Saturday, June 14, 2025
More
    હોમપેજદેશદિલ્હી હાઇકોર્ટના જે જજ વિવાદમાં, તેમનું નામ હતું CBI-EDની FIRમાં: સુપ્રીમ કોર્ટે...

    દિલ્હી હાઇકોર્ટના જે જજ વિવાદમાં, તેમનું નામ હતું CBI-EDની FIRમાં: સુપ્રીમ કોર્ટે 2024માં રદ કરી દીધો હતો તપાસનો આદેશ

    CBIએ 12 લોકો વિરુદ્ધ FIR દાખલ કરી હતી અને કંપનીના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે યશવંત વર્માનું નામ દસમા આરોપી તરીકે નાખવામાં આવ્યું હતું. CBI દ્વારા નોંધવામાં આવેલી FIRના પાંચ દિવસ બાદ EDએ પણ 27 ફેબ્રુઆરી 2018ના રોજ લખનૌમાં પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ 2002ની કલમ 3/4 હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

    - Advertisement -

    દિલ્હી હાઇકોર્ટના (Delhi High Court) જજ (Judge) યશવંત વર્માનું (Yashwant Varma) નામ હાલ દેશભરમાં ચર્ચાય રહ્યું છે. તેમના ઘરે આગ લાગ્યા બાદ કરોડોની રોકડ રકમ મળી આવી હોવાના દાવા બાદ હવે તે પણ જાણવા મળી રહ્યું છે કે, આ પહેલાં CBI અને EDની FIRમાં તેમનું નામ આવી ચૂક્યું હતું. અહેવાલો અનુસાર, અલહાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે તેમની નિમણૂક થતાં પહેલાં તેઓ એક કંપનીના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હતા, ત્યારે ED અને CBIની FIRમાં તેમનું નામ એક આરોપી તરીકે જોડવામાં આવ્યું હતું. જોકે, ગયા વર્ષે જ સુપ્રીમ કોર્ટે તપાસનો આદેશ રદ કરી દીધો હતો.

    2018માં નોંધાયેલી CBIની FIRમાં વર્માને 2012માં સિંભાવલી શુગર્સમાં એક નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે વર્ણીત કરવામાં આવ્યા હતા અને ‘આરોપી નંબર 10’ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા હતા. તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનાહિત ગેરવર્તણૂક, છેતરપિંડી અને ગુનાહિત કાવતરું ઘડવાનો આરોપ હતો.

    શું કહેવાયું છે 2018ની FIRમાં?

    વધુ માહિતી અનુસાર, ફેબ્રુઆરી 2018માં ઓરિએન્ટલ બેન્ક ઑફ કોમર્સે સિંભાવલી શુગર મિલ વિરુદ્ધ CBI FIR નોંધાવી હતી. કંપનીએ કથિત રીતે ખેડૂતોને તેમની ખેતી માટેના સંસાધનો અને અન્ય જરૂરિયાત માટે ફાળવવામાં આવેલી ₹148.59 કરોડની રકમ લીધી હતી, પરંતુ બાદમાં મોટી રકમનો દુરુપયોગ કર્યો હતો અને તે રકમને પોતાના અન્ય એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરી હતી. આરોપ છે કે, નાણાંનો સ્પષ્ટપણે દુરુપયોગ કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    FIRમાં કહેવામાં આવ્યું છે કે, કંપની દ્વારા પ્રાપ્ત નાણાંનો ઉપયોગ સહમતી વિના અન્ય હેતુઓ માટે કરવામાં આવ્યો હતો. બેન્કે સિંભાવલી શુગર્સ લિમિટેડને ગેરરીતિ અને ગુનાહિત વિશ્વાસઘાતના કારણોસર ₹97.85 કરોડની રકમ માટે શંકાસ્પદ છેતરપિંડી કરનાર તરીકે જાહેર કરી હતી અને 13/5/2015ના રોજ ભારતીય રિઝર્વ બેન્કને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી.

    જે બાદ CBIએ 12 લોકો વિરુદ્ધ FIR દાખલ કરી હતી અને કંપનીના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે યશવંત વર્માનું નામ દસમા આરોપી તરીકે નાખવામાં આવ્યું હતું. CBI દ્વારા નોંધવામાં આવેલી FIRના પાંચ દિવસ બાદ EDએ પણ 27 ફેબ્રુઆરી 2018ના રોજ લખનૌમાં પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ 2002ની કલમ 3/4 હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ ફેબ્રુઆરી, 2024માં અલાહાબાદ હાઇકોર્ટે CBI તપાસના આદેશ પણ આપી દીધા હતા.

    FIR કોપી

    પરંતુ માર્ચ 2024માં જ સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના નિર્દેશો પર રોક લગાવી દીધી હતી અને કહ્યું હતું કે, આ કેસમાં CBI તપાસના આદેશ આપીને હાઇકોર્ટે ભૂલ કરી છે. કારણ કે, તપાસની કોઈ જરૂર નથી. જોકે, સુપ્રીમ કોર્ટે તેવું પણ કહ્યું હતું કે, અધિકારીઓને કાયદા અનુસાર છેતરપિંડી માટે કાર્યવાહી કરવા પર રોકવામાં આવ્યા નથી. ન્યૂઝ રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવાયું છે કે, FIR નોંધાયા બાદ થોડા સમયમાં જ CBIએ વર્માનું નામ FIRમાંથી હટાવી દીધું હતું અને એજન્સીએ કોર્ટેને સૂચના પણ આપી હતી કે, તેમનું નામ હટાવવામાં આવી રહ્યું છે.

    હવે જ્યારે દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત વર્માના ઘરે આગ લાગ્યા બાદ મોટી રકમ મળી આવી હોવાના દાવા થઈ રહ્યા છે, ત્યારે 2018ની FIR પણ વિવાદનું કારણ બની છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં