Tuesday, May 14, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહાડ થીજવતી ઠંડીમાં રાહુલ ગાંધીએ યાત્રામાં બાળકને ઉપવસ્ત્ર વગર ફેરવ્યું, જનોઈ પણ...

    હાડ થીજવતી ઠંડીમાં રાહુલ ગાંધીએ યાત્રામાં બાળકને ઉપવસ્ત્ર વગર ફેરવ્યું, જનોઈ પણ ઉંધી પહેરાવી: લોકોએ આડેહાથ લેતાં કોંગ્રેસે ટ્વિટ ડીલીટ કરવું પડ્યું

    કોંગ્રેસે પોતાના ટ્વિટર હેન્ડલ પર રાહુલ ગાંધીનો એક ફોટો મૂક્યો હતો. આ ફોટામાં રાહુલ ગાંધી સાથે એક નાનું બાળક દેખાયું હતું જેને ઉપર કોઈ વસ્ત્ર પહેરાવવામાં આવ્યું ન હતું અને જનોઈ પણ પહેરાવાઈ હતી.

    - Advertisement -

    રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા શરૂઆતથી જ ચર્ચામાં રહી છે. ભારત જોડો યાત્રામાં કડકડતી ઠંડીમાં નાના બાળકને ઉપવસ્ત્ર વગર હાલતમાં સાથે ફેરવવાનો રાહુલ ગાંધી અને કોંગ્રેસનો સ્ટન્ટ ઊલ્ટો પડ્યો હતો. રાહુલ ગાંધીની આ બાળક સાથેની તસ્વીરને લઈને નેટિઝન્સે પ્રતિક્રિયા આપી હતી તો જનોઈને લઈને પણ લોકોએ આડેહાથ લેતાં આખરે પાર્ટીએ ટ્વિટ ડિલીટ કરી નાંખ્યું હતું.

    કોંગ્રેસે પોતાના ટ્વિટર હેન્ડલ પર રાહુલ ગાંધીનો એક ફોટો મૂક્યો હતો. આ ફોટામાં રાહુલ ગાંધી સાથે એક નાનું બાળક દેખાયું હતું જેને ઉપર કોઈ વસ્ત્ર પહેરાવવામાં આવ્યું ન હતું અને જનોઈ પણ પહેરાવાઈ હતી. જોકે, લોકોએ પકડી પાડ્યું કે આ જનોઈ ઉંધી બાજુથી પહેરાવવામાં આવી છે.

    આટલી કડકડતી ઠંડીમાં પણ બાળકને આમ ઉપવસ્ત્ર વગર ફેરવવા અને જનોઈ ઉંધી બાજુ પહેરાવવા બદલ લોકોએ રાહુલ ગાંધીને આડેહાથ લીધા હતા અને થોડી જ વારમાં કોંગ્રનો દાવ ઊલ્ટો પડ્યો હતો અને તેમને તે ફોટાવાળી ટ્વીટ થોડા કલાકોમાં જ ડીલીટ કરવી પડી હતી. ફોટામાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે ખૂબ જ ઠંડી હોવાને કારણે આસપાસના તમામ લોકોએ પણ ગરમ કપડા પહેર્યા હતા અને અંદાજે 7-8 વર્ષના બાળકને અર્ધખુલ્લા શરીરે રાહુલ ગાંધી સાથે ફેરવવામાં આવી રહ્યો હતો.

    - Advertisement -

    રાહુલ ગાંધીનો આ બાળક સાથે ફોટો શૅર કરીને ભાજપ નેતા તજિન્દર પાલ સિંઘ બગ્ગાએ પણ નિશાન સાધ્યું અને રાહુલ ગાંધી ઉપર બાળકનો ઉપયોગ રાજકારણ કરવા માટે કરવાનો આરોપ લગાવ્યો હતો.

    યુઝરોએ બાળકની ઉંધી જનોઈને લઈને પણ વાંધો ઉઠાવ્યો હતો. હિંદુ ધર્મની સંસ્કૃતિ અનુસાર, કોઈપણ વ્યક્તિને ડાબા ખભાથી જનોઈ પહેરાવવામાં આવે છે જે જમણી કમર પર હોય છે. વળી, ઊંધી જનોઈ કોઈ પરિવારજનના અંતિમ સંસ્કાર સમયે જ પહેરવામાં આવે છે. આમ તો કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીને જનોઈધારી બ્રાહ્મણ ગણાવતી રહી છે પરંતુ તેમના આ ‘જનોઈધારી બ્રાહ્મણ’ને પણ આ વાતનો ખ્યાલ ન હતો.

    વરૂણ પુરીએ ટ્વિટર પર લખ્યું કે, ટ્વિટ ડીલીટ કરવાથી ભૂલો પણ ડિલીટ નથી થઇ જતી. તેમણે એમ પણ કહ્યું કે, દેખાડાની રાજનીતિ કરવા માટે બાળકનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ઉપરથી જનેઉ પણ ઉંધી પહેરાવી દેવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, બાળકનોનું ભવિષ્ય બનાવવાનું છે, તેમને રાજકીય છબી ચમકાવવાનું હથિયાર બનાવવાના નથી. તેમણે આ મામલે ચાઈલ્ડ કમિશનની કાર્યવાહીની પણ માંગ કરી હતી.

    કોંગ્રેસના ટ્વિટર એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવેલા આ ફોટોને લઈને રાહુલ ગાંધી સતત ટ્રોલ થઈ રહ્યા છે. આથી, ટ્વીટ કર્યાના કલાકોમાં, તેને કાઢી નાખવામાં આવ્યું હતું. જોકે હવે પણ આ ફોટો ઘણા કોંગ્રેસી નેતાઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જોઈ શકાય છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં