Wednesday, March 26, 2025
More

    ‘સ્તન પકડવા, લેંઘાનું નાડુ તોડવું… એ રેપના પ્રયાસ નહીં…’: અલ્હાબાદ હાઇકોર્ટના આ નિર્ણય પર સુપ્રીમ કોર્ટે લીધું સ્વતઃ સંજ્ઞાન, થશે સુનાવણી

    સગીરા સાથે રેપના પ્રયાસો સાથે સંકળાયેલા એક કેસમાં અલ્હાબાદ હાઇકોર્ટે (Allahabad High Court) 17 માર્ચના રોજ એક વિવાદિત નિર્ણય આપ્યો હતો, જેના પર હવે સુપ્રીમ કોર્ટે સ્વતઃ સંજ્ઞાન (suo motu cognizance) લીધું છે. બુધવારે (26 માર્ચ) સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે આ કેસની સુનાવણી કરશે.

    અલ્હાબાદ હાઇકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, “પીડિત સગીરાના સ્તન પકડવા અને પાયજામાનું નાડુ તોડવા જેવા આરોપોને લઈને આરોપી વિરુદ્ધ રેપનો કેસ નહીં બની શકે. ચુકાદો આપનારા જજ રામ મનોહર નારાયણ મિશ્રાએ 11 વર્ષની સગીરા સાથે બનેલી આ ઘટનાના તથ્યોને રેકોર્ડ કર્યા બાદ કહ્યું હતું કે, આવા આરોપો મહિલાની ગરિમા પર આઘાત જેવા કેસ બનાવી શકે છે. પરંતુ તેને રેપનો પ્રયાસ ન કહી શકાય.”

    આ વિવાદિત ચુકાદા બાદ દેશભરમાં ચર્ચાઓ વહેતી થઈ હતી અને અલ્હાબાદ હાઇકોર્ટના આ નિર્ણયનો વિરોધ પણ થવા લાગ્યો હતો. ઘણા કાનૂનવિદોએ સુપ્રીમ કોર્ટને આ નિર્ણય પર સ્વતઃ સંજ્ઞાન લેવાની માંગણી કરી હતી. જે બાદ સુપ્રીમ કોર્ટે આ કેસ મામલે સૂઓમોટો લીધો છે.