Tuesday, March 31, 2026
More
    હોમપેજગુજરાત‘અખબારના લૉગોનો દુરુપયોગ કર્યો, બંધ કરવા 40 લાખની ખંડણી માગી’: રાજકોટના ‘પત્રકાર’...

    ‘અખબારના લૉગોનો દુરુપયોગ કર્યો, બંધ કરવા 40 લાખની ખંડણી માગી’: રાજકોટના ‘પત્રકાર’ જગદીશ મહેતા સહિત બે સામે કેમ થઈ FIR– વાંચો

    ફરિયાદ રાજકોટના પુષ્પરાજસિંહ રાણાએ કરી હતી, જેના આધારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે 17 નવેમ્બરે (મંગળવાર) ટ્રેડમાર્ક્સ એક્ટની કલમ 103 અને 104 અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(2), 351(3) અને 3(5) હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. ઑપઇન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે.

    - Advertisement -

    ટીવી ચેનલો અને ખાસ કરીને તાજેતરમાં ફૂટી નીકળેલી યુટ્યુબ ચેનલોમાં ‘વિશ્લેષક’ તરીકે અવારનવાર જોવા મળતા અને દુનિયાના લગભગ મોટાભાગના વિષયોનું ‘જ્ઞાન’ ધરાવતા ‘પત્રકાર’ જગદીશ મહેતા અને તેઓ જ્યાં કામ કરતા હતા એ છાપાના માલિક વિરુદ્ધ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે એક FIR દાખલ કરી છે. અન્ય આરોપી તરીકે ગિરીશ સોલંકીનું નામ છે, જેઓ અન્ય પણ અમુક ગુનાઓમાં સંડોવાયેલા રહ્યા છે. જગદીશ અને ગિરીશ બંને સામે અખબારના લૉગો, નામનો દુરુપયોગ કરવાનો અને ખંડણી માગવાનો આરોપ લાગ્યો છે.

    ફરિયાદ રાજકોટના પુષ્પરાજસિંહ રાણાએ કરી હતી, જેના આધારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે 17 નવેમ્બરે (મંગળવાર) ટ્રેડમાર્ક્સ એક્ટની કલમ 103 અને 104 અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(2), 351(3) અને 3(5) હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. ઑપઇન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે.

    FIRમાં જણાવ્યા અનુસાર પુષ્પરાજસિંહ રાણા ‘સૌરાષ્ટ્ર હેડલાઈન’ નામથી એક દૈનિક પ્રસારિત કરે છે. જેની પ્રોપરાઇટરશિપ તેમની પાસે છે. આ માટે સરકારમાં નોંધણી પણ કરાવવામાં આવી છે.

    - Advertisement -

    આ ‘સૌરાષ્ટ્ર હેડલાઈન’ દૈનિક મૂળ 2022થી પ્રસારિત થાય છે, જેની માલિકી જાનકીબેન અનિરુદ્ધસિંહ નકુમના નામે નોંધાયેલી હતી. પુષ્પરાજસિંહના જણાવ્યા અનુસાર જુલાઈ 2024માં જાનકીબેન નકુમે સ્ટેમ્પ પર સોગંદનામું કરીને જે. એમ. જે મીડિયા હાઉસને માલિકી હકો સોંપી દીધા હતા. આ જે.એમ. જે મીડિયા હાઉસની માલિકી પુષ્પરાજસિંહ પાસે છે. આ ખરીદ-વેચાણ સમયે પુષ્પરાજસિંહે નકુમને 30 લાખ રૂપિયા ચૂકવ્યા હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.

    પુષ્પરાજસિંહના જણાવ્યા અનુસાર રકમ ચૂકવાય ગયા બાદ ‘સૌરાષ્ટ્ર હેડલાઈન’ સાંધ્ય દૈનિકના તમામ હકો તેમની પાસે ટ્રાન્સફર થઈ ગયા હતા અને હાલ તેઓ આ છાપું ચલાવી રહ્યા છે.

    માલિકી હકો મળ્યા બાદ ડિસેમ્બર 2024માં પુષ્પરાજસિંહની ફર્મે ટ્રેડમાર્ક રજિસ્ટ્રી વિભાગમાં ‘સૌરાષ્ટ્ર હેડલાઈન’નો ટ્રેડમાર્ક અને લોગો મેળવવા માટે અરજી આપી હતી અને આખરે નવેમ્બર 2025માં નોંધણી મંજૂર કરી આપવામાં આવી હતી. જેથી હવે નિયમો અને કાયદા અનુસાર આ લોગો કે ટ્રેડમાર્કનો નિયમાનુસાર મૂળ માલિકની સહમતિ કે મંજૂરી વગર અન્ય કોઈ વ્યક્તિ, પ્રકાશન કે મીડિયા ઉપયોગ કરી શકે નહીં.

    ગિરીશ સોલંકી પર આરોપ છે કે તેમણે ‘સૌરાષ્ટ્ર હેડલાઈન’ના કાયદેસર રીતે ટ્રેડમાર્ક કરવામાં આવેલા લોગોનો ગેરકાયદેસર રીતે મૂળ માલિકોની મંજૂરી વગર ઉપયોગ કરીને ‘મધ્ય ગુજરાત હેડલાઈન’ના બેનર હેઠળ સમાચાર પ્રસિદ્ધ કરવાનું ચાલુ કરી દીધું હતું.

    ફરિયાદમાં પુષ્પરાજસિંહે નકલો રજૂ કરીને કહ્યું છે કે, “આ જોતાં સ્પષ્ટ જણાય છે કે સામાવાળાઓએ (ગિરીશ સોલંકી અને અન્યો) રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક કરાવેલા લોગોનો હૂબહૂ લૉગો વારંવાર ગેરકાયદેસર રીતે પબ્લિશ કરીને અમારા લૉગોનો દુરુપયોગ કર્યો છે. તેઓ જાણતા હોવા છતાં અમારા ટ્રેડમાર્ક રજિસ્ટર્ડ લોગોનો દુરુપયોગ કરીને ખોટા ન્યૂઝ પ્રકાશિત કરે છે. જેનાથી અમારી શાખને પણ નુકસાન થાય છે.”

    પુષ્પરાજસિંહે જણાવ્યા મુજબ તેમણે અનેક વખત ગિરીશ સોલંકીનો સંપર્ક કરીને લૉગોનો ઉપયોગ ન કરવા માટે જણાવ્યું હતું પરંતુ કોઈ વાત કાને ધરવામાં ન આવી. પછીથી તેમણે દૈનિકના અગાઉના માલિકોનો (જેમની પાસેથી ખરીદ્યું હતું) પણ સંપર્ક કર્યો, પરંતુ તેમણે પણ કોઈ જવાબ આપ્યો ન હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.

    ‘જગદીશ મહેતાએ ચાળીસ લાખ આપવા માટે કહ્યું’: ફરિયાદી

    આગળ ફરિયાદ અનુસાર, ત્રણ મહિના પહેલાં પુષ્પરાજસિંહ રાજકોટની ગિરીશ સોલંકીની ઑફિસે તેમને સમજાવવા માટે પહોંચ્યા હતા, જ્યાં ગિરીશ સોલંકીના છાપાના ગ્રુપ એડિટર જગદીશ મહેતા પણ હાજર હતા. બંનેને પુષ્પરાજસિંહે પોતાના લૉગોનો ગેરકાયદેસર ઉપયોગ ન કરવા માટે સમજાવ્યા હતા, પરંતુ તેમનો આરોપ છે કે એટલું કહેતાં ગિરીશ અને જગદીશ ઉશ્કેરાઈ ગયા અને ગિરીશ સોલંકીએ લૉગો ન છાપવા બદલ ચાળીસ લાખ રૂપિયાની માગણી કરી હતી. પુષ્પરાજસિંહે પૈસા આપવાની ના પાડતા ‘ભળતા નામે સમાચાર છાપવાનું બંધ થશે નહીં અને જો બંધ કરાવવું હોય તો પૈસા આપવા જ પડશે’ એવી ધમકી તેમને આપવામાં આવી હતી. ઉપરાંત હવે પછી ઑફિસે આવવા પર જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આરોપ છે.

    જગદીશ મહેતા પર આરોપ છે કે તેમણે પણ લોગોનો દુરુપયોગ ન થાય તેવું ઈચ્છતા હોય તો પૈસા (ચાળીસ લાખ) તમારે આપવા જ પડશે એમ કહીને બળજબરીપૂર્વક પૈસાની માગણી કરી હતી.

    પછીથી પુષ્પરાજસિંહે બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે. આ લખાય રહ્યું છે ત્યારે કોઈ ધરપકડ થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું નથી.

    બીજી તરફ સૌરાષ્ટ્ર હેડલાઈનમાંથી જગદીશ મહેતાને ‘ગ્રુપ એડિટર’ પદ પરથી દૂર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે વધુ જાણકારી મેળવવા માટે સૌરાષ્ટ્ર હેડલાઇનનો સંપર્ક કરવામાં આવ્યો, પરંતુ સ્થાપિત થઈ શક્યો ન હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં