Saturday, May 4, 2024
More
    હોમપેજગુજરાત'અધિકારી, CRF, SRP અને બુલડોઝર બધાને 'રીવર્સમાં' ન નાખું તો મારું નામ..':...

    ‘અધિકારી, CRF, SRP અને બુલડોઝર બધાને ‘રીવર્સમાં’ ન નાખું તો મારું નામ..’: ગેરકાયદેસર દબાણો દૂર કરનાર સોમનાથ પ્રશાસન અને સુરક્ષા દળોને કોંગ્રેસી MLAની ‘ખુલ્લી ધમકી’?

    કોળી સમાજના સમૂહ લગ્નમાં જનમેદનીને સંબોધતા વિમલ ચુડાસમાએ કહ્યું હતું કે, "જે ડિમોલિશનની વાત થઇ છે અને કહ્યું છે કે તમને બીજી જગ્યા આપશું એમાં કશો વાંધો નથી. મેં કાલે જ સાંજે કીધું હતું કે જો તમને કોઈ જબરદસ્તી કરે તો મને 7 વાગે ફોન કરજો, તમારો વિમલ સવારે સાત વાગે ઉભો રહેશે. "

    - Advertisement -

    છેલ્લા 2 દિવસથી સોમનાથમાં ગેરકાયદેસર દબાણો પર કાર્યવાહી ચાલી રહી છે. સોમનાથ મંદિરના મુખ્ય રસ્તા અને આસપાસ કરવામાં આવેલા ગેરકાયદેસર અતિક્રમણ પર પ્રશાસન દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. પ્રથમ દિવસે 17 વીઘાં સરકારી જમીન દબાણ મુક્ત કરવામાં આવી તો બીજા દિવસે 144થી વધુ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ બધા વચ્ચે કાયદેસર દબાણો દૂર કરનાર સોમનાથ પ્રશાસન અને સુરક્ષા દળોને કોંગ્રેસી MLAએ ખુલ્લી ધમકી આપી છે.

    આ ધમકી કોંગ્રેસી ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આપી છે. કોળી સમાજના સમૂહ લગ્નમાં હાજરી આપવા આવેલા વિમલ ચુડાસમા જનમેદની જોઈ જોશમાં આવી ગયા હતા. આ દરમિયાન પોતાના ભાષણમાં તેમણે સોમનાથમાં પ્રશાસને કરેલા મેગા ડિમોલિશનનો ઉલ્લેખ કર્યો હતો. આ દરમિયાન તેમણે લોકોને સંબોધતા કામગીરી કરનાર અધિકારીઓ તેમજ CRF અને SRP જેવા સુરક્ષા દળો અને બુલડોઝર એમ તમામને ‘રીવર્સ’માં નાખી દેવાની વાત કરી હતી.

    મને 7 વાગે ફોન કરજો…એક વાર રીવર્સમાં ના મોકલું તો મારું નામ વિમલ નહીં…

    કોળી સમાજના સમૂહ લગ્નમાં જનમેદનીને સંબોધતા વિમલ ચુડાસમાએ કહ્યું હતું કે, “જે ડિમોલિશનની વાત થઇ છે અને કહ્યું છે કે તમને બીજી જગ્યા આપશું એમાં કશો વાંધો નથી. મેં કાલે જ સાંજે કીધું હતું કે જો તમને કોઈ જબરદસ્તી કરે તો મને 7 વાગે ફોન કરજો, તમારો વિમલ સવારે સાત વાગે ઉભો રહેશે. જે અધિકારી હોય, બુલડોઝર હોય કે જે કોઈ CRF કે SRP હોય એને એક વાર ‘રીવર્સ’માં ના મોકલું તો મારું નામ વિમલ નહીં.” જોકે તેમણે અહીં CRF કોને ઉલ્લેખીને કહ્યું છે તે સ્પષ્ટ નથી થઇ શક્યું.

    - Advertisement -

    વિમલ ચુડાસમાએ વધુમાં કહ્યું હતું કે, “આ બધું એકલા વિમલથી ન થાય, સાથે તમેય જોઈએ. જયારે સામે ઉભા રહેવાની વાત આવે ત્યારે માથા ગણાતા હોય. જયારે સોમનાથ પાટણના સમાજના લોકો સામે બેઠા હોય ત્યારે સામે ગમે તેવું તંત્ર હોય, ગમે તે સરકાર હોય, ગમે તેવો ધારાસભ્ય હોય, ગમે તેવો સાંસદ સભ્ય હોય, ગમે તેવો મંત્રી હોય કે ગમે તેવો રાજકારણી હોય તેને પાછા વળવું જ પડે કારણકે તે તમારા થકી છે.” વિમલ ચુડાસમાએ ડિમોલીશન ડ્રાઈવ વિરુદ્ધ પ્રશાસન સામે બાથ ભીડવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

    સોમનાથમાં મેગા ડિમોલિશન ડ્રાઈવ

    ઉલ્લેખનીય છે કે સોમનાથ સ્થાનિક તંત્ર દ્વારા ભારે સુરક્ષા દળ સાથે ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. બે દિવસ ચાલેલી આ કામગીરીમાં મંદિર નજીકના મુખ્ય માર્ગ પરથી દબાણો હટાવવામાં આવ્યાં હતાં. આ ડિમોલિશન ડ્રાઇવ દરમિયાન તંત્રએ સોમનાથ મંદિરના મુખ્ય માર્ગમાં ઉભા કરવામાં આવેલા 144થી વધુ ગેરકાયદેસર દબાણો દૂર કર્યાં હતાં. આ કામગીરી આરંભાય તે પહેલાં તંત્રએ દબાણ કરનારાઓને નોટિસ ફટકારીને જગ્યા ખાલી કરવા માટે આદેશ આપ્યા હતા. તંત્રએ શંખ સર્કલથી માંડીને હમીરજી સર્કલ સુધી આ ડ્રાઈવ ચલાવી હતી.

    આ સિવાય શનિવારે (27 જાન્યુઆરી) પણ મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. રેવન્યુ અને પોલીસ વિભાગનો મોટો કાફલો દબાણો હટાવવા પહોંચ્યો તો લોકોએ ઘરોની બહાર નીકળીને વિરોધ પણ દર્શાવ્યો હતો. જોકે, તંત્રએ આ મામલે પીછેહઠ ન કરતાં તમામ ગેરકાયદેસર દબાણોને દૂર કરવા કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં 100 જેટલાં ઝૂંપડાં અને 21 જેટલા પાક્કા મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા હતા. હમણાં સુધીમાં 17 વીઘાં જમીન પર બુલડોઝર ફેરવીને ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યાં છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં