Tuesday, February 4, 2025
More
    હોમપેજરાજકારણCM આતિશી ટોળું લઈ પહોંચ્યા હતા ફરિયાદ કરવા, પોલીસે 'આચારસંહિતા'નો હવાલો આપતા...

    CM આતિશી ટોળું લઈ પહોંચ્યા હતા ફરિયાદ કરવા, પોલીસે ‘આચારસંહિતા’નો હવાલો આપતા ‘ઉત્સાહી’ AAP કાર્યકર્તાએ પોલીસ પર કરી દીધો હુમલો: દિલ્હીના મુખ્યમંત્રી વિરુદ્ધ FIR

    ઘટનાનું સંજ્ઞાન લઈને પોલીસે દિલ્હીના મુખ્યમંત્રી આતિશી અને AAP કાર્યકર્તા અશ્મિત અને સાગર મહેતા વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની (BNS) કલમ 221, 132, 121(1) , 3(5) વિરુદ્ધ ગોવિંદપુરી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે.

    - Advertisement -

    દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી (Delhi Assembly Elections) માટે પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે અને આદર્શ આચારસંહિતા (Model Code of Conduct) લાગુ થઈ ગઈ છે. પરંતુ તેમ છતાં દિલ્હીમાં રાજકારણ ગરમાયું છે. આખી રાત દિલ્હીમાં અનેક સ્થળોએ ઘમાસાણ જોવા મળ્યું છે. સૌથી વધુ હોબાળો દિલ્હીના મુખ્યમંત્રી આતિશીની (CM Atishi) બેઠક પર જોવા મળ્યો હતો. પોલીસે ગોવિંદપુરી પોલીસ સ્ટેશનમાં CM આતિશી તેમના AAP સમર્થકો અને રમેશ બિધૂડીના પુત્ર મનીષ (Manish) વિરુદ્ધ FIR નોંધી છે.

    આ તમામ આરોપીઓ પર આચારસંહિતાના ઉલ્લંઘનનો આરોપ છે. સાથે એ પણ નોંધવા જેવું છે કે, CM આતિશીની બેઠક કાલાકાજીમાં વધારે ગરમાવો જોવા મળ્યો હતો. આ બેઠક પર ભાજપ તરફથી પૂર્વ સાંસદ રમેશ બિધૂડીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પરંતુ, આચારસંહિતા લાગુ થયા બાદ કઈક એવી ઘટનાઓ બની કે, રમેશ બિધૂડીના પુત્ર અને આતિશી વિરુદ્ધ FIR નોંધાઈ. જોકે, FIRમાં AAP સમર્થકો પણ બાકી ન રહ્યા. આપણે સમગ્ર ઘટના વિશે વિસ્તારથી જાણવા પ્રયાસ કરીશું.

    શું હતી સમગ્ર ઘટના?

    સમગ્ર ઘટના કઈક એવી છે કે, 4 ફેબ્રુઆરીએ આચારસંહિતા લાગુ થયા બાદ મોડી રાત્રે દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ X પર પોસ્ટની હારમાળા કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે, ભાજપ ઉમેદવાર રમેશ બિધૂડીના પુત્ર મનીષ બિધૂડી અને તેમના પરિવારના કેટલાક લોકો રમેશ બિધૂડીના મતવિસ્તાર કાલાકાજીમાં ફરી રહ્યા હતા. સાથે એવું પણ કહેવાયું હતું કે, કાલાકાજી વિધાનસભા બેઠક વિસ્તારમાં ભાજપ ઉમેદવારના પુત્ર મનીષ બિધૂડી અને તેમના પરિવારના લોકોએ જાહેરમાં આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે આ મામલે ચૂંટણી પંચને કાર્યવાહી માટેની માંગણી કરી હતી.

    - Advertisement -

    આ ઘટના બાદ DCP સાઉથ-ઈસ્ટે પોતાના આધિકારિક X હેન્ડલ પર જણાવ્યું હતું કે, મનીષ બિધૂડી વિરુદ્ધ આચારસંહિતા ઉલ્લંઘનનો કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, મનીષ બિધૂડી અને રવિ દાયમા વિરુદ્ધ આચારસંહિતા ઉલ્લંઘનની ફરિયાદનું સંજ્ઞાન લઈને RP એક્ટની કલમ 126 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના બાદ આતિશીએ ફરી પોસ્ટ કરીને આરોપ લગાવ્યો કે, રમેશ બિધૂડીના પરિવારના ત્રણ સભ્યો પણ રાત્રે ફરતા જોવા મળ્યા હતા. તેના જવાબમાં દિલ્હી પોલીસે કહ્યું કે, મેજિસ્ટ્રેટની હાજરીમાં વાહનની તપાસ કરવામાં આવી હતી, પરંતુ કોઈ ઉલ્લંઘન જોવા મળ્યું નથી.

    આતિશી પર પણ નોંધાઈ FIR

    આ ઘટના બાદ દિલ્હી પોલીસે આતિશી વિરુદ્ધ પણ FIR નોંધી છે. ઘટનાની માહિતી આપતા દિલ્હી પોલીસે જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના ઉમેદવાર આતિશી 50-70 લોકો અને 10 ગાડીઓ સાથે આચારસંહિતાનું ઉલ્લંઘન કરતાં જોવા મળ્યા હતા. DCPએ કહ્યું કે, 4 ફેબ્રુઆરીએ 12:30 AM કલાકે કાલાકાજી બેઠક પર AAP ઉમેદવાર 50-70 લોકો અને ગાડીઓ સાથે ફતેહ સિંઘ માર્ગ પર હતા. તેઓ ભાજપ વિરુદ્ધ ફરિયાદ કરવા મામલે ત્યાં આવી પહોંચ્યા હતા. પોલીસે તેમને આચારસંહિતાના કારણે ત્યાંથી જવા માટેનું કહ્યું. દરમિયાન એક પોલીસકર્મી વિડીયો રેકોર્ડ પણ કરી રહ્યા હતા.

    આ સમયે જ એક AAP કાર્યકર્તાએ પોલીસકર્મીને હાથથી ફટકારીને વિડીયો બંધ કરાવી દીધો હતો. જે બાદ આ ઘટનાનું સંજ્ઞાન લઈને પોલીસે દિલ્હીના મુખ્યમંત્રી આતિશી અને AAP કાર્યકર્તા અશ્મિત અને સાગર મહેતા વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની (BNS) કલમ 221, 132, 121(1) , 3(5) વિરુદ્ધ ગોવિંદપુરી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં