહ્યું હતું કે, કોર્ટે કોઈપણ કેસમાં વિવાદિત ટિપ્પણી કરવાથી (Disputed comment) બચવું જોઈએ. નોંધવા જેવું છે કે, અલ્હાબાદ હાઇકોર્ટે 10 એપ્રિલના રોજ રેપના આરોપીને જામીન આપતા કહ્યું હતું કે, ‘પીડિત યુવતીએ સામે ચાલીને સમસ્યાને આમંત્રણ આપ્યું હતું, રેપ માટે તે પોતે જવાબદાર છે.’

    સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ આ બીજી વખત અલ્હાબાદ હાઇકોર્ટને સલાહ આપી છે. આ પહેલાં માર્ચમાં અલ્હાબાદ હાઇકોર્ટે વિવાદિત ટિપ્પણી કરતા એક કેસમાં કહ્યું હતું કે, ‘સ્તન પકડવા, પાયજામાનું નાડુ ખોલવું, એ રેપના પ્રયાસ નથી.’ આ ટીપ્પણી બાદ પણ સુપ્રીમ કોર્ટે વચ્ચે આવવું પડ્યું હતું. ત્યારે હવે આ નવા કેસમાં પણ સુપ્રીમ કોર્ટે વચ્ચે આવીને અલ્હાબાદ હાઇકોર્ટને સલાહો આપી છે.

    જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ એસી મસીહની બેન્ચે કહ્યું કે, “હવે એક અન્ય ન્યાયાધીશે વધુ એક આદેશ આપ્યો છે. જજે જામીન આપવાનો નિર્ણય સંભળાવ્યો છે. હા, જામીન આપી શકે છે, પરંતુ તે શું વાત થઈ કે, પીડિતાને પોતે જ સમસ્યાને આમંત્રણ આપ્યું હતું. કોઈ જજ હોય તો તેમણે આવી ટિપ્પણી કરતાં સમયે સાવધાન રહેવું જોઈએ. અલ્હાબાદ હાઇકોર્ટની આ ટિપ્પણી બાદ સુપ્રીમ કોર્ટ પોતે હવે આ કેસને જોઈ રહી છે.”

    - Advertisement -

    આના પર SG તુષાર મહેતાએ કહ્યું કે, ન્યાય માત્ર થવો જ ના જોઈએ, પણ દેખાવો પણ જોઈએ. આવી રીતના આદેશને સામાન્ય માણસો ક્યાં દ્રષ્ટિકોણથી જોશે, તે પણ વિચારવું જોઈએ. વધુમાં આ મામલે હવે સુપ્રીમ કોર્ટમાં જ સુનાવણી ચાલશે અને ચાર અઠવાડિયા બાદ ફરી આ મામલે સુનાવણી કરવામાં આવશે.

    શું હતો કેસ?

    હાલનો તાજેતરનો કેસ નોઇડાની એક વિદ્યાર્થિનીનો છે. પોસ્ટ ગ્રેજ્યુએટ પીડિતાએ પોલીસને આપેલી ફરિયાદમાં કહ્યું હતું કે, તે તેની ત્રણ સહેલીઓ સાથે દિલ્હીના એક બારમા ગઈ હતી. ત્યાં તેની મુલાકાત અમુક પરિચિતો સાથે થઈ અને તેમાં એક આરોપી પણ હતો. યુવતીની ફરિયાદ અનુસાર, દારૂ પીધા બાદ તેને નશો ચડી ગયો હતો અને આરોપી સતત તેની નજીક આવતો હતો. લગભગ સવારે 3 વાગ્યા સુધી તેઓ બારમાં રહ્યાં અને આ દરમિયાન આરોપી સતત તેને પોતાની સાથે આવવા માટે જણાવતો રહ્યો. યુવતીનું કહેવું છે કે આરોપીના આગ્રહથી તે આરામ કરવા માટે તેના (આરોપી) ઘરે જવા માટે તૈયાર થઈ ગઈ.

    ફરિયાદીનો આરોપ છે કે રસ્તે આરોપી તેને અયોગ્ય રીતે સ્પર્શ કરતો રહ્યો અને નોઈડામાં તેના ઘરે લઈ જવાના સ્થાને ગુરૂગ્રામમાં એક સંબંધીના ફ્લેટ પર લઈ ગયો અને ત્યાં બળાત્કાર કર્યો. ત્યારબાદ મહિલાએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી, જેના આધારે FIR નોંધવામાં આવી અને ડિસેમ્બર 2024માં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી.

    ત્યારબાદ આરોપીએ તપાસ દરમિયાન તેને જામીન પર જવા દેવાની માંગણી કરતી અરજી અલ્હાબાદ હાઇકોર્ટમાં દાખલ કરી હતી અને અલ્હાબાદ હાઇકોર્ટે તેની જામીન અરજી મંજૂર કરતા 10 એપ્રિલના રોજ ટિપ્પણી કરી હતી કે, “કોર્ટનો એ અભિપ્રાય છે કે એક ક્ષણ માટે પીડિતાના આરોપોને સાચા પણ માની લઈએ, તોપણ એ નિષ્કર્ષ ઉપર પહોંચી શકાય કે તેણે પોતે જ સમસ્યાને આમંત્રણ આપ્યું હતું અને જવાબદાર તે પણ છે. આવું જ વલણ પીડિતે પણ પોતાના નિવેદનમાં દાખવ્યું છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં