હોમપેજગુજરાતIIT ગાંધીનગરમાંથી એક અધ્યાપક ફરજમુક્ત: રાહુલ ગાંધીનામાં વિકલ્પ જુએ છે આશિષ ખાખા,...

IIT ગાંધીનગરમાંથી એક અધ્યાપક ફરજમુક્ત: રાહુલ ગાંધીનામાં વિકલ્પ જુએ છે આશિષ ખાખા, ગુજરાતને ગણાવે છે ‘સ્કેમ સોસાયટી’

એક RTI દાખલ કરીને ડૉ. આશિષ ખાખા વિશે પ્રશ્ન કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં IIT ગાંધીનગરે જણાવ્યું કે તેમને સેવામુક્ત કરવામાં આવ્યા છે. 

- Advertisement -

સોશિયલ મીડિયા આઉટરેજ અને વિવાદથી સતત ચર્ચામાં રહેલી ગાંધીનગર સ્થિત શિક્ષણ સંસ્થા IITએ એક અધ્યાપક આશિષ ઝાઝાને છૂટા કર્યા છે. એક RTIના જવાબ મારફતે સંસ્થા દ્વારા જ આ જાણકારી આપવામાં આવી છે. 

એક RTI દાખલ કરીને ડૉ. આશિષ ખાખા વિશે પ્રશ્ન કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં IIT ગાંધીનગરે જણાવ્યું કે તેમને સેવામુક્ત કરવામાં આવ્યા છે. 

ઉલ્લેખનીય છે કે મે, 2025માં એક રિપોર્ટ પ્રકાશિત કરીને ઑપઇન્ડિયાએ ડૉ. આશિષ ખાખાની પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેઓ સોશિયલ મીડિયા પર ખાસ્સા સક્રિય રહ્યા છે અને અમુક એવી પોસ્ટ કરી હતી, જેની ઉપર પછીથી પ્રશ્નો ઉઠ્યા. ત્યારબાદ તેમણે અકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દીધું હતું. જોકે પછીથી ફરી ચાલુ કરવામાં આવ્યું છે.

- Advertisement -

સોશિયલ મીડિયા પર તેઓ કાયમ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વગેરે નેતાઓની પોસ્ટ રીપોસ્ટ કરતા જોવા મળે છે. પેલેસ્ટાઇન તરફી પોસ્ટો પણ તેમની પ્રોફાઇલ પર જોવા મળશે. મોહમ્મદ ઝુબૈર અને ધ્રુવ રાઠી જેવાઓની પોસ્ટ પણ રીપોસ્ટ કરતા રહે છે. 

એક પોસ્ટમાં તેઓ કહે છે કે લોકોએ લોકતંત્ર પરત મેળવવા માટે રસ્તા પર ઉતરવાની જરૂર છે.

ગુજરાત પ્રત્યે આ અધ્યાપકને વિશેષ દ્વેષ છે. તાજેતરમાં તેમણે અમુક પોસ્ટ કરી હતી, જેમાં રાજ્યને, રાજ્યના લોકોને ભરપૂર ગાળો દીધી હતી. ક્યાંક ગુજરાતને ‘હેલહોલ’ કહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાળો ભાંડી તો ક્યાંક કહ્યું કે ગુજરાત ‘સ્કેમ સોસાયટી’ છે. એક ઠેકાણે કહી દીધું કે ગુજરાત એ ભ્રષ્ટાચારની ખાણ છે. એક પોસ્ટમાં ‘ગુજરાત એ ડિઝાસ્ટરનો પર્યાય છે’ તેવી ટિપ્પણી પણ કરી હતી. 

આશિષ ખાખાએ એક પોસ્ટ રિપોસ્ટ કરી હતી, જેમાં કોલોનાઇઝિંગ કાશ્મીર અને કોલોનાઇઝિંગ પેલેસ્ટાઇન– એમ બે પ્રકાશનો પોસ્ટ કરીને તેને વાંચવા માટે આગ્રહ કરવામાં આવ્યો હતો. એટલે બંને પ્રદેશોને સરખાવવાની વાત થઈ ગઈ!

એક એક્સ પોસ્ટમાં તેમણે લખ્યું હતું, “રાહુલ ગાંધી નહીં તો બીજું કોણ?” 

એક પોસ્ટમાં એક યુઝરે નાણાંમંત્રી નિર્મલા સીતારમણની મજાક ઉડાવીને લખ્યું હતું– તેમની પાસે રાજીનામું કઈ રીતે અપાવી શકાય? તેમને કહો કે ભારત એ ‘ઓનિયન ઑફ સ્ટેટ્સ’ છે.’ આ પોસ્ટ પણ પ્રોફેસરે રિપોસ્ટ કરી છે. 

એક ઈન્ટરનેટ યુઝરે પ્રોફેસર પર તેમની સાથે અશોભનીય ભાષામાં વર્તન કરીને ત્યારબાદ બ્લૉક કરી દેવાનો પણ આરોપ લગાવ્યો હતો. આ પોસ્ટ પણ ખાસ્સી વાયરલ થઈ છે. 

તેમના વિશે વધુ જાણકારી મેળવવાનો પ્રયાસ કરતાં જાણવા મળ્યું કે તેમનાં અમુક પેપરો જુદા-જુદા ઠેકાણે પ્રકાશિત થયાં છે. તાજું પ્રકાશન વર્ષ 2025નું છે. જે લંડનથી પ્રકાશિત ‘ગવર્નિંગ ધ ક્રાઈસિસ: નેરેટિવ્સ ઑફ કોવિડ-19 ઇન ઇન્ડિયા’માં ‘કોવિડ-19 એન્ડ ધ ઇન્ડિજિનસ માઇગ્રન્ટ્સ ક્વેશ્ચન ઇન અર્બન ઇન્ડિયા’ નામથી લેખ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. 

આશિષ ખાખાએ તેમના લેખમાં અચાનક આવી પડેલી મહામારી અને તેના પગલે લાગુ પડેલા લૉકડાઉનના કારણે અન્ય રાજ્યોમાં કામ કરતા શ્રમિકોને પડેલી સમસ્યાઓ પર લખ્યું હતું. અહીં શરૂઆતમાં પૂરતી મેડિકલ સુવિધાઓ ન હોવાના કારણે, ગરીબી અને પાણીની સમસ્યા, પૂરતા ડૉક્ટરો ન હોવાના કારણે મૃત્યુદર વધારે હોવાનું કહેવાય, પણ પછીથી જ્યારે રાજ્યોની વાત આવે તો ઝારખંડ અને છત્તીસગઢ જેવાં INDI ગઠબંધનશાસિત રાજ્યોનાં ભરપૂર વખાણ કરવામાં આવ્યાં હતાં. ઉપરાંત, હેમંત સોરેન અને ભૂપેશ બઘેલની પણ ભારોભાર પ્રશંસા કરવામાં આવી હતી. 

હકીકત જોવા જઈએ તો તે સમયે બધાં જ રાજ્યો પ્રયાસો કરતાં હતાં અને બધાંએ જ બાકીની ચિંતા છોડીને ધ્યાન મહામારી પર જ આપ્યું હતું. પરંતુ એકાદ-બે રાજ્યોનો ઉલ્લેખ કરવાથી એક નરેટિવ બને છે, જે પહેલી નજરે ધ્યાને ન પણ આવે. ‘સૂત્રો’ને ટાંકીને લખવામાં આવ્યું છે કે સોરેને વ્યક્તિગત રીતે આ બાબતો પર ધ્યાન આપ્યું હતું! (તો બાકીના મુખ્યમંત્રીઓએ શું કર્યું હતું?)

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં