Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકેજરીવાલ, સિસોદિયા અને જૈને મારા માટે ‘યે દોસ્તી..’ ગીત ગાયું હતું: ઠગ...

    કેજરીવાલ, સિસોદિયા અને જૈને મારા માટે ‘યે દોસ્તી..’ ગીત ગાયું હતું: ઠગ સુકેશનો વધુ એક લેટર બૉમ્બ, ત્રણેય પર કરોડોના કમિશનના આરોપો લગાવ્યા

    ઠગ સુકેશ ચંદ્રશેખરે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર અલગ અલગ કોન્ટ્રાક્ટ દ્વારા 1000 કરોડ રૂપિયાનું કમિશન લેવાનો આરોપ લગાવ્યો હતો.

    - Advertisement -

    200 કરોડની છેતરપિંડીના કેસમાં જેલમાં બંધ ઠગ સુકેશ ચંદ્રશેખરે ફરી એકવાર લેટર બૉમ્બ ફોડ્યો છે. જેમાં સુકેશે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મનિષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન પર ગંભીર આરોપ લગાવ્યા છે. 25 માર્ચ 2017ના રોજ કેજરીવાલ અને સત્યેન્દ્ર જૈને ગીત ગાયું હોવાનો ઠગ સુકેશનો દાવો છે. તેણે કહ્યું હતું કે પોતાના જન્મદિવસ પર ‘યે દોસ્તી હમ નહીં છોડેંગે’ ગીત ગાયું હતું, પરંતુ પૈસાની લાલચમાં પોતાનું વચન તોડ્યું હતું. સુકેશે કેજરીવાલને કહ્યું, તમે મને ઠગ કહો છો, પરંતુ તમે સૌથી મોટા કૌભાંડી છો.

    કેજરીવાલ, મનિષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન પર આરોપ લગાવતો આ સુકેશનો પત્ર તાજેતરમાં મીડિયામાં સામે આવ્યો છે. સુકેશનો દાવો કરતા આ પત્રમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને ગરીબ બાળકોના શિક્ષણ યોજનામાં કૌભાંડ આચર્યું છે. સુકેશે કેજરીવાલ સરકાર પર ટેબલેટ સ્કીમમાં ગોટાળો કરવાનો આરોપ લગાવ્યો હતો. સુકેશે પત્રમાં જણાવ્યું હતું કે બાળકોને ટેબલેટ વિતરણ માટે તૈયાર કરવામાં આવેલા ડ્રાફ્ટમાં એક ચીની કંપની પાસેથી મારા મારફતે ટેબ્લેટ્સ ખરીદવામાં આવી રહ્યા હતા, પરંતુ જ્યારે બીજી કંપનીએ મને 20 ટકા વધુ કમિશન આપવાની લાલચ આપી ત્યારે કેજરીવાલ સરકારે મને ટેન્ડર ન આપવાનો અને બીજા કોઈને આપવાનો નિર્ણય કર્યો હતો.

    આ સિવાય ઠગ સુકેશ ચંદ્રશેખરે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર અલગ અલગ કોન્ટ્રાક્ટ દ્વારા 1000 કરોડ રૂપિયાનું કમિશન લેવાનો આરોપ લગાવ્યો હતો. સુકેશનો દાવો છે કે દિલ્હી સરકારની પ્રશંસા કરતા આંતરરાષ્ટ્રીય અખબારમાં પ્રકાશિત લેખ પણ મનિષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન દ્વારા પૈસા ચૂકવીને છપાવવામાં આવ્યા હતા.

    - Advertisement -

    સુકેશે પોતાના પત્રમાં ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે, “કેજરીવાલજી, જેવી તમને ખબર પડી કે ઈડીએ મને કસ્ટડીમાં લીધો છે કે તરત જ તેમણે મિસ્ટર ચતુર્વેદી, જે તમારા અને સત્યેન્દ્ર જૈનના હવાલા ઓપરેટર છે, તેમને પણ સમન પાઠવવામાં આવ્યું હતું. ચાર દિવસ પહેલા ઈડી સમક્ષ આપેલા નિવેદનોમાં મેં તમારા સત્યેન્દ્ર જૈન અને ચતુર્વેદીના રહસ્યો ઉજાગર કર્યા તો તમે સત્યેન્દ્ર જૈનને તાત્કાલિક મંત્રીપદેથી હટાવી દીધા હતા, જે નિર્ણય તમે છેલ્લા 9 મહિનાથી નહતો લીધો.

    ઉલ્લેખનીય છે એ આ પત્ર એવા સમયે આવ્યો છે જ્યારે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયા CBIની કસ્ટડીમાં છે. અગાઉ કોર્ટે તેમના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ત્યારબાદ આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં વધુ 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. બીજી તરફ, તેમની જામીન અરજી પરની સુનાવણી 10 માર્ચ સુધી ટાળી દેવામાં આવી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં