Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોંગ્રેસ નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ વડાપ્રધાન મોદીને 'હિટલર' સાથે સરખાવતા...

    કોંગ્રેસ નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ વડાપ્રધાન મોદીને ‘હિટલર’ સાથે સરખાવતા વિવાદ: ભાજપે પણ આપ્યો જવાબ

    ઉડુપીમાં એક કાર્યક્રમ દરમિયાન સિદ્ધારમૈયાએ વડાપ્રધાન મોદીને હિટલર કહીને કહ્યું હતું કે, "મોદી ભલે 100 વાર કહે કે બીજેપી ફરી સત્તામાં આવી રહી છે, પણ એવું ક્યારેય નહીં બને."

    - Advertisement -

    છેલ્લા કેટલાક સમયથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક હુમલાઓ થઈ રહ્યા છે, તેમાં વધારો કરતા હવે કોંગ્રેસ નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ વડાપ્રધાન મોદીને હિટલર સાથે સરખાવ્યા હતા. માંસ ખાઈને હિંદુ મંદિરમાં જઈને વિવાદોમાં રહી ચુકેલા કોંગ્રેસી નેતા સિદ્ધારમૈયાના આ નિવેદન બાદ ભાજપ પણ આકરા પાણીએ જોવા મળી રહ્યું છે. આટલું જ નહિ સિદ્ધારમૈયાએ ભાજપના શાસનની તુલના મુસોલની અને ફ્રાંસિસ્કો ફ્રેંકો સાથે સરખાવતા વિવાદને વેગ મળ્યો છે.

    મળતા અહેવાલો મુજબ સિદ્ધારમૈયાએ વડાપ્રધાન મોદીને હિટલર સાથે સરખાવ્યા હતા અને તેમણે મોદીના શાસનની સરખામણી મુસોલિની અને ફ્રાંસિસ્કો ફ્રાન્કોના શાસન સાથે કરી હતી. બીજેપીને ભગવા પાર્ટી ગણાવી હતી. રવિવારે (22 જાન્યુઆરી, 2023)ના રોજ ઉડુપીમાં એક કાર્યક્રમ દરમિયાન આપવામાં આવેલા આ વિવાદાસ્પદ નિવેદનમાં સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે આ સરકારના શાસનમાં હવે ગણતરીના જ દિવસો બાકી છે.

    ઉડુપીમાં એક કાર્યક્રમ દરમિયાન સિદ્ધારમૈયાએ વડાપ્રધાન મોદીને હિટલર કહીને કહ્યું હતું કે, “મોદી ભલે 100 વાર કહે કે બીજેપી ફરી સત્તામાં આવી રહી છે, પણ એવું ક્યારેય નહીં બને.” તેમણે વધુમાં કહ્યું કે, “હિટલર પણ થોડા દિવસ ધામધૂમથી ફરતો હતો, તેવી જ રીતે મોદી પાસે પણ હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે.” આટલું જ નહિ સિદ્ધારમૈયાએ પોતાના આ જ નિવેદનમાં મુસોલિની અને ફ્રેન્કોનું નામ પણ લીધું હતું અને તેમની સરખામણી મોદી સરકારના શાસન સાથે કરી હતી.

    - Advertisement -

    સિદ્ધારમૈયાના નિવેદન બાદ ભાજપે કોંગ્રેસને ઘેરી

    સિદ્ધારમૈયાએ આપેલા આ વિવાદિત નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટી આકરા પાણીએ જોવા મળી રહી છે, કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ કહ્યું હતું કે આખો દેશ વડાપ્રધાનને જાણે છે આથી આવું કશું જ નહિ થાય. તેમણે કહ્યું હતું કે, “ભારત દેશની 130 કરોડ જનતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વને ખુબ સારી રીતે જાણે છે. કોઈના કંઈક કહેવાથી તેમને કોઈ જ ફર્ક નથી પાડવાનો. તેઓ ગુજરાત માટે પણ આવું જ કશું બોલ્યા હતા, અને તે છતાં જનતાએ બહુમત સાથે તેમની સાથે ઉભી હતી. અને અહીં કર્ણાટકમાં પણ એવું જ થવાનું છે”

    તો બીજી તરફ બીજી તરફ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ પણ આ ઘટના બાદ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, સિદ્ધારમૈયા એજ નેતા છે જે મલ્લિકાર્જુન ખડગેને પોતાના અધ્યક્ષ નથી માનતા. પ્રહલાદ જોશીના કહેવા પ્રમાણે, સિદ્ધારમૈયાએ પહેલા કોંગ્રેસ પાર્ટીમાં પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવું જોઈએ. નરેન્દ્ર મોદીને ચૂંટાયેલા નેતા ગણાવતા કેન્દ્રીય મંત્રીએ ખડગેને માત્ર નામમાત્ર પક્ષના વડા ગણાવ્યા હતા. નોંધનીય છે કે આ વર્ષે કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે, જેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી જંગ છેડશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં