સંભલ ખાતેની વિવાદિત શાહી જામા મસ્જિદને (Sambhal Jama Mosque) લઈને પાછલા દિવસોમાં ઘણો વિવાદ થયો હતો. જામા મસ્જિદના સરવે (Survey) દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. ત્યારે મસ્જિદનો સરવે રિપોર્ટ ચંદૌસી કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો. 2 જાન્યુઆરીએ કોર્ટ કમિશનર એડવોકેટ રમેશ સિંઘ રાઘવે લગભગ 45 પેજનો રિપોર્ટ (Survey Report) રજૂ કર્યો છે. 4.5 કલાકની અંદર કરેલ વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફ્સ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે સંભલ મસ્જિદનો આ સરવે રિપોર્ટ 29 નવેમ્બરે કોર્ટમાં રજૂ કરવાનો હતો. પરંતુ કોર્ટ કમિશનરનું સ્વાસ્થ્ય નાદુરસ્ત હોવાના કારણે રિપોર્ટ રજૂ કરવા માટે સમય માંગ્યો હતો. ત્યારે 2 જાન્યુઆરીના રોજ બપોરે લગભગ 4.30 વાગ્યે, કોર્ટ કમિશનર રમેશ સિંઘ રાઘવ સર્વે રિપોર્ટ લઈને સિવિલ જજ સિનિયર ડિવિઝન સંભલ ચંદૌસી આદિત્ય કુમાર સિંઘ પાસે પહોંચ્યા હતા.
#UttarPradesh | The survey report of Sambhal's alleged Shahi Jama Masjid has been submitted to the court. The 45-page report includes 4.5 hours of videography and 1,200 photos. The survey, conducted on November 19 and 24 following court orders, led to violence.
— Organiser Weekly (@eOrganiser) January 2, 2025
The report… pic.twitter.com/PGiV5MbAzG
અહેવાલ અનુસાર રાઘવે પીળા સીલબંધ પરબીડિયામાં સર્વે રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. કોર્ટ કમિશનરના જણાવ્યા અનુસાર તેમણે તેમના સરવે દરમિયાન શાહી જામા મસ્જિદમાં મળેલા પુરાવાઓ અંગે કોર્ટમાં 43 પાનાનો સરવે રિપોર્ટ રજૂ કર્યો હતો. આ ઉપરાંત જાણવા મળેલી હકીકતોના સમર્થનમાં સરવે રિપોર્ટ સાથે 4.5 કલાકની વિડીયોગ્રાફી અને 1200થી વધુ ફોટોગ્રાફ્સ પણ કોર્ટને આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું.
મંદિર હોવાના દાવા
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જામા મસ્જિદમાં મંદિર હોવાના પુરાવા મળ્યા છે. મસ્જિદમાંથી 50થી વધુ ફૂલો, નિશાનો અને કલાકૃતિઓ મળી આવી છે. અંદર 2 વડના ઝાડ છે. એક કૂવો છે, તેનો અડધો ભાગ મસ્જિદની અંદર છે અને બાકીનો અડધો ભાગ બહાર છે. બહારનો ભાગ ઢાંકી દેવામાં આવ્યો છે. જે જગ્યાએ જૂના બાંધકામો છે ત્યાં નવા બાંધકામના પુરાવા મળ્યા છે. દરવાજા, બારીઓ અને અલંકૃત દિવાલો જેવી મંદિરની રચનાઓને પ્લાસ્ટરથી રંગવામાં આવી છે.
Sambhal mosque survey report submitted in court; sources say evidence of temple found#5Live | @nabilajamal_ @Piyush_mi pic.twitter.com/x1hi8Eu9ZI
— IndiaToday (@IndiaToday) January 2, 2025
આગામી સુનાવણી ક્યારે થશે એ મામલે રાઘવે કહ્યું હતું કે જો વિપક્ષ આ મામલે હાઇકોર્ટમાં જશે તો આગામી સુનાવણી તે અનુસાર નક્કી થશે. કોર્ટ કમિશનરે કહ્યું કે જ્યાં સુપ્રીમ કોર્ટનો આદેશ ન આવે ત્યાં સુધી જજ પણ રિપોર્ટમાં શું છે તે જોઈ શકશે નહીં. તેથી રિપોર્ટ સુપ્રીમ કોર્ટના આદેશ પછી જ ખોલવામાં આવશે.
સરવે દરમિયાન થઇ હતી હિંસા
નોંધનીય છે કે, 19 નવેમ્બરે સિવિલ જજ સિનિયર ડિવિઝન સંભલ, ચંદૌસીની કોર્ટમાં કૈલા દેવી મંદિરના મહંત ઋષિરાજ ગિરી અને હરિશંકર જૈન સહિત આઠ અરજદારોએ શાહી જામા મસ્જિદને હરિહર મંદિર હોવાના દાવા અંગે દાવો દાખલ કર્યો હતો. કોર્ટે તે જ દિવસે એડવોકેટ રમેશ સિંઘ રાઘવની કોર્ટ કમિશનર તરીકે નિમણૂક કરી હતી અને જામા મસ્જિદમાં સરવે કરાવવાનો આદેશ આપ્યો હતો.
કોર્ટ કમિશનરે તે જ દિવસે કડક સુરક્ષા હેઠળ અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સર્વે હાથ ધર્યો હતો. 24 નવેમ્બરે જ્યારે તેઓ ડીએમ અને એસપીના રક્ષણમાં ફરી સર્વે કરવા ગયા ત્યારે હંગામો થયો હતો. જેમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા. તથા ઘણા પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા. આ મામલે પોલીસે 47 લોકોની ધરપકડ કરી લીધી હતી, બાકીનાની શોધ ચાલુ છે.