24 નવેમ્બરે સંભલ ખાતે આવેલ જામા મસ્જિદના (Sambhal Jama Mosque) સરવે દરમિયાન થયેલ હિંસા (Sambhal Violence) બાદ ઘણા લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. જેમાં 40ની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હવે પોલીસે અન્ય 7 આરોપીઓની ધરપકડ (Arrested) કરી હતી. આ મામલે કુલ હવે કુલ 47 લોકોની ધરપકડ થઇ ચૂકી છે. નોંધનીય છે કે પકડાયેલ આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ 24 નવેમ્બરે થયેલી હિંસામાં સામેલ હતા.
નોંધનીય છે કે સંભલ હિંસામાં સામેલ લોકોમાંથી કુલ 91ની ઓળખ કરવામાં આવી હતી તથા 47ની ધરપકડ થઇ ચૂકી છે. આ હિંસા દરમિયાન 4 લોકોના મૃત્યુ થયા હતા તથા પોલીસકર્મીઓ સહિત 28 લોકો ઘાયલ થયા હતા. ત્યારે પોલીસે હિંસામાં સામેલ અન્ય 7 લોકોની ધરપકડ કરી હતી. પોલીસનું કહેવું છે કે હિંસા દરમિયાન તસવીરો લેવામાં આવી હતી અને તે મુજબ આ લોકોની ઓળખ કરીને ધરપકડ કરવામાં આવી છે.
બાતમીના આધારે થઇ ધરપકડ
પોલીસના જણાવ્યા અનુસાર બાકીના આરોપીઓની ધરપકડ કરવાની કામગીરી ચાલી રહી છે. નોંધનીય છે કે હિંસા મામલે 11 FIR દાખલ કરવામાં આવી હતી. એસપી કૃષ્ણ કુમાર વિશ્નોઈના જણાવ્યા અનુસાર પકડાયેલા આરોપીઓ અંગે બાતમીદારે સૂચના આપી હતી. ત્યાર પછી બુલબુલી મસ્જિદ પાસેના એક મહોલ્લામાંથી 7 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
STORY | UP: 7 more arrested in Sambhal violence case
— Press Trust of India (@PTI_News) December 24, 2024
READ: https://t.co/SahF9MDJKR
VIDEO:
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/CEZyxOh8pD
ધરપકડ કરાયેલા આરોપીઓમાં શોએબ, સુજાઉદ્દીન ઉર્ફે સજ્જુ, આઝમ ખાન, જાવેદ અખ્તર, શહાદ, મુસ્તફા હસન અને અઝહરુદ્દીનનો સમાવેશ થાય છે. એસપીએ જણાવ્યા અનુસાર જેટલા લોકો સામે આવી રહ્યા છે તેટલાં ઉપદ્રવીઓને જેલમાં મોકલવામાં આવી રહ્યા છે.
શું હતો સમગ્ર મામલો
નોંધનીય છે કે સંભલ ખાતે આવેલ જામા મસ્જિદ ખાતે ભગવાન વિષ્ણુનું હરિહર મંદિર હોવાનો દાવો થયો હતો જે મામલે કોર્ટે મસ્જિદમાં સર્વેક્ષણનો આદેશ આપ્યો હતો. 19 નવેમ્બરે સરવે બાદ જ્યારે ફરીથી ટીમ 24 નવેમ્બરે સરવે કરવા પહોંચી હતી આ દરમિયાન હિંસા થઇ હતી. જેમાં પોલીસની બાઈક સળગાવી દેવામાં આવી હતી.
ઉપરાંત પોલીસની બંદૂકો તથા કારતૂસો લૂંટી લેવામાં આવી હતી. આ ઉપરાંત તપાસ દરમિયાન વિદેશી કારતૂસો પણ મળી હોવાનું સામે આવ્યું હતું. આ હિંસામાં મુસ્લિમ મહિલાઓ પણ સામેલ હતી. ધરપકડ કરયેલા આરોપીઓમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પોલીસ અન્ય આરોપીઓને પકડવાની કાર્યવાહી કરી રહી છે. આ હિંસામાં સપા સંસદ ઝિયાઉર રહેમાન બર્ક પણ સામેલ હતા જેમના વિરુદ્ધ વીજ ચોરીની ફરિયાદ પણ છે. તથા વીજ વિભાગ તેમને ₹1 કરોડ 91 લાખનો દંડ ફટકારી ચુક્યો છે.