Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોંગ્રેસી પિતાને એલિસબ્રિજ વિધાનસભાની ટીકીટ ન મળતા પુત્રનું કારસ્તાન, ભરતસિંહ સોલંકી પર...

    કોંગ્રેસી પિતાને એલિસબ્રિજ વિધાનસભાની ટીકીટ ન મળતા પુત્રનું કારસ્તાન, ભરતસિંહ સોલંકી પર શાહી ફેંકી: ધરપકડ કરાઈ

    "મારા પિતા છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. કોંગ્રેસમાં મારા પિતાએ અનેક જવાબદારીઓ સંભાળી છે. પક્ષ માટે વફાદારી રાખનાર મારા પિતાની અંતિમ સમયે ટિકિટ કાપવામાં આવી છે. ટિકિટ માત્ર ભરતસિંહ સોલંકીના કારણે જ કાપવામાં આવી છે માટે મેં કોંગ્રેસ કાર્યાલય પર ભરતસિંહ પર શાહી ફેંકી હતી જેનો મને અફસોસ નથી."

    - Advertisement -

    ગુજરાતની વિધાનસભા ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણી શકાય તેટલા દિવસો આડા છે, દરેક રાજકીય પાર્ટીઓ પોતાના નેતાઓને મેદાનમાં ઉતારી રહી છે, કેટલાક દાવેદારોને મનપસંદ સીટની ઉમેદવારીઓ મળી ચુકી છે જયારે કેટલાકને ટીકીટ ન મળતા નારાજ જાહેરમાં નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, તેવામાં એક કોંગ્રેસી નેતાને ટીકીટ ન મળતા પુત્રએ ભરતસિંહ સોલંકી પર શાહી ફેંકી દેતા કોંગ્રેસી વર્તુળોમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે,

    અહેવાલો અનુસાર એલિસબ્રિજ વિધાનસભાની બેઠક પર કોંગ્રેસના દાવેદાર મનાતાં રશ્મિકાંત સુથારને ટીકીટ ન અપાતા તેમના પુત્ર રોમીન સુથારે ભરતસિંહ સોંલકી પર શાહી ફેંકી હતી. એલિસબ્રિજ બેઠક માટે રશ્મિકાંત સુથારે દાવેદારી કરી હતી. પરંતુ પિતા રશ્મિકાંત સુથારને ટિકીટ ન મળતા પુત્રએ કોંગ્રેસ કાર્યાલય ખાતે ભરતસિંહ સોલંકી પર શાહી ફેંકી વિરોધ નોંધાવ્યો હતો. પિતાને ટિકિટ ના મળતા દીકરાએ ઉશ્કેરાઈને નારા લગાવી શાહી ફેંકી હતી. જોકે, એલિસબ્રિજ પર પોલીસે તાત્કાલિક રોમીન સુથારની અટકાયત કરી હતી.

    ભરતસિંહ સોલંકીના કારણે મારા પિતાને અન્યાય: રોમીન સુથાર

    - Advertisement -

    અહેવાલો અનુસાર રોમીન સુથારે મીડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, “મારા પિતા છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. કોંગ્રેસમાં મારા પિતાએ અનેક જવાબદારીઓ સંભાળી છે. પક્ષ માટે વફાદારી રાખનાર મારા પિતાની અંતિમ સમયે ટિકિટ કાપવામાં આવી છે. ટિકિટ માત્ર ભરતસિંહ સોલંકીના કારણે જ કાપવામાં આવી છે માટે મેં કોંગ્રેસ કાર્યાલય પર ભરતસિંહ પર શાહી ફેંકી હતી જેનો મને અફસોસ નથી.”

    રોમીને આગળ જણાવ્યું હતું કે, “ભરતસિંહ સોલંકી પોતાનું સંગઠન મજબૂત કરવા માટે પોતાના જ નજીકના માણસોને જ ટિકિટ આપે છે. ભરતસિંહ કોંગ્રેસમાં રહીને જ ભાજપની બી ટીમ તરીકે કામ કરીને કોંગ્રેસને નબળી કરવાનું કામ કરે છે. મારી નારાજગી માત્ર ભરતસિંહ સોલંકી માટે જ છે અન્ય નેતાઓ ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે.”

    અન્ય અહેવાલો મુજબ કડીના કેટલાક કાર્યકરો ટિકિટ મામલે કોંગ્રેસ કાર્યાલય ખાતે રજુઆત કરવા આવ્યા હતા. ત્યારે કાર્યકરોના સૂત્રોચ્ચાર દરમ્યાન ભરતસિંહ સોલંકીનું આગમન થતા તેઓએ કાર્યકરોને સાંભળ્યા હતા. વધુ રજુઆત સાંભળવા પ્રદેશ કાર્યાલયમાં ગયા બાદ આ ઘટના બની હતી. ભરતસિંહને પગે પડ્યા બાદ રોમીને તેમના પર શાહી ફેંકી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં